________________
૬૩
શાસનપ્રભાવક
મહારાજની ભાવના પ્રમાણ પોતાનું બધુ કામ પોતે જ કરી લેવું, તે હિંસાઅે બધું શીખેલા. આઘા ટાંકવા, ઠવણી બાંધવી, પાતરા રંગના વગેરે કાય કરતા. કયારેક તબિયત ઢીલી પડે તે તેની દવા રૂપે ઉપવાસ કરી લેતા. નવ વર્ષના ટૂંકા પર્યાયમાં પણ તેમણે જે સિદ્ધ કરેલું તે અનુપમ કાર્ટિનું કહેવાય.
૧. નમસ્કાર મહામંત્ર, ૨. પરમાત્મભક્તિ, ૩. આયંખિલતપ, ૪. ગુરુ-વડીલેાની ભક્તિ, ૫. ગુરુસમર્પણના અદ્ભુત ભાવ, ૬. નાના મહાત્મા પ્રત્યે વાત્સલ્યભાવ. એમને પૂ. ગુરુદેવે એક શિષ્ય કરી આપેલા, તે શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. છેલ્લે અંતરીક્ષયાત્રાર્થે ત્રણ મહાત્મા પધારી રહ્યા હતા. ૮૨મી ઓળીના છેલ્લા દિવસે હતા, તેથી અઠ્ઠાઈ કરેલી. તબિયત બગડી, પણ આત્મા સજાગ હતેા. તરત જ આત્મા સાથે સમાધાન કર્યુ. સાથેના મહાત્મા પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજ તથા શ્રી ચંદ્રાનનવિજયજી મહારાજે તૈયાર કર્યા : · સાહેબ ! શરીર શુ' કહે છે? ' ત્યાં આ મહાત્મા ખેલ્યા, · મારે શરીર જ કયાં છે ? મારું તા મારા હાથમાં છે. !' અને ખસ, લાગી ગયા આરાધનામાં અને એવી અદ્ભુત સમાધિ સાધી કે જે જોતાં થયું કે મૃત્યુ મળે તે આવું મળજો ! આ સમાચાર જ્યારે પૂ. પંન્યાસજી મહારાજને મળ્યા ત્યારે એક મિનિટ શાંત-પ્રશાંત રહીને ખેલ્યા કે, · એક આત્મા મારા શરણે આન્યા, જે મને પણ સજાગ કરતા ગયા ! ખરેખર, ધન્ને ગયા !' સયમજીવન જીવી ગયા ! મનુષ્ય જન્મ જીતી ગયા ! સાધુજીવનના એક આદર્શો મૂકતા ગયા ! શતશ: વંદના હો એ સાધુવરને !
T
પૂજ્ય મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજ
(
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના હૃદયમાં જેમનુ વિશિષ્ટ મહાત્મા તરીકે સ્થાન હતું; તથા પેાતાના ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જેમને · મહાત્મા ' કહીને સંબેધતા. ઉપાશ્રયમાં શાંત-પ્રશાંત બેઠેલા, સ્વાધ્યાયમાં મગ્ન અને નવકારવાળી ગણતા, કણ આવ્યુ કે કેણુ ગયું એનું જેમને લક્ષ જ નહેાતુ રહેતુ એવા તપસ્વી મહાત્મા પૂ. મુનિરાજશ્રી મહાભદ્રવિજજી મહારાજ હતા. ધનગરી ચાણસ્મામાં, લલ્લુભાઈ ને ત્યાં, માતા મેનાબાઈની કુક્ષીએ સ. ૧૯૫૪માં એમના જન્મ થયેા હતેા. નામ પાડ્યું મેાહન. નાનપણથી ધર્મના દૃઢ સૌંસ્કારો તથા પૂર્વભવની સુંદર આરાધનાના પ્રભાવે ધ પ્રત્યે આકર્ષણ વૃદ્ધિંગત થતુ` ગયું. ધંધાર્થે મહારાષ્ટ્રમાં રહેવાનુ થયુ.. એ વખતે ગાંધીવાદના પ્રચાર જોરદાર હતા. એ વાતાવરણના સંસગ પામવાથી પતે ગાંધીવાદી બની ગયા. ગાંધીજીને મળવા જાય ત્યારે ફળફૂલ ચઢાવે અને સાષ્ટાંગ પ્રણામ કરે એવા અહેાભાવ ! પણ એક વાર પુ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ લાલબાગ-મુબઈ પધાર્યાં ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યવાણીથી માહનભાઈ ભીજાઈ ગયા, અને દીક્ષા લેવા માટે તત્પર થયા. ઘરની જવાબદારી અંગે વ્યવસ્થા કરી દીક્ષાનુ મુહૂત કઢાવ્યુ. સ. ૧૯૯૮ના માગશર સુદ ૯ના દિવસે, ૪૫ વર્ષની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org