________________
૬૮
પ્રતિક્રમણ પછી તેએશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રીની અંતિમ સંસ્કારભૂમિ ધારમાં સ્મૃતિધામ બનાવવાની ચેાજના વિચારાધીન છે. તથા શ ખેશ્વર-ગમમદિરમાં તેઓશ્રીના ‘ ગુરુમંદિર ’નુ કાર્ય નિર્માણાધીન છે. એવા સ્વ-પર કલ્યાણસાધક સાધુવરને શતશઃ વંદના !
( સંકલન : મુનિશ્રી દિવ્યરત્નસાગરજી મહારાજ. )
પૂ. મુનિરાજશ્રી તત્ત્વાનવિજયજી મહારાજ
શા જેઠાભાઈ પાસુભાઈ લાડાયાં ( સાંહેરા )નાં ધર્મ પત્ની સૌ. સેાનાબાઈની કુક્ષીએ આશરે ૬૬ વર્ષ પહેલાં, કારામાં, એક પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ રાખ્યુ. તેજપાર. બાળપણથી જ ધર્મ પ્રત્યે અનુરાગી તેજપારે વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ લીધું. ઇન્ટર સુધી અભ્યાસ કરીને મુ`બઈમાં કારકુન તરીકે નોકરી સ્વીકારી. જિજ્ઞાસુ વૃત્તિને કારણે પૂ. મુનિશ્રી ભાનુવિજયજી (હાલ પૂ. આ. શ્રી ભુવનભાનસૂરિજી ) મહારાજના પરિચયમાં આવ્યા. એનાથી તેજપારભાઈની વૈરાગ્યભાવના તીવ્ર બની. વડીલેાની સમતિ મેળવી, ૨૫ વર્ષોંની યુવાન વયે પાલીતાણા મધ્યે ચારિત્ર ગ્રહણ કરીને મુનિશ્રી તત્ત્વાનવિજયજી બન્યા.
શાસનપ્રભાવક
કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદના કારણે ટૂંક સમયમાં ધર્માંશાસ્ત્રમાં પારંગત અન્યા. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી અને પ્રખર પ્રવચનકાર. એમના વિશાળ શિષ્ય સમુદાયમાં ઘણા શિષ્યા સંસારી અવસ્થામાં સ્નાતકા થયેલા. એક વાર એમણે સહજ ભાવે પોતાના શિષ્યાને એક જ બેઠકમાં એક જ વિષય ઉપર વિવિધ ભાષાઓમાં વ્યાખ્યાન આપવાની સ્પર્ધા ચેજી. મોટા ભાગના શિષ્યાએ વધુમાં વધુ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી – એમ ચાર ભાષાઓમાં વ્યાખ્યાન આપ્યુ, જ્યારે મુનિશ્રી તત્ત્વાન દવિજયજીએ એ ચાર ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, કચ્છી અને સિંધી ભાષાઓમાં વ્યાખ્યાન આપતાં પ્રથમ આવી
માન પામ્યા હતા.
ત્રીશેક વષઁના દીક્ષાપર્યાયમાં તેમણે દશેક પુસ્તકો લખ્યાં હતાં. તેએશ્રીની પ્રેરણાથી - અ વાત્સલ્ય પ્રકાશન 'ની સ્થાપના થઈ, ત્યારે સૌ પ્રથમ આ સંસ્થાએ એમણે લખેલા દળદાર પુસ્તક · દેવાધિદેવ ભગવાન મહાવીર 'નું મહાવીર વિદ્યાલયમાં સ. ૨૦૩૦માં ભવ્ય સમારેાહપૂર્વક ઉદ્ઘાટન થયું હતુ. તે પહેલાં તેમણે ૧. ધર્મ ખીજ, ( વિષય-મૈત્રી ), ૨. નવકાર સ્વાધ્યાય, પ્રાકૃત-ગુજરાતી અનુવાદ સહિત, ૩. નમસ્કાર સ્વાધ્યાય, સંસ્કૃત-ગુજરાતી અનુવાદ સહિત, ૪. તત્ત્વાનુશાસન, ગુજરાતી અનુવાદ, પ. યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવરણુ વગેરે ગ્રંથ લખ્યા, જેમાં આધ્યાત્મિક ક્ષેત્રે તેઓશ્રીએ વિશિષ્ટ સાહિત્ય સયુ હતું. • દેવાધિદેવ ભગવાન મહાવીર ' ગ્રંથમાં તેમના દ્રા પરિચય આપતાં પ્રેા. રાજેન્દ્ર અંબાલાલ શાહ લખે છે, “ પૂ. મુનિરાજશ્રી તત્ત્વાન વિજયજી મહારાજનુ જ્ઞાન કેટલુ અગાધ છે એ તે જે પરિચયમાં આવે તે જ સમજે. તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી વગેરે અનેક
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org