________________
૬૦૬
શાસનપ્રભાવક
આ પછીને ઇતિહાસ સમર્પણને છે. ગુરુદેવના કોઈ કાર્યક્રમમાં પાયાના પથ્થર તરીકે પુરાવાને ધર્મ અદા કરનાર મુનિશ્રી જયંતવિજ્યજીને ઇતિહાસ મૂક છે. ગુરુને પગલે પગલે, વચને વચને અનુસરવામાં તેઓશ્રીએ પિતાના કર્તવ્યની ઈતિશ્રી માની. છતાંય એક મહાન સેનાપતિના ઉજજવલ વિજયમાં નગ્ન શહાદત વહોરવામાં માનનાર સૈનિકને કેટલો હિર છે, એ બતાવવાની જરૂર નથી. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ પછી કાશીની પાઠશાળા બંધ પડી, અને શિવપુરીમાં ગુરુદેવનું સમાધિમંદિર ચણાયું. શ્રી વિજ્યધર્મસૂરિજીએ પિતે જ મુંબઈવિલેપાર્લેમાં સ્થાપેલ “શ્રી વીરતત્વ પ્રકાશક મંડળ” નામની સંસ્થાએ શિવપુરીમાં ન અવતાર લીધે. એ શિવપુરીની સંસ્થાએ વિદ્વાને નાને એ પણ સુંદર ફાલ આપ્યો. આ સંસ્થાની વ્યવસ્થા માટે વચમાં તેમણે ત્રણ વર્ષ શિવપુરીમાં ગાળ્યાં. પણ એ ત્રણ વર્ષ દરમિયાન સંચાલકો અને વિદ્યાર્થીઓમાં એમના સ્વભાવની સુવાસ એટલી બધી ફેલાઈ કે એ સૌ કોઈના આદરના અધિકારી બની ગયા. તેમની વિદ્વત્તાથી ખેંચાઈને મોટા મોટા વિદ્વાને પણ તેમની પાસે આવતા. વિદ્યાથીઓ તો જેમ પિતા પાસે પુત્ર દોડી જાય, તેમ પિતાની મુશ્કેલીઓ જણાવવા આવતા, અને સૌને સમાધાન મળી જતું. પક્ષપાતહીન પ્રેમ, ધર્મભરી પ્રેરણા અને આત્મિક વહાલથી સૌને વશ કરવાના તેમના સ્વભાવથી, તેમ જ સૌથી વિશેષ તે આંતરબાહ્ય શુદ્ધ ચારિત્રથી તેફાનીમાં તોફાની વિદ્યાથીને પણ પિતાને કરી શક્તા અને નિયમનમાં આવ્યું શક્તા. તેઓશ્રીએ આગ્રા તેમ જ અહીં રહીને ઉત્તરાધ્યયનસૂત્ર પરથી કમલ-સંયમી ટીકાનું સંપાદન કર્યું જે ચાર ભાગમાં પ્રગટ થયું છે.
પિતાને સમગ્ર ભેગ આપીને પણ તેઓશ્રી કોઈ પણ સારી પ્રવૃત્તિને ટકાવી રાખવા પ્રયત્ન કરતા. ભાવનગરની યશોવિજય જૈન ગ્રંથમાળાનું પુનજીવન તેમના આ સ્વભાવનું જીવંત ઉદાહરણ છે. આ મુનિને એક દિવસ ગિરિરાજ આબુનાં દર્શન લાધ્યાં, એનાં સૌંદયે એમને આકર્ષ્યા, ત્યાંના પથ્થરમાં ભરેલી ભારેભારે કળાની મૂક વાણી તેમને સંભળાઈ અને તેમની લેખિની સજીવ બની. એમાંથી આબુ, અચલગઢ, અબુંદ પ્રાચીન જૈન લેખસંદેહ નામના મેટા મોટા ગ્રંથ રચાયા. ગિરિરાજ આબુ આસપાસ પ્રદક્ષિણા કરી. અણિશુદ્ધ, તૂટ્યાંત્યાં ખંડિયેરે કે ધરાશાયી થયેલાં મંદિર અને ગામોની વિગતે એકઠી કરી. “અબુદાચલપ્રદક્ષિણ” અને “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” નામના ગ્રંથો પ્રગટ કર્યા. આ રૂપે આબુના પાંચ ભાગો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે. અને એ સિવાય અબુદ સ્તુતિસ્તેત્રાદિ સંગ્રહ અને બીજી કેટલીક ઐતિહાસિક છે તે તેમની હાથપ્રત રૂપે અપ્રગટ પડી જ છે. આ ઉપરથી તેઓશ્રીની વિશાળ ઐતિહાસિક દષ્ટિને ખ્યાલ આવી શકે છે. તેઓશ્રી શંખેશ્વરજીની યાત્રાએ ગયા અને ત્યાંના પ્રાચીન પવિત્ર ઇતિહાસને વાચા આપી. “શંખેશ્વર મહાતીર્થ” નામને ગ્રંથે પ્રગટ થયો. બ્રાહ્મણવાડા અને હમીરગઢ વગેરે પુસ્તકે પણ આવી જ દૃષ્ટિનું સફળ દર્શન છે. તીર્થભક્તિનું આવું જવલંત ઉદાહરણ એમના પ્રત્યે ખૂબ આદરભાવ ઉત્પન્ન કરે એવું છે.
જિજ્ઞાસુની જિજ્ઞાસા સંતોષવી એ એમને પ્રિય વિષય હતે. ઈટલીના વિખ્યાત વિદ્વાન ટેસી/સીના તેઓ આદરપાત્ર બન્યા. જર્મન વિદુષી છે. કાઉને એમણે જૈન શાસ્ત્રના મર્મ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org