________________
૫૯૮
શાસનપ્રભાવક
નાડા તીર્થોદ્ધારક-મેવાડ દેશદ્વારક પૂ. આચાર્યશ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ
તપાગચ્છની વિવિધ શાખાઓમાં એક શાખા-પરંપરા જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિજીની ચાલી આવે છે. એ પરંપરામાં થયેલા અનુગાચાર્ય શ્રી હિતવિજ્યજી મહારાજના શિષ્ય તે ચરિત્રનાયક પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ, વીસમી સદીમાં થયેલા પૂજ્ય આચાર્યભગવંતેમાં તેઓશ્રીનું સ્થાન આગલી હરોળમાં આવે છે. પૂજ્યશ્રીનું મુનિઅવસ્થાનું નામ શ્રી હિંમતવિજયજી હતું. મારવાડ-મેવાડમાં તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં અનેક જિનમંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ, તીર્થોદ્ધાર, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રાસ ઘે, ઉપધાને આદિ તપારાધનાઓ અને શાસનપ્રભાવનાનાં નાનામેટાં અનેક ધર્મકાર્યો થયાં છે, પરિણામે તેઓશ્રીનું નામ એ ક્ષેત્રોમાં સીમાચિહન બની રહ્યું !
શ્રી નાકોડા તીર્થ આજે જે સુવિખ્યાત અને સુવિશાળ બન્યું છે, તેના પાયામાં પૂજ્યશ્રીનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. અહીં સં. ૧૯૯૧, ૨૦૧૬ અને ૨૦૨૯ માં પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક જિનપ્રતિમાજીઓ, દેવદેવીઓની મૂતિઓ, ગુરુમૂર્તિઓ, ચરણપાદુકાઓ, તીર્થ પટ્ટો વગેરેની ભવ્યાતિભવ્ય મહત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ હતી. પૂજ્ય આચાર્યશ્રી દ્વારા રાજસ્થાનનાં અન્ય પણ અનેક સ્થાને-તીર્થોમાં પ્રતિષ્ઠાદિ કાર્યો યાદગાર રીતે સુસંપન્ન થયાં હતાં. પૂજ્યશ્રી પાછલી અવસ્થામાં ઘાણેરાવમાં સ્થિરવાસ રહ્યા હતા. ત્યાં પણ તેઓશ્રીની પ્રેરણાથી “કીર્તિસ્તંભ'નું ભવ્ય નિર્માણ થયું છે. આજે એ તીર્થરૂપ દર્શનીય સ્થાન બન્યું છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રાચીન તીર્થોના ઉદ્ધાર અને નૂતન તીર્થોનાં નિર્માણ, ઉપરાંત અનેક દીક્ષાઓ પણ થઈ હતી. તેઓશ્રીના શિષ્ય પરિવારમાં વિદ્યમાન એવા પૂ. આ. શ્રી વિજયલક્ષ્મીસૂરિજી મહારાજ કેટલાંય વર્ષોથી અને આજે વેવૃદ્ધ અવસ્થાએ પણ બાડમેર અને જાલેર જિલ્લાના વિકટ, વેરાન અને રેતાળ પ્રદેશમાં વિચરીને તે પ્રદેશના જૈનેની ધર્મશ્રદ્ધાને જાગૃત અને કાર્યરત બનાવવા ઉપરાંત સંગત પૂજ્ય ગુરુદેવની શ્રી નાકેડાતીર્થ પ્રત્યેની ભક્તિને અક્ષુણપણે વહાવી રહ્યા છે. એવા એ અનેક તીર્થોદ્ધારક આચાર્યશ્રી વિજયહિમાચલસૂરિજી મહારાજના ચરણે ભાવભીની વંદના !
છે,
તે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org