________________
શ્રમણભગવત-૨
૬૩૧ તેઓશ્રીએ આયંબિલ ચાલુ રાખ્યાં હતાં. એ દરમિયાન ગુરુમહારાજની આજ્ઞાથી વડોદરા, કપડવંજ, બાવળા આદિ સ્થાનેએ દીક્ષાદિ પ્રસંગોએ વિહાર કરી, દરેક ક્ષેત્રમાં અપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવી હતી. માતર તીથે સાધ્વીજી મહારાજના પ૦૦ આયંબિલ તપને મહોત્સવ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાય હતે. પૂજ્ય પંન્યાસશ્રીએ સાથે જ સંસારના ત્યાગને અને ત્યાગમાર્ગના સ્વીકારને સંયમજીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું હતું. વિદ્યાશાળા (અમદાવાદ) અને તેમનું સંસારી ઘર બાજુ બાજુમાં હોવાથી તેમ જ પૂજ્યશ્રીના દીક્ષાના શરૂઆતના દિવસે હેવાથી, તેમનાં સંસારી સ્વજનેનું આવાગમન વિશેષપણે રહ્યા કરતું. પણ પૂજ્યશ્રી તે એ બધાથી નિર્લેપ-મૌન રહેતા. પૂજ્યશ્રીની વિરાગદશા એટલી તીવ્ર હતી કે ગુરુમહારાજે તેમને માતાના ઉપકારને ધ્યાનમાં રાખી બે શબ્દો બોલવા ભલામણ કરવી પડી હતી. પ્રાયઃ કરીને પૂજ્યશ્રીએ ૩૫ વર્ષના સંયમપર્યાયમાં કઈ સંસારી સ્વજનને ટપાલ પણ લખી ન હતી. પૂજ્યશ્રીની વિરાગદશા જેમ અપૂર્વ હતી, તેમ ગુરુ પ્રત્યેની શ્રદ્ધાભક્તિ પણ અપૂર્વ હતી. એક વખત વિહારમાં પગે ઝેરી જંતુ કરડી ગયું. પગ સજીને દડા જે થઈ ગઈ ગયે. ગુરુમહારાજના કહેવાથી કાણાંવાળી પટ્ટી મારી અને વિહાર ચાલુ રાખ્યું. પણ શ્રદ્ધા કામ કરી ગઈ સેજે ઊતરી ગયે. પૂજ્યશ્રીને નમસ્કાર મહામંત્ર પર અડગ શ્રદ્ધા હતી. તેઓશ્રી પિતાને થયેલા ડાયાબિટીસ, ટી.બી., અને હાર્ટ એટેક જેવા રોગોમાં પણ સમતાપૂર્વક સતત જાપ ચાલુ રાખતા. સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૧૪ના દિવસે ભારે એટેક આવે. શ્રાવકેએ હોસ્પિટલમાં દાખલ થવા ખૂબ સમજાવ્યા, પણ પૂજ્યશ્રી મક્કમ રહ્યા, અને લાખ નવકારમંત્ર જાપ ચાલુ રાખે. જાપના બળે અસહ્ય રેગમાં પણ સહિબગુતા અને સમતા જોવા મળતાં. સં. ૨૦૪૬ના મહા મહિના પછી તબિયત વધુ નરમ પડતાં અને આરોગ્યની આશા નહિવત્ જણાતાં ઉપચારને છોડી દઈ, સેવામાં રહેતા સહમુનિવરે આરાધના કરાવવા લાગ્યા હતા. છેલ્લે મહિનાની માંદગીમાં લગભગ ૧૫ દિવસ ચતુર્વિધ સંઘે તેમને અરિહંતની ધૂન, સ્તવને, સઝાયે આદિનું શ્રવણ કરાવવા દ્વારા ૨૪માંથી ૧૮ કલાક, રાતદિવસ, નિર્ધામણાપૂર્વક આરાધના કરાવી. અને અમદાવાદ-પંકજ સોસાયટીમાં બિરાજમાન પૂજ્યશ્રી સં. ૨૦૪૬ના ફાગણ વદ ૯ ના દિવસે સવારે ૭-૩૩ વાગ્યે પ્રતિક્રમણાદિ કર્યા પછી પરમાત્માનું ચૈત્યવંદન ચાલુ હતું ત્યારે, નશ્વર દેહને ત્યાગ કરી, સ્વર્ગવાસ પામ્યા. પૂજ્ય પંન્યાસશ્રી હંમેશાં હજારે નવકારમંત્રને જાપ કરતા, જ્યારે વિશિષ્ટ માંદગીના પ્રસંગોએ એક લાખને સંકલ્પ લેતા; અને એ સંકલ્પ બે-ત્રણ વાર પૂર્ણ પણ કરેલા. પણ છેલ્લે છેલ્લે એ અપૂર્ણ રહેતાં, ચતુર્વિધ સંઘે તે જાપ કરવાનું જાહેર કર્યું હતું.
કેટલીક વિશેષતાઓ : પૂ. પંન્યાસશ્રી રવિપ્રભવિજ્યજી મહારાજના જીવનની કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે નેંધી શકાય–(૧) તેઓશ્રીના મુખ ઉપર કયારેય કષાય જેવા મળતું નહીં. (૨) પદસ્થ થયા પૂર્વે અને પછી પણ નિત્ય કલાક સુધી સ્વાધ્યાય કરવા ઉપરાંત નવી ગાથાઓ પણ ગોખતા. (૪) તેમણે પિતાના હૈયામાં ગુરુદેવને પધરાવેલા; તેથી ય વિશેષ ઉત્કૃષ્ટ ચારિત્રમૂતિ એવા ગુરુદેવશ્રી વિજયભદ્રકરસૂરીજી મહારાજના હૈયામાં તેઓશ્રીએ સ્થાન મેળવ્યું હતું. એવા મહાન તપસ્વી સાધુવરને શત વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org