________________
શ્રમણભગવતો-ર
૬૧૭ આટલે બધે વૈભવ, માન-સન્માન અને ધનસંપત્તિ હેવા છતાં નિરભિમાની વૃત્તિ અને નમ્રતા એટલી બધી હતી કે, સરકારે જ્યારે એમને જે. પી.ને ખિતાબ આપવાની દરખાસ્ત મોકલી ત્યારે એમણે વિનયપૂર્વક કહ્યું કે, મારે જે. પી. થઈને શું કરવું છે? જે. પી. થવું નથી. બીજાને સહાયભૂત થવાની ઉદારતા પણ એટલી બધી હતી કે એમના એક મિત્રને ધંધામાં ખોટ આવી ત્યારે સામેથી, વગરમાગ્યે, એક લાખ રૂપિયા લઈને ગયા અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારે ધંધામાં ઊથલપાથલ થઈ છે, એટલે જરૂર હોય તે એક લાખ રૂપિયા લાવ્યો છું. જીવણચંદ શેઠે પિતાના પહેલાંના લેણ રૂપિયા યાદ કર્યા વગર બીજા એક લાખ રૂપિયા આપ્યા. ભાંગતા ભેરુને મદદ કરવાની આવી ઉદારતા અને સહાનુભૂતિ એમનામાં ભરપૂર હતી. એ યુરોપ ગયા ત્યારે બે રસોયા અને એક નોકરને સાથે લઈને ગયા હતા, પણ પાછા આવ્યા ત્યારે ત્યાં પિતાનું ત્રણ માળનું મકાન, રસ અને નેકરને ત્યાં જ રાખીને આવેલા અને જે કઈ જાણીતા માણસે ત્યાં જાય તેમને ઉતારે તેમના મકાનમાં રહે; અહીંથી ભણવા જનાર માટે તે તેમનું ઘર અને નોકરી આશીર્વાદરૂપ હતા. વિદ્યાથીએ મોટે ભાગે ત્યાં જ, રહેતા. પાછળથી એ મકાન બુદ્ધ સોસાયટીને ભેટ આપી દીધું.
સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પણ એમણે એ જ ઉત્સાહ અને ઉદારતા બતાવ્યાં હતાં. સંઘ કાઢયા, ૯૯ યાત્રાઓ કરાવી, ઉજમણાં કર્યા, ઉપાશ્રયે અને વિદ્યાલયમાં દાન કર્યા. મુંબઈ અને સુરતમાં સાધુઓને ચાતુર્માસ કરાવ્યાં. જેન દેરાસરેના જીર્ણોદ્ધાર કરાવ્યા. સને ૧૯૦૨માં “જીર્ણોદ્ધાર ફંડ” અને સને ૧૯૧૨માં વિદ્યાર્થીઓને યુરોપ મોકલી સાયન્સ, ટેકનોલોજી વગેરેને અભ્યાસ કરવા માટે “એજ્યુકેશન ફંડ” પિતાની પેઢી તરફથી શરૂ કર્યા. આજે પણ ચાલે છે. સમાજના આગેવાન મકનજી જુઠા જેવા બેરિસ્ટર એમની સ્કોલરશિપથી તૈયાર થયા છે. આજે પણ સેંકડો વિદ્યાથી–વિદ્યાર્થિનીઓ તેને લાભ લે છે. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનાં કાર્યોમાં ઘણાં વર્ષો સુધી તેમણે ફાળો આપ્યો. શરૂઆતમાં કેન્ફરન્સની ઓફિસ પણ તેમની પેઢીમાં જ હતી.
જીવણચંદ શેઠના એક મિત્ર મિ. મેરે વડોદરામાં ગુજરી ગયા. પછી બીજા મિત્ર લીંબડીના દરબાર દેલતસિંહ ગયા. એ બંને એમના પરમ મિત્ર હતા. બંને મજબૂત બાંધાના, કદાવર, સશક્ત અને તંદુરસ્ત હતા. એમના જવાથી જીવણચંદ શેઠને ઊંડો આઘાત લાગ્યો. એ આઘાતે એમને વિરક્ત બનાવી દીધા. એમને વિચાર આવ્યો કે આવા કદાવર માણસો પણ ઘડીકમાં ચાલ્યા ગયા, તે મારું શરીર તે માંદલું છે, જર્જરિત થઈ ગયેલું છે. એને શો ભરોસે ! આ વિચારે એમને દીક્ષા તરફ વાળ્યા અને એમણે સંસાર છોડી દીક્ષા લીધી.
દીક્ષાવસ્થામાં આદિવાસીઓ અને પરમારના કલ્યાણ તરફ દષ્ટિ ગઈ. તેમને દારૂ, માંસ, જુગાર વગેરે વ્યસનથી છોડાવવા તેમ જ તેમને ભણાવવાની અને ધંધે લગાડવાની પ્રવૃત્તિ શરૂ કરી, તેમના એકરાઓને ભણાવવા માટે બેડેલીમાં બેડિ ગની સ્થાપના કરી. તેમાંથી જે વિદ્યાથીઓ તૈયાર થાય તેમને વેપારીઓ સાથે સંબંધ બાંધી ધંધે લગાડતા રહ્યા. લગભગ
શ્ર. ૭૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org