________________
શ્રમણભગવંતે-૨
૬૨૫ શ્રી પાર્શ્વનાથ જિનાલય, પ. ભવનારા (મધ્યપ્રદેશ)માં જિનમંદિરની પ્રતિષ્ઠા, ૬. સાયલા (રાજસ્થાન)માં શ્રી કુંથુનાથ જિનાલય, ૭. જાલેરમાં શ્રી ગેડી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા વગેરે સુસંપન્ન થયાં. જ્યારે તીર્થયાત્રા સંઘ, ઉપધાનતપ આદિમાં ૧. તખતગઢથી બે સંઘ, ૨. વડનગરથી મોહનખેડા તીર્થયાત્રામાં સંઘ, ૩. સાંથૂથી સંઘ, ૪. વાગરા (રાજસ્થાન) ઉપધાનતપ, ૫. ગુડાબાલેતાન (રાજસ્થાન)માં ઉપધાનતપ, ૬. આહાર (રાજસ્થાન)માં ઉપધાનતપ અને ૭. ગુડામાં તીર્થયાત્રા સંઘ. ઉપરાંત, દીક્ષાપ્રદાનમાં સિયાણ (રાજસ્થાન) નિવાસી તપસ્વી સુશ્રાવક શ્રી અચલચંદજી હિંમતમલજી સોલંકીના સુપુત્ર મુમુક્ષુ શ્રી નિર્મલકુમારને સં. ૨૦૨૭ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે દીક્ષા પ્રદાન કરીને મુનિશ્રી નરેન્દ્રવિજયજી નામે ઘોષિત કરી પટ્ટશિષ્ય બનાવ્યા. તેમના સમસ્ત શાસનપ્રભાવક કાર્યોમાં પૂ. મુનિપ્રવર શ્રી નરેન્દ્રવિજ્યજી “નવલ” હમેશાં પડછાયાની જેમ સાથે રહ્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી અન્ય અનેક મુમુક્ષુ ભાઈબહેને એ પણ દીક્ષા લીધી હતી. તદુપરાંત, સાહિત્યસર્જનમાં તેમણે નમસ્કાર મહામંત્ર, સિદ્ધાંતપદેશ, મહાવીર જીવન ઔર ઉપદેશ, આત્મમંગલ સંગ્રહ, નિજ આતમરંગે રા, ધરતી કે ક્લ, પર્વકથાસંગ્રહ, આવશ્યક દિગદર્શન, પ્રભુસ્તવન સુધાકર, રાજેન્દ્ર જૈન સક્ઝાયમાલા, નવસ્મરણ સાથે, વિવિધ પૂજાસંગ્રહ, પંચપ્રતિક્રમણુસૂત્ર અર્થસહિત, તપવિધિ સંચય, ભક્ત-ભક્તિ અને ભગવાન, વિશિષ્ટ યોગવિદ્યા, સૌધર્મ બૃહત્તપાગચછીય વિવરણયુક્ત પટ્ટાવલી, પૂજા ચતુષ્ટય, નિબંધિરત્નાવલી, મરુધર અને માળવાનાં પંચતીર્થ, શ્રી ગોડી પાર્શ્વનાથ શતાબ્દી સમારિકા આદિ પુસ્તકો આપ્યાં.
પૂજ્યશ્રીના જીવનની વિશેષતાઓ : પૂજ્યશ્રી આગમજ્ઞાતા, વ્યાખ્યાનદિવાકર અને ષડદર્શન, ન્યાય, તર્ક, જતિષ, શિલ્પ અને સૂત્રાગમના પ્રખર અધિકૃત વિદ્વાન હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અદ્ભુત હતી. “સામાયિક” વિષય પર જીવનપર્યત એકધારું પ્રવચન કર્યું. દ્રવ્યાનુયેગના વિષયને સરળ, સુબેધ અને સુંદરતમ શૈલીમાં પ્રસ્તુત કરવાની કળા અપૂર્વ હતી. દિનપ્રતિદિન તેઓશ્રી અપ્રમત્તભાવથી આઠ કલાક સુધી વાચન-લેખન કરતા. તેમણે આજીવન અહંન્નમ:' પદને જાપ કર્યો. શ્રી ઉવસગ્ગહરમ અને શ્રી ભક્તામરને પ્રમ કરીને ચમત્કારિક ઘટનાઓ કરી. પ્રતિકમણ મુદ્રા અને અર્થ સહિત પ્રયોગાત્મક ઢંગથી કરીને નવી પેઢીમાં ધર્મશ્રદ્ધા જાગ્રત કરી ગુરુગચ્છસંરક્ષણ-સંવર્ધન-પરિમાર્જનને હેતુ સિદ્ધ કરવા સતત જાગ્રત પ્રહરી રહ્યા. ૩૩ વર્ષ સુધી શુદ્ધ નિરતિચાર ચારિત્રનું પાલન કરીને સં. ૨૦૩૭ના પ્રથમ જેઠ વદ ૩ને દિવસે વિરામીગામ (જિ. પાલી-રાજસ્થાન) બહાર અંતિમ આરાધના કરતાં કરતાં નશ્વર દેહ ત્યાગે અને સ્વર્ગવાસી બન્યા. સેંકડો ગામનગરમાંથી હજારો ભાવિકોએ આવી રાણું સ્ટેશનમાં અગ્નિ સંસ્કાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાણી સ્ટેશનમાં તેમનું સુંદર સમાધિ–મંદિર છે. તેઓશ્રીની પુણ્યસ્મૃતિમાં તેમના શિષ્યરત્ન પૂ. પ્રવચનકાર મુનિરાજશ્રી નરેન્દ્રવિજયજી મહારાજ “નવલ 'એ જોધપુરમાં દેવેન્દ્રધામનું નિર્માણ કરાવરાવ્યું અને ગુરુભક્ત શ્રેષ્ઠીવર્ય સમાજરત્ન શ્રી લક્ષ્મીચંદજી સુરાણ અને તેમના પરિવારે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org