________________
શ્રમણભગવંતો-૨
૬૧૫
તપમૂર્તિ પૂ. પંન્યાસશ્રી સૂર્યસાગરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ કચ્છના મોટા રતડિયા મુકામે સં. ૧૯૬૮માં ધર્મપરાયણ પિતા અને માતા હાંસાબાઈના પરિવારમાં થયું હતું. તેઓશ્રીનું સંસારી નામ નાનજીભાઈ હતું. ધર્મમય વાતાવરણમાં ઉછેર થવાને કારણે, અચલગચ્છના વિદ્વાન ઉપાધ્યાય શ્રી રવિચંદ્રજી મહારાજના સંપર્કમાં આવતાં વૈરાગ્યભાવ જાગવાને કારણે સં. ૧૯૯૧માં દીક્ષા લીધી. પરંતુ ટૂંક સમયમાં જ ગુરુદેવને સ્વર્ગવાસ થવાથી તેઓશ્રી ગુજરાતમાં પધાર્યા અને તપાગચ્છના આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં શ્રી કૈલાસસાગરજી મહારાજના પરિચયમાં આવતાં તેઓશ્રી પાસે તપાગચ્છની સામાચારી સ્વીકારીને શ્રી સૂર્યસાગરજી મહારાજ બન્યા. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ પટ્ટશિષ્ય હતા. પૂ. ગુરુદેવ સાથે તેમ જ સ્વતંત્રપણે તેઓશ્રીએ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ સ્થાનમાં વિચરી ધર્મોપદેશ આપીને તપ, ત્યાગ અને ચારિત્રની પ્રભાવના કરેલ. ઉત્તરોત્તર ચારિત્રમાં પ્રગતિ સાધીને પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ના દિવસે જૂના ડીસા મુકામે તેઓશ્રીને ગણિ-પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. લગભગ અડધી સદીની ચારિત્રયાત્રામાં પૂજ્યશ્રીએ અનેક ઉગ્ર તપશ્ચર્યા કરી. ૧૬ ઉપવાસ અને માસક્ષમણ જેવાં ઉગ્ર તપ ૩૦થી વધુ વખત કર્યા. પ થી ૬૮ ઉપવાસ જેવી લાંબી તપશ્ચર્યા બબ્બે વાર કરીને કાયાને તમય બનાવી. જીવનમાં ૨૫૦૦ થી ૩૦૦૦ ઉપવાસ કર્યા. સં. ૨૦૩૫માં અમદાવાદમાં ૬૮ વર્ષની જૈફ વયે ૬૮ ઉપવાસની તપશ્ચર્યા દરમિયાન ૬૪મા ઉપવાસે લકવાની અસર થઈ જે સાડાત્રણ વર્ષ રહી. પૂજ્યશ્રી સં. ૨૦૩૯ના ચૈત્ર વદ ૪ને રવિવારે પાલીતાણામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. જેનશાસનના એક ગણનાપાત્ર તપોગીને અંતરની ભાવભીની વંદના !
રિદ્ધિ-સિદ્ધિના ત્યાગી અને ત્યાગમાર્ગના રાગી પૂ. મુનિરાજશ્રી જિનભદ્રવિજયજી મહારાજ
આજે અમદાવાદમાં ત્રણ સાધુઓ વિચરે છે. તેમાંના એક તે મુનિશ્રી જિનભદ્રવિજયજી, સંસારીપણે જીવણચંદ ઝવેરી. ઓળખે છે તેમને ? એક કાળના કોડપતિ, મેતીના વ્યાપારમાં લાખેને વ્યાપાર ખેડનાર સુરતના ઝવેરી. આજે અડવાણે પગે ગોચરી માગતા અમદાવાદની શેરીઓમાં ફરે છે—જાણે ભરથરી ઉજજૈન આવ્યો !”
ઉપરના શબ્દો કવિશ્રી ન્હાનાલાલે શેઠ જીવણચંદ ઝવેરી માટે પિતાના પુસ્તકમાં લખ્યા છે. પિતા ધરમચંદભાઈએ પરિગ્રહ પરિમાણવ્રતને લીધે વ્યાપારમાંથી નિવૃત્તિ લીધી, એટલે ચૌદ વર્ષની ઉંમરે ધરમચંદ ઉમેદચંદની પેઢીને કારભાર જીવણચંદભાઈએ પિતાના હસ્તક લીધે. એમણે અદ્ભુત સાહસથી વ્યાપાર વધાર્યો. મોટા મોટા રાજાઓના ઝવેરી બન્યા, તેમાં પાલીતાણાના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org