________________
શ્રમણભગવંતો-ર
એળીઓ વગેરે તપશ્ચર્યા કરી હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યાં હતાં. કપડવંજમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા, શેઠ મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રયને જીર્ણોદ્ધાર વગેરે તેમની પ્રેરણાથી થયાં હતાં. ડુંગરપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા, શિવગઢમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા, અમરા (રાજગઢ)માં પ્રતિષ્ઠા, રતલામમાં શ્રી શાંતિનાથના પ્રાચીન જિનાલયને વિજાદંડ, ઉપાશ્રયને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા આદિ તેમના ઉપદેશથી સુસંપન્ન બન્યાં. પૂજ્યશ્રીના વરદ હસ્તે આચાર્યાદિ પદપ્રદાન અને દીક્ષા પ્રદાન થયાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં રતલામથી ભોપાવર તીર્થને, માણસાથી ટીટેઈ તીર્થને, એમ કેટલાક છે'રીપાલિત યાત્રા નીકળ્યા છે. પાલીતાણામાં ૧૭૫૦ આરાધકે સાથે ઐતિહાસિક બનેલ ઉપધાનતપની ક્રિયાવિધિમાં તેમનું સુંદર ગદાન રહ્યું હતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક ઉપાશ્રયેનાં નિર્માણ અને જીર્ણોદ્ધાર થયાં અને અનેક શાસનપ્રભાવક કાર્યો સંપન્ન થયાં. પૂજ્યશ્રીને સ્વર્ગવાસ મવામાં થયેલ હતું. એવા એ શાસનપ્રભાવક સાધુવને ભાવભીની વંદના !
જૈન ધાર્મિક શિક્ષણના ભેખધારી – સાહિત્ય ભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ
ન આચાર્ય, ન ઉપાધ્યાય, ન પંન્યાસ; માત્ર મોક્ષના સાધન સ્વરૂપ મુનિ પદે આરૂઢ થયેલા માયાળુ-કૃપાળુ, સરળ સ્વભાવ, વિદ્વાન પૂજ્ય મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજને સં. ૧૯૬૪ના મહા વદ ૧૩ના દિવસે સુરત શહેરમાં શ્રી વીશા ઓશવાલ વેતાંબર મૂર્તિપૂજક જ્ઞાતિના જાણીતા શેઠ શ્રી જીવણચંદ નવલચંદ સંઘવીના ઘરે શ્રીમતી પાર્વતીબાઈની પવિત્ર કુક્ષીએ જન્મ થયે હતે. તેઓશ્રીનું જન્મનામ જેચંદભાઈ હતું. “જન્મવું એ નવું નથી, પણ જન્મ સાર્થક કરવો એ જ મહત્ત્વનું છે.” એ દષ્ટિએ પિતા શ્રી જીવણચંદભાઈ એ પિતાની સુકૃત લક્ષ્મી સં. ૧૯૭૬માં સુરતથી સિદ્ધાચલજીનો રિ પાલિત સંઘ પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કાઢી પવિત્ર કરી હતી. જેચંદભાઈ તે વખતે ૧૨ વર્ષના હતા, તે પણ તેમનામાં છુપાયેલી ધર્મભાવનાને પરિચય અનેક સંઘને થયે હતે. શાળાકીય શિક્ષણ ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં એસ. એસ. સી. સુધીનું લીધા બાદ જેચંદભાઈએ સં. ૧૯૮૫માં વ્યાપારમાં પ્રવેશ કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ દયાચંદની સુપુત્રી જશવંતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. વ્યાપારમાં કે લગ્નજીવનમાં તેઓ માત્ર જોડાયા એટલું જ, તેમનું મન તે સંસારથી અલિપ્ત એવા વૈરાગ્યભાવમાં જ વસતું હતું. વળી, પિતાનું જ નહિ, ધર્મપત્નીનું હિત પણ ત્યાગમાર્ગે વાળવા ઉત્સુક બન્યા અને તેઓની એ ભાવના સફળતામાં પરિણમતાં સં. ૧૯૦ના માગશર વદ ૮ના દિવસે પાટણની પવિત્ર ભૂમિમાં ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. પં. શ્રી પ્રવિણવિજયજી મહારાજના શિષ્યરત્ન પૂ. ૫. શ્રી મહિમાવિજયજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org