________________
શાસનપ્રભાવક
સુઓને ત્યાગ કરી, મેક્ષજીવન જીવવાનો સંકલ્પ કર્યો. પાલીતાણ મુકામે સંસારી ધર્મપત્ની તથા સુપુત્રી સાથે દીક્ષા લઈ વર્ષોથી હૃદયમાં ભંડારેલી ભાવનાને સાકાર કરી. તથા સ્વ-પર કલ્યાણના માર્ગે ચારિત્રધર્મને દીપાવી સં. ૨૦૪૮માં નડિયાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા. પૂજ્યશ્રીના જીવનના આદર્શો, વિચારે, નિખાલસતા, પરોપકારીતાના ગુણે સમસ્ત જીને દીવાદાંડી સમાન માર્ગદર્શક છે, એવા એ સ્વ-પર કલ્યાણસાધક મુનિવરને શત વંદના !
અજાતશત્રુ પૂ. મુનિરાજશ્રી હિતેશ્વરવિજયજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૭૬ના શ્રાવણ વદ ૧૩ના દિવસે તેરા ગામ (કચ્છ)માં, કચ્છી દશા-ઓસવાળ પરિવારમાં, પિતા વીરજી અને માતા પદ્માબેનને ત્યાં થયું હતું. તેમનું જન્મનામ હીરજી હતું. હીરજીએ માતાપિતાના સુસંસ્કાર સાથે વ્યાવહારિક કેળવણી લઈ મુંબઈમાં માણેકજી માંડણ ટ્રાન્સપોર્ટમાં રૂા. ૪૦ના પગારે નોકરી લીધી. સને ૧૯૪૪ના ધડાકા વખતે ઉપરોક્ત કુને નુકસાની થતાં છૂટા કર્યા. ત્યારબાદ તેમણે છોટાલાલ હીરજીના નામે ધંધે શરૂ કર્યો. નીતિમત્તાથી કાર્ય કરતાં અને તે વખતે પઠાણ ગ્રુપની ૧૦૦ ગાડીને સથવારો મળતાં જમ્બર નામના કાઢી. સને ૧૯૪૮-૪૯માં કાથા બજારમાં હીરજી વીરજી ટ્રાન્સપોર્ટના નામે ધંધે શરૂ કરતાં અમદાવાદ નાસિક અને કચ્છ માટે સૌથી વધુ લેરીલેડ કરનાર તરીકે સફળતા અને સિદ્ધિ મેળવી હતી. તેઓ સંસારીપણે ઘણું ધર્મપરાયણ, ઉદાર, દાનવીર તથા કુટુંબમાં સંસ્કારોનું સિંચન કરનાર હતા. ભાગીદારેમાં કડવાશ ન થાય તેનું ધ્યાન રાખતા. સાદાઈથી રહેનારા હીરજી ભાઈએ શ્રી સિદ્ધગિરિની નવાણું યાત્રા તથા નાની–મેટી અનેક તપસ્યા કરી હતી. પાલીતાણામહારાષ્ટ્ર ભુવનમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. નાસિકમાં પણ પ્રતિષ્ઠા કરાવી હતી. રૂા. ૧૦૦૦ની આશાએ આવેલ કાર્યકરોને ધુલિયા બેડિગ માટે રૂા. ૧૦,૦૦૦નું દાન કરી આનંદિત કર્યા હતા. મુંબઈ શ્રી અનંતનાથજી દેરાસરમાં પર્યુષણ પર્વ વખતે સ્વને ઝુલાવવા અગ્ર ક્રમે રહેતા. તેમ જ શેઠ નરશી નાથાને ચઢાવે બેલી, હાર પહેરાવવાને અચૂક લાભ લેતા. તેમ છતાં, આદેશ મળે તે બેલેલી બેલીની રકમ ચૂકવી જ્ઞાતિ પ્રેમ બતાવતા. ગુપ્તદાનને પ્રાધાન્ય આપતા. વડાલામાં ટ્રસ્ટી રહી અમૂલ્ય સેવા આપી હતી. તેથી જ તે વડાલા સંઘે મંદિરના ખનન અને પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીને નિમંત્રણ આપતાં, હાજર રહી, શુભાશિષ આપેલ.
તેરામાં ચાતુર્માસ સ્થિત પૂ. સાધ્વીશ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મહારાજની ઉપદેશવાણીએ તેમને ધર્મને રંગ લાગ્યો. પચાસ વરસની ઉંમરે ધંધાને ત્યાગ કરી ધર્મમાં લીન બની ગયા. કામકાજ અર્થે નાસિક જતાં પૂ. આ. શ્રી વિજયસુદર્શનસૂરિજી મહારાજને સંસર્ગ થતાં જાણ્યું કે, જાનવરે પણ રાતના ખાતા નથી, કબૂતરે પણ ચણ સામે જોતાં નથી. આથી ચૌવિહાર વ્રત આજીવન સ્વીકાર્યું. આ ધર્મ પરિણતિ સાથે વૈરાગ્યભાવ જાગૃત થતાં અને તેમાં પૂ. આ. શ્રી વિત્રિલેચનસૂરિજી મહારાજે તેમને દીક્ષા માટે પ્રભાવિત કરી પ્રેરણા આપતાં, અમલનેરમાં જે જગ્યાએ લગ્ન કરી સંસારનો સ્વીકાર કર્યો હતે તે જ જગ્યાએ ધર્મ પામી, ૫૮ વર્ષની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org