________________
૬oo
શાસનપ્રભાવક
નિર્માણ, ખેરોજમાં જિનાલયનું શિલારોપણ, અમદાવાદ નારણપુરામાં હશિપાર્કમાં, હિંમતનગરમાં મહાવીરનગરમાં તેમ જ એકલારા, મટોડા અને ડરામલી ગામે ઉપાશ્રયનું નિર્માણ ઉપરાંત ૧. તારંગાજીને, ૨. ભદ્રેશ્વર તીર્થને, ૩. જેસલમેરન અને ૪. સમેતશિખરજીને- એમ આગલેડથી ૪ સંઘ, પાલીથી સિદ્ધાચલગિરિને, રિબંદરથી ગિરનારજીને, પાલીતાણાથી બાર ગાઉની સંઘયાત્રા સામુદાયિક તથા ૯૯ યાત્રા, એકલારાથી તારંગાજી, વડાલીથી તારંગાજી, હિંમતનગરથી પિસીનાજી આદિના છરિપાલિત યાત્રાસંઘે ચારભુજા (રાજસ્થાન)ના રસ્તે નિર્માણાધીન
હિમાચલનગર ”નું ખાતમુહૂર્ત આગેલેડ, પાલીતાણા અને વક્તાપુરમાં ઉપધાનતપની આરાધના વગેરે અનેકવિધ ધર્મકાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં સુસંપન્ન બન્યાં છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક શાસનપ્રભાવક કાર્યો પ્રવર્તી રહ્યાં છે. એવાં કાર્યો માટે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરે એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કેટિશઃ વંદના!
–(સંકલન : મુનિશ્રી વિશ્વચંદ્રવિજયજી મહારાજ ).
સૌજન્યમૂર્તિ અને ભદ્રપરિણામ પૂ. આચાર્ય વિજયસુબાહુસૂરીશ્વરજી મહારાજ
વર્તમાનકાળે જે કેટલાક પુણ્યપ્રભાવક સાધુભગવંતની શાસનને ભેટ મળી છે તેમાં પૂ. આ. શ્રી વિજયસુબાહુસૂરિજી મહારાજ પણ છે. તેઓશ્રીનું જન્મસ્થાન ધર્મનગરી ખંભાત. સં. ૧૯૭૭ના આસો સુદ ૧૧ના દિવસે તેમના ધર્મનિષ્ઠ પરિવારમાં જન્મ થયો. પિતાશ્રી પિપટલાલ જેઠાલાલ શાહ અને માતુશ્રી રેવાબેન. આ ધર્મપરાયણ--પરગજુ માતાપિતાએ પુત્રનું લાલન-પાલન ધર્મસંસ્કારોનું સિંચન કરીને કર્યું. દેવદર્શનની ટેવ બાળપણથી જ પાડી. સમય જતાં આ સંસ્કારમાં વૃદ્ધિ થતી રહી. પ્રાંતે સંયમને માર્ગ પકડવાની ભાવના જન્મી અને સંયમજીવનની સાધના કરવા મન ઉત્સુક બન્યું. પૂ. પંન્યાસશ્રી ભદ્રકરવિજયજી મહારાજના હસ્તે સં. ૨૦૧૧ના જેઠ સુદ પાંચમે ભાયખલા-મુંબઈમાં દીક્ષા ગ્રહણ કરી. તથા પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયપ્રેમસૂરીશ્વજી મહારાજના શુભ હસ્તે આસો સુદ ૧૦ના દિવસે પૂનામાં વડી દીક્ષા આપવામાં આવી અને વર્તમાનમાં વિચરતા પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી સુબાહુવિજયજી નામે ઘોષિત કરવામાં આવ્યા.
સં. ૨૦૪૩ના વૈશાખ વદ ૬ના દિવસે પાલીતાણા મુકામે તેઓશ્રીને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. એક આદર્શ ગુરુમાં હોય તેવા પ્રેમ, માયાળુ વર્તન, સૌજન્ય, લાગણી તેમનામાં જોવા મળે છે. અનેક તીર્થોની યાત્રા ભક્તિભાવથી કરતા રહ્યા છે. તેમ જ સ્વ-પર કલ્યાણકારી સાધના-આરાધના અને શાસનપ્રભાવના પ્રવર્તાવી શાસનત કરી રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને વરદ હસ્તે ભવ્ય ધર્મકાર્યો ઉત્તરોત્તર થતાં રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણકમલમાં કેટ કેટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org