________________
૬૦૪
શાસનપ્રભાવક
સં. ૧૯૫૮માં આહેરમાં વડી દીક્ષા અને સં. ૧૯૯૫માં આહેરમાં જ ઉપાધ્યાયપદ પ્રદાન કરવામાં આવેલ.
પૂ. ઉપાધ્યાયશ્રી ગુલાબવિજયજી મહારાજ અહિંસાધર્મના પ્રખર ઉપદેશક હતા. તેમણે અનેક ગ્રામ-નગરમાં વિચરને પશુબલિપ્રથા નાબૂદ કરાવી હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠા મહોત્સવ અને ધર્મપ્રભાવનાનાં વિવિધ કાર્યો સંપન્ન થયાં હતાં. અનેક સ્થાનેમાં કલહ મિટાવી સંપ કરાવ્યું હતું. કન્યાવિક્રય જેવી સામાજિક કુરીતિઓ પણ તેમના ઉપદેશથી અનેક સ્થળે બંધ થઈ હતી. પૂજ્યશ્રી પ્રખર ઉપદેશક તેમ જ લેખક પણ હતા. તેઓશ્રી સંસ્કૃત સાહિત્યાચાર્ય, વ્યાકરણાચાર્ય તથા જ્યોતિષવિશારદ હતા. પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષામાં પણ કૃતિઓ રચી, જેમાં “ચતુર્વિશતિ અને રાજેન્દ્રગુણમંજરી” શ્રેષ્ઠ છે. જ્યોતિષમાં “મુહર્ત રાજ” નામને મહત્વનો ગ્રંથ રચ્યું છે, જે હિન્દી ટીકા સાથે પ્રકાશિત થયેલ છે. પૂજ્યશ્રી આગમશાના પણ ઊંડા અભ્યાસી હતા. ઉપરાંત તેઓશ્રી ક્રિયા દક્ષ, તપસ્વી અને ઉચ્ચ કેટિના અધ્યાત્માગી હતા. સં. ૨૦૦૨માં ભીનમાલ નગરે પૂજ્યશ્રીને સ્વર્ગવાસ થયે. એવા એ પ્રખર વિદ્વાન સાધુવરને શત શત વંદના !
– – પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ
ભોપાલ શહેરમાં વિશા મહાજન કાલૂરામજીનાં ધર્મપત્ની રુકમણિદેવીની કુક્ષીએ સં. ૧૯૪૪ના અક્ષયતૃતીયાના પાવન દિવસે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. પૂર્વનું પુણ્યદયે બાલ્યકાળમાં જ ધર્મના સંસ્કાર દઢ બન્યા હતા. તેમાં સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરમ પ્રભાવક આચાર્ય શ્રી વિજ્યરાજેન્દ્રસૂરિજી મહારાજના ઉપદેશથી વૈરાગ્યના રંગે રંગાયા અને સં. ૧૯૫૪માં, માત્ર ૧૦ વર્ષની વયે, દીક્ષા અંગીકાર કરી મુનિ હર્ષવિજ્યજી નામ ધારણ કર્યું. સંયમસાધના અને ધર્માભ્યાસમાં આગળ વધતાં વધતાં સં. ૧૯૫૮માં આહેર મુકામે પૂ. ગુરુદેવશ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજના હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. પૂજ્ય ગુરુદેવના સતત સાન્નિધ્યમાં રહીને તેઓશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષામાં પ્રભુત્વ મેળવ્યું. સંસ્કૃતમાં “કાવ્યતીર્થ ”ની ઉપાધિ લઈ ને અનેક પડ્યો અને ચરિત્રોની રચના કરી. જ્યોતિષશાસ્ત્રમાં પણ પારંગત બન્યા. પૂજ્ય મુનિરાજ સ્વરશાસ્ત્રી અને અધ્યાત્મગના સાધક પણ હતા. સ્વભાવે સરળ અને શાંત પ્રકૃતિના હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આદિ પ્રદેશમાં વિચરી સારી એવી ધર્મ પ્રભાવના પ્રવર્તાવી હતી. સવિશેષ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગ્રામાનુગ્રામ વિહાર કરીને હજારે શ્રાવક-શ્રાવિકાઓને ધર્માભિમુખ અને શ્રદ્ધાસંપન્ન બનાવ્યા હતા. થરાદ અને તેની આજુબાજુના વિસ્તારના ભાવિક પૂજ્યશ્રી પ્રતિ અનન્ય આદરભાવ ધરાવતા હતા. પૂજ્યશ્રી સં. ૨૦૧૪ના અષાઢ વદ ૧૦ને દિવસે થરાદ મુકામે કાળધર્મ પામ્યા. વંદન હજો એ શાસનપ્રભાવક સાધુવરને !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org