________________
શ્રમણભગવત-૨
૬૧૩
આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વરઘોડા સમયે જ આવી પહોંચતાં તેમના હસ્તે પ્રવજ્યા અંગીકાર કરી. સં. ૧૯૮૮ના ચૈત્ર વદ પાંચમે નાનકચંદભાઈ ૨૩ વર્ષની વયે ૧૬ વર્ષના બાલમુનિ શ્રી કનકવિજયજી મહારાજના શિષ્ય બન્યા.
ત્યાર પછી વડીલ ગુરુવર્યોની ભક્તિ-વૈયાવચ્ચમાં સદા તત્પર રહી, તારક ગુરુભગવંતની ૫૦ વર્ષ અખંડપણે છત્રછાયા પામ્યા. ગુરુશિષ્યની અપૂર્વ અને અજોડ જોડી તરીકે જગવિખ્યાત બન્યા. ગુર્વાસાને જીવનમંત્ર બનાવ્યું. અનેક જ્ઞાનભંડારને સુવ્યવસ્થિત કરીને અદ્દભુત તપાસના કરી. પૂજ્યશ્રી પ્રકૃતિથી સરળ, ભદ્રિક અને સેવાભાવી મહાપુરુષ હતા. પિતાના ગુરુદેવના પિતા મુનિશ્રી સુબુદ્ધિવિજ્યજી ગણિવર તેમ જ પૂ. સાઘીશ્રી દર્શનશ્રીજી મહારાજ તથા પિતાનાં સંસારી માતુશ્રીને પણ અંતિમ નિર્ધામણા કરાવી, સમાધિ આપવામાં પરમ સહાયક બન્યા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે સં. ૨૦૨૦ના માગશર સુદ બીજને દિવસે મુંબઈ-શ્રીપાલનગરમાં તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ થવા કહ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. છેવટે તે દિવસે પિતાના ગુરુદેવશ્રીના આચાર્યપદ-ગ્રહણ પ્રસંગે ઉપાધ્યાયપદ સ્વીકાર્યું. પાટણમાં ચાતુર્માસ વખતે નવનિર્મિત શિખરબંધી જિનમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યા. અમદાવાદમાં પિતાના ગુરુદેવ સ્વ. પૂ. આ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરને પ્રતિષ્ઠામહોત્સવ ઊજ. પૂ. દાદાગુરુ સાથે પાલીતાણ આવવા ભાવના કરી; શ્રી સિદ્ધક્ષેત્રે અને પૂ. ગુરુભગવંતની તારક નિશ્રામાં આનંદ પામતા હતા. અમદાવાદના વૈદરાજ શ્રી ભાસ્કરભાઈ હાડકરની દવા ચાલુ હતી. પાલીતાણામાં તબિયત બગડી. પૂ. દાદાગુરુશ્રી અને સહવતી મુનિવરે વચ્ચે અંતિમ નિર્માણ પામી શ્રી સિદ્ધક્ષેત્રના નામસ્મરણ સાથે, નમસ્કાર મહામંત્રની ધૂનમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા પરોપકારી, સ્વ–પર કલ્યાણક સાધુવરને પરમ વંદના !
પૂ. તપસ્વી પંન્યાસશ્રી હર્ષવિજયજી ગણિવર
અધ્યાત્મયોગી પરમ પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ભદ્રકવિજ્યજી ગણિવર્યના પ્રથમ શિષ્યરત્ન થવાનું સદ્ભાગ્ય જેમને સાંપડ્યું તે હતા પરમ પૂજ્ય તપસ્વી પંન્યાસશ્રી હર્ષવિજયજી મહારાજ. સુરતમાં પિતા સાકળચંદના ઘરે, માતા નેનકેરબેનની કુક્ષીએ એક પુત્રરત્નને જન્મ થયો. નામ પાડ્યું હીરાલાલ. હીરાલાલનું જીવન નાનપણથી જ ધાર્મિક સંસ્કારથી સંચિત હતું. પૂ. પંન્યાસજી મહારાજે નવપદ સમાજની સ્થાપના કરી, તેમાં કાર્યકર્તા તરીકે સંસારીપણાથી જ સેવકની અદાથી રહેતા. ૨૯મા વર્ષે અમદાવાદમાં સકલારામરહસ્યવેદી પૂ. આ. શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજના હસ્તે સં. ૧૯૮૮ના જેઠ સુદ ૬ના દિવસે ભાગવતી દીક્ષા સ્વીકારી, પૂ. પંન્યાસશ્રી ભદ્રકવિજયજી મહારાજના શિષ્ય ઘેષિત થયા.
દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી સ્વાધ્યાય-તપ-ત્યાગમાં આગળ વધતા ગયા. વૈયાવચ્ચે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org