________________
શ્રમણભગવત-૨
૬ર૭ શ્રી શંખેશ્વર–આગમમંદિરના સંસ્થાપક, શાસન પ્રભાવક
પૂ. પંન્યાસશ્રી અભ્યદયસાગરજી મહારાજ
શ્રી શંખેશ્વર આગમમંદિરના સંસ્થાપક પૂ. પં. શ્રી અભ્યદયસાગરજી મહારાજને જન્મ સં. ૧૯૮રના કારતક વદ ૧ (મારવાડી મિતિ)ના દિવસે સુરતમાં એક સુખી-સંપન્ન અને ધર્મપરાયણ ઝવેરી પરિવારમાં થયું હતું. તેમના પિતાનું નામ ઉત્તમચંદ ઝવેરી, માતાનું નામ ભુરીદેવી અને તેમનું પિતાનું નામ અમરચંદ હતું. અમરચંદને વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ મુંબઈમાં થયે. તેઓ સ્વભાવે શાંત, સૌમ્ય અને ચિંતનશીલ હતા. મુનિશ્રી મહિમાવિજયજી મહારાજના પરિચયથી તેમનામાં વૈરાગ્યનાં બીજ રોપાયાં અને પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજીના પાવન સંસર્ગથી સંયમની ભાવના દઢ થઈ. પરિણામ સ્વરૂપ, ૨૪ વર્ષની યુવાન વયે, સં. ૨૦૦૬ના વૈશાખ સુદ ૧૩ના દિવસે, સુરતમાં પૂ. આ. શ્રી આનંદસાગરજી મહારાજના સાનિધ્યમાં સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ મહારાજ (તત્કાલ પંન્યાસજી)ના શિષ્ય મુનિશ્રી અભ્યદયસાગરજી બન્યા. જ્ઞાનનો પશમ તીવ્ર હેવાથી તેમણે ગુરુદેવની નિશ્રામાં થોડા જ સમયમાં જૈન દર્શનની સાથે સાથે અન્ય દર્શનનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના સમર્થ જાણકાર હતા. તેઓશ્રી પ્રભાવશાળી પ્રવચનકાર હતા તેઓશ્રીની તલસ્પર્શી અને મર્મસ્પશી વાણી દ્વારા ઘણા અવિસ્મરણીય કાર્યો થયાં. અનેક સ્થાનમાં ધર્મવૃદ્ધિ થઈ. અનેક સંઘમાં એકતા સ્થપાઈ. વલસાડ, નેર, નૌગામા, રાજેદ, ઘાટકોપર (મુંબઈ) વગેરે અનેક સંઘની એકતા એનાં જ્વલંત ઉદાહરણ છે. ૩૦ વર્ષના સંયમપર્યાય પછી પૂજ્યશ્રીને સં. ૨૦૩૬માં કારતક સુદ પાંચમે અમદાવાદમાં પૂ. પં. શ્રી પ્રબોધસાગરજી મહારાજની નિશ્રામાં ગણિપદ તથા સં. ૨૦૩૯માં વૈશાખ સુદ ૩ના દિવસે શંખેશ્વરતીર્થમાં પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા.
તેઓશ્રીના યશસ્વી જીવનનું યાદગાર અને અમર કાર્ય શ્રી શંખેશ્વરતીર્થમાં આવેલું ભવ્ય આગમમંદિર છે. પૂજ્યશ્રીએ કઠેર અભિગ્રહ ધારણ કરી, દિવસરાત અથાક પ્રયત્નપૂર્વક એનું નિર્માણ કરાવ્યું. આ કાર્યમાં કોર્ટ વગેરેનાં અનેક વિદને આવ્યાં, પણ તેમના નિભીક અડગ સંક૯પથી તે કામ પાર પડ્યું. આ આગમમંદિરના નિર્માણમાં તેઓ મુખ્ય હોવા છતાં એ મંદિરના એક પણ સ્થાનમાં, કેઈ એકાદ ખૂણામાં પણ, પિતાનું નામ અંકિત કરાવ્યું નથી, એ તેમની નિઃસ્પૃહતાનું આદર્શ ઉદાહરણ છે. ગુજરાતમાં તેમ જ માળવામાં વિચરી તેઓશ્રીએ ત્યાંના શ્રાવકેને સુષુપ્ત અવસ્થામાંથી જાગ્રત કર્યા હતા. ત્યાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, આયંબિલશાળાઓ, ધાર્મિક પાઠશાળાઓ આદિ નિર્માણ કરાવ્યાં. તેઓશ્રીએ પિતાના લઘુભ્રાતા માલવભૂષણ પં. શ્રી નવરત્નસાગરજી મહારાજ (હાલ ઉપાધ્યાય) આદિ. શિષ્યમંડળ સાથે રામાનુગ્રામ વિચરી જૈનધર્મની મહાન પ્રભાવના કરી. સં. ૨૦૪૪ના મહા વદ
ને દિવસે, રાજગઢથી નીકળેલા માંડવગઢ તીર્થના કરી પાલિત સંઘના તિરલા મુકામે, સાંજના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org