________________
શાસનપ્રભાવક
એક છોકરાઓને મુંબઈ, સુરતમાં હીરાના ધંધામાં જોડ્યા હતા. આ રીતે તેઓશ્રીનું સંસારી જીવન વિવિધલક્ષી, અમીર, ઉદાર અને સહાનુભૂતિભર્યું હતું. તેવી જ રીતે સંયમી જીવન પણ ત્યાગમય, નિરીહ અને લેકે પકારક હતું. પૂજ્યશ્રીને જન્મ સં. ૧૯૩૬માં થયે હતે. ૧૯૫૦માં પેઢીને કારભાર સંભાળ્યું. સં. ૧૫રમાં લગ્ન થયું. સં. ૧૯૯૭માં દીક્ષા લીધી અને સં. ૨૦૨૬માં એકાણું વર્ષે કાળધર્મ પામ્યા. આજે તેઓશ્રીને સાંસારિક પરિવાર બહોળો છે. તેમના દીકરા શ્રી મતીચંદભાઈ સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં સારે રસ લઈ રહ્યા છે. (લેખક : શ્રી ફતેહચંદ બેલાણી; “જૈન”પત્રના તા. ૧૭-૭-૭૨ના અંકમાંથી સાભાર.)
-~પ્રૌઢ પ્રતાપી પૂ. ગણિવર્યાશ્રી લબ્ધિસાગરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ ધર્મનગરી કપડવંજમાં સં. ૧૯૫ત્ના પિષ સુદ પૂનમને દિવસે વિશા નિમાં જ્ઞાતિના વિખ્યાત કુટુંબમાં થયે હતે. પિતાનું નામ સેમચંદભાઈ માતાનું નામ માણેકદેવી અને તેમનું જન્મનામ ચંદુલાલ હતું. પિતા સમચંદભાઈ “શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ચેરીટેબલ ટ્રસ્ટ”ના કાર્યકર્તા પરીખ ઝવેરભાઈ શિવલાલના પુત્ર હતા. આખુંય કુટુંબ સંસ્કારસંપન્ન અને ધર્મપરાયણ હતું. બાળક ચંદુલાલમાં પણ ઉત્તરોત્તર ધર્મસંસ્કારે વૃદ્ધિ પામતા રહ્યા. વ્યાવહારિક શિક્ષણ લઈને કાપડના વ્યવસાયમાં જોડાયા. તેમાં પણ સારી એવી સફળતા મેળવી. વ્યવસાય સાથે લગ્નજીવનમાં પણ સાંકળવામાં આવ્યા. તેમનાં ધર્મપત્ની ચંદનબેન સુશીલ, પતિપરાયણ અને ધર્માનુરાગી હતાં. તેમ છતાં, લગ્નજીવનમાં પણ વૈરાગ્યભાવ જાગ્રત હતો જ. પુત્રી વિમલા અને પુત્ર હસમુખની પ્રાપ્તિ પછી તેમને એ વૈરાગ્યભાવ બ્રહ્મચર્યવ્રત (ચતુર્થ વ્રત)ના સ્વીકારમાં પરિણમે અને આગળ જતાં, તેમની દીક્ષાભાવના સાકાર બનતાં, રાજગઢમાં બિરાજમાન પૂ. પંન્યાસજી શ્રી વિજયસાગરજી મહારાજને વાસક્ષેપ લઈ, અમદાવાદ વિદ્યાશાળામાં આગોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૮૭ના અષાઢ સુદ પાંચમે તેમણે અને તેમના પુત્ર હસમુખભાઈ એ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, ત્યાગમાર્ગને સ્વીકાર કર્યો. સં. ૧૯૮૮ના કારતક વદ પાંચમે તેઓશ્રીની અને બીજા સાત જણની વડી દીક્ષા થઈ અને તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સ્વપરના કલ્યાણમાર્ગે આગળ વધતાં, તેમની યોગ્યતા જાણી, તેમને ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મહારાજ ઘણું જ ત્યાગી.વૈરાગી હતા. એટલું જ નહિ કેઈની વૈરાગ્યભાવનાને બળ આપી, તેમને દીક્ષામાર્ગે જવા સહાયક બનતા. ડહેલાના ઉપાશ્રયવાળા પૂ. પંન્યાસજી શ્રી શાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી સુભદ્રવિજ્યજી મહારાજને દીક્ષા સમયે સહાયક બન્યા હતા. તેમના કુટુંબ-પરિવારમાં પણ ઘણાને દીક્ષા અપાવવામાં તેમનું
ગદાન રહ્યું હતું. તેમના સંસારી લઘુબંધુ કાંતિભાઈએ પણ દીક્ષા અંગીકાર કરી હતી, જેમાં પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. પૂ. ગણિવર્ય શ્રી ઉત્કૃષ્ટ સંયમી, ત્યાગી અને તપસ્વી હતા. તેઓશ્રીએ વિશસ્થાનક તપ, સતત ત્રણ વરસીતપ, વર્ધમાન તપની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org