________________
શ્રમણભગવતે-૨
બરવાળા સંપ્રદાયના મુનિશ્રી મગનલાલજી પાસે દીક્ષા અંગીકાર કરી સંયમમાર્ગે સંચરી પડ્યા. આગળ જતાં શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરી પાટણમાં પ્રવેશ કર્યો. પાટણમાં એ સમયે બિરાજમાન તપાગચ્છ જતિર્ધર શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય મુનશ્રી કુમુદવિજ્યજીના શિષ્ય મુનિશ્રી હીરવિજયજીના શિષ્ય પંન્યાસશ્રી સુંદરવિજ્યજીના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજયસૌભાગ્યસૂરિજી મહારાજના સમાગમમાં આવતાં અને તેમનાથી સત્ય રાહ લાધતાં તેમની નિશ્રામાં સંવેગી દીક્ષા અંગીકાર કરી, મુનિશ્રી વિવેકવિજયજી નામ ધારણ કર્યું અને પૂ. આચાર્યશ્રીના શિષ્ય બની શાસ્ત્રાભ્યાસમાં લાગી ગયા. કર્મગ્રંથ, વ્યાકરણ, પ્રકરણ, સંસ્કૃત, પ્રાકૃત, કાવ્ય, કેશ વગેરેને તલસ્પર્શી અભ્યાસ કર્યો.
સં. ૧૯૯૦માં રાયસાંકળીનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી મોહનલાલના પુત્રરત્નને દીક્ષા આપી, વિનયવિજયજી નામ આપવાપૂર્વક શિષ્ય બનાવ્યા. વિવેક-વિનયની જોડી ત્યાર પછી પ્રસિદ્ધિમાં આવી. સેરડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં અનેક ગ્રામનગરમાં વિચરી તથા ચાતુર્માસે કરી અનેરી શાસનપ્રભાવના પ્રવર્તાવી. સં. ૧૯૯૫માં ભરૂચ જિલ્લાના સમની ગામમાં ઉપાધ્યાયપદે અલંકૃત થયા અને સં. ૨૦૨૦માં સાબરકાંઠાના રૂપાલ ગામમાં, પૂ. આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં આચાર્યપદે આરૂઢ થતાં પૂજ્ય આચાર્ય શ્રી વિવેકચંદ્રસૂરિજી નામે પ્રસિદ્ધ થયા. ત્યાર બાદ સાબરકાંઠાના સરદારપુર ગામે ચાતુર્માસ કરતાં ત્યાં તેઓશ્રીની પ્રભાવક પ્રેરણા અને પાવન નિશ્રામાં ૨૧ સંઘજમણ થયાં, સાધર્મિક ભક્તિનું અતિ સુંદર કાર્ય થયું અને તારંગા તીર્થને છરીપાલિત સંઘ નીકળે. વડોદરા જિલ્લાના અતિ પ્રાચીન તીર્થ વણછરા મુકામે મુનિશ્રી ચંદ્રવિજયજી અને સૌરાષ્ટ્રમાં કેયડા ગામે મુનિશ્રી નીતિવિજયજીના નામથી બે શિષ્યરત્ન પ્રાપ્ત કર્યો. ભરૂચ જિલ્લાના આમેદ ગામે શિષ્યરત્ન મુનિશ્રી વિનયવિજયજી કાળધર્મ પામતાં પૂજ્યશ્રીના ઉમંગમાં ઘણે વિગ પડી ગયે. વડોદરા જિલ્લાના સાધડી મુકામે શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા-અનુષ્કાને વગેરે અનેક શુભ કાર્યો થયાં.
૩૪ વર્ષના દીક્ષા પર્યાયમાં પોતે કયાં છે તેની સંસારી કુટુંબીઓને જાણ પણ કરી ન હતી. કુટુંબીઓએ ઘણુ શોધ કરી, અંતે સં. ૨૦૧૩માં વડેદરા જિલ્લાના માસર રોડ મુકામે મુંબઈ રહેતા સંસારી કાકાના દીકરા સેમચંદભાઈ મેહનલાલ વેરા પિતાના કુટુંબનાં નાનાંમોટાં સ્ત્રી-પુરુષને લઈ વંદનાથે આવી પહોંચતાં અવર્ણનીય આનંદનું દશ્ય સર્જાયું હતું. આ પ્રસંગે ગામમાં વાસણોની લ્હાણી કરી. એટલું જ નહિ, ત્યારથી દર વર્ષે પૂ. ગુરુદેવ જ્યાં ચાતુર્માસ હોય ત્યાં કુટુંબીજને જઈ, સ્થાનકવાસી અને દેરાવાસીનું સંઘજમણ રાખવા પૂર્વક વાસણની લ્હાણી કરવામાં આવતી રહી. સંસારી વોરા કુટુંબે તેમ જ ભક્તોએ પૂ. ગુરુદેવની ભક્તિ અર્થે વડોદરામાં પાણીગેટ બહાર અંકુર રોસાયટીમાં જ્ઞાનમંદિર બંધાવ્યું. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાયને ૬૦ વર્ષ પૂરાં થયેલ હોવાથી બષ્ટિપૂતિને મહોત્સવ સંસારી વોરા કુટુંબે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવવા ઉપરાંત વાસણની લ્હાણી તથા કટાસણાની પ્રભાવના કરી ઉલ્લાસપૂર્વક ઊજવ્યું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org