________________
શ્રમણભગવંત-૨
રૂ. ૪૨૦૦૦ જ્ઞાનખાતાના વપરાયેલ. અને ત્યાર પછી તેઓશ્રીને દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથમાં વાંચવામાં આવ્યું કે જ્ઞાનખાતાના પૈસાથી છપાયેલ પુસ્તક ગૃહસ્થને ભેટ ન આપી શકાય. એટલે તુત તેટલા રૂપિયા શ્રાવકેને ઉપદેશ આપી પૂ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લખાતા–છપાતા તથા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ માટે અપાવ્યા હતા. કેવા ભાવભીરુ, કેવા પાપભીરુ ! !
અંતિમ સમાધિ પણ અજબ આપી ગયા. જેઠ વદ ૧૧ ની રાતે મગજના ભયંકર તાવમાં કહ્યું કે, અઠ્ઠમમાં જવાય તે સારું. અને ૧૩ને દિવસે નવકાર મહામંત્રની ધૂન વચ્ચે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ધન્ય એ મુનિજીવન! કેટ કેટિ વંદના એ મુનિવરને !
(“દિવ્ય દર્શન’ માંથી સાભાર.)
સુવિશુદ્ધ ચારિત્રપાલક-અખંડ જ્ઞાનારાધક પૂ. પંન્યાસશ્રી પદ્મવિજયજી ગણિવર્ય ધર્મપ્રેમી વડાસણ ગામમાં વસતાં મેહનલાલનાં સુશ્રાવિકા ધમપત્ની સમરતબહેનને ત્યાં સં. ૧૯૬૦માં કંચનવણી કાયાવાળા પુત્રરત્નને જન્મ થયે. માતાપિતાએ પ્રેમાળ પુત્રનું પ્રેમચંદ પાડ્યું. વ્યાવહારિક શિક્ષણ પામીને પ્રેમચંદ ધંધાથે મુંબઈ ગયા. પરંતુ મેહમયી મુંબઈ નગરીના મેહપાશમાં બંધાવાને બદલે ત્યાં મુમુક્ષુ મંડળની સ્થાપના કરી અને મિત્રો સાથે વૈરાગ્યભાવનાનો વિકાસ સાધતા રહ્યા. દીક્ષા પહેલાં વર્ધમાનતપની ૨૬ ઓળી પૂર્ણ કરી. છ વિગઈને ત્યાગ કરી આકરે અભિગ્રહ લીધે. માતા પિતા અને પરિચિતે દીક્ષાની અનુમતિ આપતા ન હતા. કોર્ટ-કેસ થયે પણ પ્રેમચંદની દૃઢ પ્રતિજ્ઞા સામે કેઈ ફાવ્યું નહીં. સં. ૧૯૮૫ના મહા વદ ૧૩ને શુભ દિને કવિકુલકિરીટ-વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પાલીતાણાની પવિત્ર ભૂમિ પર પ્રવજ્યા અંગીકાર કરીને મુનિશ્રી પદ્મવિજયજી બન્યા.
દીક્ષા-દિનથી જ ગુરુનિશ્રામાં જ્ઞાન-તપને યજ્ઞ આરંભ્ય. શાસન પ્રત્યે અવિરત નિષ્ઠા, સાહિત્યનિપુણતા, જ્ઞાન-દર્શન-ચારિત્રની ત્રિવેણના તીર્થ સમા પૂજ્યશ્રીને પૂ. ગુરુવર્યશ્રીએ છાણી મુકામે સં. ૨૦૧૪ના માગશર સુદ ને દિવસે પંન્યાસપદથી અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી વડાસણ ગામે જિનાલય તથા ઉપાશ્રયનું નવનિર્માણ થયું. પંન્યાસપદવી ધારણ કરતાં પૂજ્યશ્રી નમસ્કાર-મહામંત્રના ત્રીજા પદને શોભાવી શકે તેવી શક્તિ-ક્ષમતા-ચારિત્ર ધરાવે છે, પરંતુ નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વને લીધે તેઓશ્રીને આચાર્ય પદને સ્વીકાર કરવાને સહેજે મેહ નથી. વૈયાવચ્ચમાં અગ્રયાયી એવા પૂજ્યશ્રી અખંડ જ્ઞાનોપાસનામાં રત રહે છે. અનેક જીર્ણોદ્ધાર કર્યા છે. સ્વાધ્યાયપ્રીતિથી પરિભાજિત પ્રતિભા વડે પૂજ્યશ્રીએ ભાવવાહી સ્તવનેસઝાયોની રચના કરી છે. એવા એ સુવિશુદ્ધ ચારિત્રપાલક અને અખંડ જ્ઞાનોપાસક સાધુવરને કેટિ કેટિ વંદના!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org