________________
શ્રમણભગવત-૨
૬૩૭. ગુરુદેવની યથાશક્તિ વિનય-ભક્તિ કરતાં ગુરુકુળવાસમાં રહેતા. છેલ્લી અવસ્થામાં પિતાના સ્વાથ્યની તકલીફ થતાં પિતાની જન્મભૂમિ સુરત ૪ વર્ષ વડાચૌટા ઉપાશ્રયમાં રહી શેષ જીવન આરાધનામાં ઓતપ્રેત બની વિતાવ્યું. ક્રિયા પ્રત્યેની તેઓશ્રીની અભિરુચિ ખૂબ સુંદર હતી.
પ્રાન્ત તેઓશ્રીની તબિયત લથડતાં સં. ૨૦૩૩ની સાલમાં ચૈત્ર સુદ પૂનમને દિવસે જે દિવસે પાંચ કોડ મુનિવરે સાથે શ્રી પુંડરીક સ્વામી શ્રી સિદ્ધાચલ ઉપર સિદ્ધિપદને પામ્યા. એવા મહાન દિવસે જ પૂજ્ય મુનિરાજ શ્રી સગુણાનંદવિજયજી મહારાજ જેમને શ્રી સિદ્ધગિરિરાજ તથા શ્રી આદીશ્વરદાદા પ્રત્યે શ્રદ્ધાભાવ હતું, તે સિદ્ધગિરિરાજ તથા શ્રી આદીશ્વરદાદાનું સ્મરણ કરતાં, શ્રી નવકારમંત્રનું ધ્યાન ધરતાં, વીર–વીર કરતાં, પૂજ્ય આચાર્યશ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ૨૫ વર્ષને સંયમપર્યાય પાળીને ૭૫ વર્ષની ઉંમરે સમાધિમય કાળધર્મ પામી ગયા. છેલ્લે સમયે પૂ. આ. શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજે ખૂબ ખૂબ નિઝામણા કરાવી છે. પૂજ્યશ્રીનાં ચરણે કોટિ કેટિ વંદના !
Sa: 'MS
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org