________________
૬૨૦
મહારાજના શિષ્ય અની મુનિશ્રી જિતેન્દ્રવિજયજી નામે જાહેર થયા. જ્યારે ધર્મ પત્ની જશવ’તીમેન પણ સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મહારાજનાં પ્રથમ શિષ્યા સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી નામે સયમી બની ધન્ય બન્યાં.
શાસનપ્રભાવક
દીક્ષા બાદ આત્મસાધનાની સાથેાસાથ જ્ઞાનસાધનામાં પૂજ્યશ્રી આગળ વધ્યા. આ સાધનાયજ્ઞમાં તેઓશ્રીના પૂ. ગુરુદેવ અને પૂ. દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની કૃપા ઘણી વરસતી રહી. સ. ૧૯૯૬-૯૭ની વાત છે. પૂજ્ય મુનિશ્રીના આત્મમદિરમાં જૈનધર્મના શિક્ષણ–પ્રચારની ઉત્કંઠા જાગી અને એક નાનકડા જ્ઞાનના દીપ ગરિયાધારમાં ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુની છત્રછાયામાં ‘ પુણ્યના સિતારા' નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યાં. કોડિયુ. ભલે નાનું હોય, પણ તેને પ્રકાશ ચેામેરે પ્રસરે છે, તેમ જ્ઞાનદીપને પ્રદીપ્ત અને અખંડિત રાખવા અને તેના દ્વારા અનેક આત્મમશિમાં શ્રદ્ધાના પ્રકાશ પાથરવા પૂજ્યશ્રીએ તા. ૧૪-૫-૧૯૪૮ના રોજ પૂનામાં ‘ શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી અને તે સંસ્થા દ્વારા ધાર્મીક ઈનામી પરીક્ષા, તેનાં પાઠયપુસ્તકોનાં પ્રકાશન વગેરે કાર્ય છેલ્લા શ્વાસ સુધી અવિરત ચાલુ રાખ્યું. આ સાધનામાં તેએશ્રીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપનાર એક નરવીર ઈ. સ. ૧૯૫૦-૫૧માં મળ્યા. તેએ હતા કલકત્તાનિવાસી શેઠ શ્રી હીમચંદભાઈ કે. શાહ, જેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી સંસ્થાની જરૂરિયાતા પૂરી પાડી. ‘ પ્રેસ અને પ્લેટફોમ ’ એ સમાજને જાગ્રત રાખવાનું સાધન છે, એવા વિચારે મુનિશ્રીએ સં. ૨૦૦૫માં મુરખાડ ગામે : ગુલામ નામના માસિકના પ્રારંભ કર્યાં. આ બાળમાસિકે શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે, વિદ્યાથી અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારા સમાજને આપ્યા. એ માસિકે સાહિત્યકાર મુનિશ્રીના વિચારાને પાને પાને વહેતા કરી એક નવું જ વાતાવરણ ઊભુ' કર્યું. ટૂંકમાં, હજારો જ્ઞાનિપપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ ઊભી કરી. ઊગતા લેખકાને પ્રાત્સાહિત કર્યાં અને સમ્યકજ્ઞાનને ખૂબ ખૂબ પ્રચાર કર્યાં.
ઉપરાંત, પૂજ્યશ્રીએ ઉત્તર-પૂર્વના ( દિલ્હી-કલકત્તા ) અને દક્ષિણના ( કન્યાકુમારી ) પ્રદેશેા સુધી જિનમંદિરની સ્પના કરી. એટલુ જ નહિ, સાથેાસાથ એ પ્રદેશોમાં વસતા જૈન-જૈનેતર સમાજ સાથે હળીમળી, તેને ઉપયાગી થાય તેવાં જૈનધમ નાં અનેક પુસ્તકા તે તે ભાષામાં પ્રકાશિત કરી જૈનધર્મીની અપૂર્વી સેવા કરી હતી. આજના વિદ્યાથી આવતી કાના નાગરિક છે', ‘ કુમળા છેડને વાળેા તેમ વળે ’- આવા વિચારો અનુસાર શિક્ષણક્ષેત્રના પ્રખર હિમાયતી મુનિશ્રીએ એકલા હાથે પેાતાના શિષ્યરત્ન મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજની સાથે જૈનસમાજને કુલ આઠ ભાષામાં અનોખી સાહિત્યસંસ્કાર ભેટ આપી છે. આવું મેાટુ કામ પૂર્વે કોઈ એ કર્યું... નથી અને ભવિષ્યમાં કોઈ કરશે કે કેમ તે શ`કા છે. આવા સમતાશીલ, સરળસ્વભાવી, નવકાર મહામંત્ર આદિ સૂત્રાના અર્થના નિત્ય ફેલાવા કરવાનું ઝંખનારા પૂ. મુનિવર્યશ્રીએ ધમ ઇતિહાસને નવું સ્વરૂપ આપ્યું હતું અને તેથી જ બેંગલોર શ્રીસંઘે પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને શ્રુતજ્ઞાનની ઉપાસનાને જોઈ ને ‘ સાહિત્યભૂષણ'ના સન્માનનીય પદ્મથી સ. ૨૦૩૨ના ભાદરવા સુદ ૧૨ના રોજ મહેસ્રવપૂર્ણાંક વિભૂષિત કર્યાં હતા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org