________________
શ્રમણભગવતે-૨
૬૦૭ સમજાવ્યા. અમેરિકન વિદુષી ડો. જોન્સનને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રનું અધ્યયન કરાવ્યું. આ અધ્યયન કરાવવામાં તેઓશ્રીએ પિતાની તબિયત કે આવશ્યક આરામની પણ દરકાર રાખી નહિ. અમેરિકાથી જ્યારે જ્યારે પ્રશ્નોને ગંજ એમની સામે ખડકાત ત્યારે એના આધારે શોધી કાઢી, એનું વાસ્તવિક સમાધાન કરતા જવાબો તૈયાર કરવામાં તેઓશ્રી કલાકોના કલાક કાર્યમગ્ન રહેતા. ડો. જેન્સને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રના કેટલાક ભાગોને અંગ્રેજી અનુવાદ કર્યો છે, તેમાં મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજને અથાગ શ્રમ તરી આવે છે. તેમણે દીક્ષા લીધા પછી સં. ૧૦૭૨નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને ત્યાં ઉત્તરાધ્યયનસૂત્ર તથા આચારાંગસૂત્રનું
ગોહન કર્યું. સં. ૧૯૭૩માં રાજકોટ, સં. ૧૯૭૪માં જામનગર, સં. ૧૯૭૫માં મુંબઈ, સં. ૧૯૭૬માં વિલેપાર્લે, ૧૯૭૭માં ધૂળિયા, ૧૯૭૮માં કાશી, ૧૯૭૯-૮૦માં આગ્રા, ૧૯૮૧માં ખવાણદી, ૧૯૮૨માં ખ્યાવર, ૧૯૮૩-૮૪-૮૫માં શિવપુરી, ૧૯૮૬માં કાલંદ્રી, ૧૯૮૭માં પાલનપુર, ૧૯૮૮માં રાજકેટ, ૧૯૮૯માં વલભીપુર, ૧૯૯૦માં રાણકપુર, ૧૯૯૧માં ઉદયપુર, ૧૯૯૨માં પાડીવ, ૧૯૯૩-૯૪માં કરાંચી, ૧૯૯૫માં વઢવાણ કેમ્પ, ૧૯૯૬માં ચૂડા, ૧૯૭-૯૮માં વલભીપુર, ૧૯૯૯માં અમરેલી, ૨૦૦૦માં રાધનપુર, ૨૦૦૧માં માંડલ, ૨૦૦૨માં રામપુરા-ભડા, ૨૦૦૩માં જોરાવરનગર, ૨૦૦૪માં મેરબી – એમ ૩૪ વર્ષના દીક્ષા પર્યાયમાં ઉપર મુજબ ચાતુર્માસ કર્યો. આ વિહારમાં આવતાં નાનાંમોટાં પ્રત્યેક ગામની નેંધ કરેલી, એ પ્રાથમિક નોંધ ઉપરથી “વિહારવર્ણન અને પહેલે ભાગ પ્રગટ થયું છે. બીજા ભાગે અપ્રગટ પડ્યા છે. એ જ્યારે પ્રકાશિત થશે ત્યારે આપણને ગામડાનું વાસ્તવિક દર્શન પ્રાપ્ત થશે.
આટઆટલા ઉગ્ર વિહારમાં પણ તેઓશ્રીની તપસ્યા, સ્વાધ્યાય, અધ્યાપન ચાલુ રહેતાં. આવાં કાર્યો માટે બે-ત્રણ કલાક મૌન લઈને બેસતા અને પિતાનું કાર્ય કરતા. સવારમાં ગૃહસ્થને વ્યાખ્યાન-ઉપદેશ આપવાનું પણ ચૂક્તા નહિ. તેઓશ્રી તપશ્ચર્યા, ધાર્મિક વિધિવિધાને દ્વારા સાધુજીવનના ઉગ્ર નિયમોનું યથાસ્થિત પાલન કરવામાં ખૂબ ચીવટ રાખતા. ઉદ્યાન, પ્રતિષ્ઠા, ઓળી વગેરે કરાવવામાં પણ અગ્રેસર રહેતા. એના પરિણામે વઢવાણ કેમ્પ, દૂધરેજ તેમ જ અન્ય ગામમાં મંદિર–પ્રતિષ્ઠા કરાવી છે, એકસાથે તપસ્યા કરવાના ઉપદેશ આપ્યા છે. ઘણાને બાર વ્રત અંગીકાર કરાવ્યા છે. આ ઉપરાંત, આત્મિક વિકાસ પણ સારે એ સાથે હતે. સંયમ, તપ, સ્વાધ્યાય, અધ્યયન અને શાંતિના ગુણે તેઓશ્રીમાં અદ્ભુત રીતે ખીલ્યા હતા અને અન્ય માટે આદર્શરૂપ બન્યા હતા. તેમના શિષ્ય મુનિશ્રી વિશાળ વિજયજીની તેમના તરફની સદા જાગ્રત ભક્તિ આવા ગુણોને આભારી હતી. ગુરુશિષ્યની આ જોડીને જોઈ, એકબીજાને પરસ્પર ભાવ જોઈ અનેક મુખમાંથી આપોઆપ પ્રશંસાના ઉદ્દગાર સરી જતા. મુનિરાજશ્રી વિશાલવિજ્યજીના ગુરુપ્રેમ માટે નોંધવાલાયક બીન એ છે કે તેમણે ગુરુ પહેલાં દીક્ષા લીધેલી.
જૈન ધર્મના પ્રાચીન ગરવને સજીવ કરનારી ઇતિહાસની વિગતે તેમની પાસે ભરી પડી હતી. એ સૌને ગ્રંથનું રૂપ આપવા અહેનિશ પ્રયત્ન કરતા. આજ સુધીમાં એવા બાર ગ્રંથ પ્રગટ થઈ ચૂક્યા છે. મુનિજીવનના આટલા કડક આચાર, દીર્ઘકાળને ઉગ્ર વિહાર, સિંધ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org