________________
શ્રમણભગવ ંતા–ર
૬૩
વયે, ચાણસ્મા મુકામે, પૂ. આ શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષિત થઈ મુનિશ્રી મહાભદ્રવિજયજી અન્યા. દીક્ષાની શરૂઆતથી જ એકાસણાના તપ ચાલુ કર્યાં. દોઢ વર્ષાં સુધી તપનુ પ્રમાણ રહ્યું. કર્મોને જલદી ખપાવવાની તાલાવેલી જાગી. છઠ્ઠને પારણે ( એકાસણુ કરીને ) છઠ્ઠુ ચાલુ કર્યાં. છ માસ આ પ્રમાણે ગયા પછી લાંબુ' નહી ટકી શકે એમ લાગવાથી ઉપવાસને પારણે ઉપવાસ રાખ્યા, જે જીવનના અંતિમ દિવસ સુધી ચાલુ રહ્યો. વચ્ચે આયંબિલ કરે તેા પણ બીજા દિવસે ઉપવાસ. અઠ્ઠાઇનું પારણુ હોય તે પણ એકાસણું કરે. નવપદજીની આરાધના દર વર્ષે કરે; તેમાં પણ એકાંતરે ઉપવાસ અને આયંબિલ. એકવાર બીમાર પડવા. વૈદ્યરાજે ઉકાળા આપ્યા, તે તે પણ એકાંતરે લેતા. એકાસણા વખતે ઉકાળે લેતા, પણ એકાસણું છેડયું નહિ. તપ પ્રત્યે ગજબના પ્રેમ આત્મસાત્ કરેલો. છઠ્ઠ હોય કે અઠ્ઠમ, પણ માં પર કળાય નહી. ત્યાગમાં પણ મેખરે. ફળ મેવાના સદંતર ત્યાગ. મીઠાઈ આદિ પણ અમુક જ, બાકીના ત્યાગ. તેઓશ્રીના આરાધક ભાવ ગજબ હતા !
જ્યારે તેઓશ્રી વિદ્યાથી અવસ્થામાં હતા, ત્યારે પાટણ બેડિંગમાં રહેતા. અને ત્યાં પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ ( સંસારીપણામાં ) સાથે ભણેલા અને પરિચય થયેલા. આથી તેમણે ગુરુમહારાજની આજ્ઞા લઇ સ. ૨૦૦૩થી આરાધનાની ષ્ટિએ પૂ. પન્યાસજી સાથે રહેવાનું પસં≠ કર્યું. · ગુરુવત્ સમર્પણભાવ ’ હાવાથી સૌ શ્રમણગણ સાથે એકમેક થઈ ગયા. પરમાત્મભક્તિમાં તેઓશ્રી સતત ત્રણ ત્રણ કલાક તલ્લીન બની બેસી રહે. સ્તવન એલે, સ્તુતિ એલે, અને આનંદ પામે. વળી તેએ મહાત્મા પ્રત્યે ખૂબ જ વાત્સલ્યભાવ રાખતા. પોતે તપસ્વી હોવા છતાં નવકારશી કરવાવાળા મહાત્માએ પ્રત્યે બહુમાન ધરાવતા. નાના—મેાટા કોઈ પણ મહાત્માની સેવા કરવામાં જરાપણ નાનપ નહિ રાખતા. પેાતે સેવા કરે છે તેની ખબર પણ ન પડવા દેતા. છેલ્લે સુધી ક્રિયામાં અપ્રમત્તતા. પ્રતિક્રમણ, પડિલેહણ, ખમાસમણાં આદિ વિધિપૂર્વક કરતા. દ્રવ્યાનુયોગનું ઊંડું જ્ઞાન ધરાવતા. બધા પદાર્થોં મેઢે. લેાકપ્રકાશ જેવા મહાન ગ્રંથને જીભે રમતા રાખેલે. મહાત્માઓને ૫-૬ કલાક વાચન કરાવે, છતાં કૉંટાળાનું નામ નહિ. પૂ. પંન્યાસજી મહારાજે મુનિશ્રી જયંતભદ્રવિજયજી મહારાજને તથા મુનિશ્રી જયમ ગલવિજયજી મહારાજને એમના શિષ્યા બનાવ્યા ત્યારે એકાએક તેએ ચોંકી ઊઠયા અને મેલ્યા કે,
અરે સાહેબજી ! મારામાં એ યેાગ્યતા નથી !' પણ પૂ. પન્યાસજી મહારાજે તેા જાહેર કરી દીધેલુ' એટલે ગુરુવચન આગળ શાંત રહ્યા. અને નવા મહાત્માઓને સંયમમાં તૈયાર કરવામાં પરિશ્રમ કરવા લાગ્યા. અને આમાં સફળ થયા તેનું દૃષ્ટાંત છે પૂ. ૫. શ્રી વજ્રસેનવિજયજી મહારાજ, જેએ સળંગ ૧૦ વર્ષ એમની સાથે રહ્યા અને એવી રીતે તૈયાર થયા કે અનેકને સહાયભૂત થઇ રહ્યા છે. સ. ૨૦૧૧માં જામર થવાથી એક આંખ ચાલી ગઈ અને બીજી આંખમાં પણ ખૂબ ઝાંખપ આવી; તેપણુ પાંચસૂત્ર' સ્લેટ પર માટા અક્ષરે લખાવીને યાદ કરેલ. નવકારના જાપ ખૂબ કરતા. રાતના અઢી વાગે ઊભાં ઊભાં કાર્યાત્સગ ધ્યાનમાં રહેતા. એમનુ જીવન અનેક મહાત્માએ તથા સંઘાને ખૂબ પ્રેરક બનતું રહ્યું. સમય જતાં અને આંખે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org