________________
શ્રમણભગવતે-ર બાડમેર અને જાહેર જિલ્લાના વિકટ રણપ્રદેશમાં ધર્મનાં ઓજસ રેલાવનારા
પૂ. આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ
રાજસ્થાનના સીમાડે બાડમેર અને જેસલમેર જિલ્લા આવેલા છે. આજથી સો વર્ષ પહેલાં આ રણપ્રદેશમાં વિહાર શકય ન હતું. એટલું જ નહિ, આ પ્રદેશમાં સાધુ-સાધ્વીઓના વિહાર પર પ્રતિબંધ હતું. તેના કારણમાં, આ રણપ્રદેશના વિકટ અને લાંબા વિહારમાં પૂર્વે કેઈ શ્રમણભગવંતે કાળધર્મ પામ્યાની વાત હતી. પણ પછી આ વિકટ અને દુષ્કર વિહારમાં પાણી વગર પણ લાંબું ચલાવી શકે એવા ઉગ્ર અને દીર્ઘ તપસ્વી એક મુનિમહારાજશ્રીએ હિંમત કરી અને તપાગચ્છાધિપતિ પૂ. મણિવિજયજી દાદાની આજ્ઞા મેળવી વિહાર કર્યો. આજ પણ આ ક્ષેત્રે રાજસ્થાનના અન્ય પ્રદેશોની સરખામણીમાં વિહાર માટે મુશ્કેલ અને વિકટ હાઈ સાધુઓનાં દર્શન-સમાગમથી લગભગ વંચિત રહ્યા છે. તેમ છતાં, સદ્નસીબે જે ગણ્યાગાડ્યા શ્રમણભગવંતે આ બાજુ વિચર્યા છે અને વિચારી રહ્યા છે તેમાંના એક છે પૂજ્ય આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજ.
રાજસ્થાનના બાડમેર અને જાલેર જિલ્લાનાં એવાં નાનાં-મોટાં ગામ છે, જ્યાં પૂવે દેરાસર ન હતાં, ઉપાશ્રય ન હતાં, શ્રાવકમાં જૈનધર્મના સંસ્કાર ન હતા, આચારવિચાર ન હતા; અરે ! જેન હોવા છતાં લેકેને જૈનધર્મ સાથે કઈ નાતે જ રહ્યો ન હતો. એવાં એ નાનાં-મોટાં ગામમાં આ પૂજ્યશ્રીએ વિપદાઓ વેઠી વેઠીને, વિહાર કરીને, નવકારમંત્રને પાઠ આપવાથી માંડીને જૈન ધર્મના સંસ્કાર અને જિનાલયના નિર્માણ સુધીનાં કાર્યો સુસંપન્ન બનાવી તેઓને જૈનધર્મથી વાસિત અને પ્રકાશિત બનાવી દીધાં. આવા ઉપકારી ગુરુદેવનું જન્મ સં. ૧૯૫૮ના આ જ જાલેર જિલ્લાના બાદનવાડી ગામે થયે હતો. દસ વર્ષની વયમાં પિતાશ્રીની અને ચૌદ વર્ષની વયે માતુશ્રીની છત્રછાયા ગુમાવી બેસતાં, એ વતન છોડી મહારાષ્ટ્રના કરાડ ગામે આવ્યા. લગ્ન પણ એ જ અરસામાં થયું. ધર્મપત્નીનું નામ હતું પાર્વતીબાઈ કરાડમાં સોનાચાંદીની દુકાન કરી. ધર્મ જૈન ખરા, પણ સ્થાનકવાસી; અને તે પણ કહેવા પૂરતા જ. ધર્મના કેઈ કરતાં કઈ સંસ્કાર નહીં. રાત્રિભેજન, કંદમૂળ – કેઈન બાદ નહીં. એક દિવસ ખૂબ તાવ આવે. પાણીની ખૂબ તરસ લાગી, પણ મળે નહીં. કેવા જોગ-સંજોગ! દેરાસર જતાં ધરાય એટલું પાણી મળી ગયું. બસ, ત્યારથી દેરાસર પર શ્રદ્ધા બેઠી. કરાડમાં રહેતા સુશ્રાવક રાજારામભાઈ તેમાં નિમિત્ત બન્યા. એટલું જ નહિ, નવકારવાળી ગણવાનું સૌ પ્રથમ તેમના કહેવાથી શરૂ થયું. પછી તો પ્રભુદર્શન, પૂજા અને પ્રતિક્રમણ કરવા દેરાસર-ઉપાશ્રયે જવા લાગ્યા. તિથિએ ઉપવાસ આદિ પણ કરવા લાગ્યા. રેજ પ૦ બીડી પીતા; એક દિવસ એ પણ છૂટી ગઈ. કાંદા-લસણ અને રાત્રિભોજન સુધાં બંધ થઈ ગયાં. કરાડમાં ઉપધાનતપની આરાધના કરી. ધર્મશ્રદ્ધા અને આરાધનામાં વૃદ્ધિ થવા સાથે સંસાર પર વિરાગ અને સંયમ પર રાગ જાગવા લાગ્યા અને સં. ૧૯૯૬ માં પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org