________________
૫૯૬
શાસનપ્રભાવક
શિષ્ય અની મુનિશ્રી લક્ષ્મીવિજયજી નામ ધારણ કરી, સંસારના ત્યાગની અને ત્યાગમાગના સ્વીંકારની ભાવના ચિરતા કરી.
ભાગવતી દીક્ષા અંગીકાર કરી સ્વજીવનને પાવન કરવા સાથે ગુરુનિશ્રામાં ગુરુકૃપાએ જ્ઞાન-ધ્યાનપૂર્વક સંયમજીવનને ઉત્કૃષ્ટ બનાવવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ પાલી કર્યુ. પછી હરજી, પેરબંદર, પાલીતાણા, સુરત, મુંબઈ ( પાયધુની–ગોડીજી ), અહમદનગર, ઇન્દોર એમ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ગુરુદેવ સાથે વિચરતા રહી શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યાં સુસ ́પન્ન બનાવવા સાથે સ્વ-પર જીવનને અજવાળતા રહ્યા. સ. ૨૦૦૮ માં ફરી રાજસ્થાન પધારી અને મેટા ભાગે બાડમેર અને જાલેર જિલ્લામાં જ, જ્યાં વિચરવાનું વિકટ અને વિપદરૂપ હતું જ્યાં શ્રમણભગવંતાનાં પાવન પગલાં ઠર્યાં... ન હતાં, એવા ધમ જળથી ક્ષુધિત રણપ્રદેશમાં વિચરીને, ચાતુર્માસ કરીને, ધનાં એજસ રેલાવ્યાં. પૂજ્યશ્રીની સરળ, સ-રસ અને સતત પ્રેરણા અને માદર્શનથી આ પ્રદેશ ખાડમેર, વિશાળા, હરયાણી, રામસીન, સિયાણી, દંડાર્લી, નગર, પચપદરા, શેરગઢ, ખાલા, ગુડામાલાની, સીદરી, ખાદનવાડી, સરત, ભવરાની, ખંડપ, મંજલ, થેાસ વગેરેનાં ગ્રામ-નગરાનાં જિનાલય–ઉપાશ્રયના નવનિર્માણુ કે વિવિધ ધર્મોનુષ્ઠાનોથી ગુંજવા લાગ્યાં, નાકોડાતીના વિકાસ-વિસ્તારમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણા નોંધપાત્ર રહી છે, પૂજ્યશ્રીના સંસારી પુત્રા અને પિરવારે બાદનવાડીથી નાકોડા તીને છરી પાલિત સંઘ કાઢવાનો, પૂજ્યશ્રીની નિશ્રાનેા, લાભ પણ લીધા છે.
પૂજ્યશ્રીના ચાર શિષ્યામાં મુનિશ્રી મકનવિજયજી અને મુનિશ્રી હુ સવિજયજી કાળધમ પામ્યા છે; જ્યારે મુનિશ્રી ઇન્દ્રવિજયજી અને મુનિશ્રી રાજશેખરવિજયજી વિદ્યમાન છે. સમ્રાટ અકબર પ્રતિબેાધક પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાટપર પરાએ ચાલ્યા આવતા સમુદાયમાં મેવાડ દેશોદ્ધારક અને નાકોડા તીર્થ્રોદ્ધારક પૂ. આ. શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજના કાળધમ બાદ તેમની પાટે, ૪-૫ વર્ષ ઉપર આચાય પદે આરૂઢ થયેલા પૂ. આ. શ્રી વિજયલક્ષ્મીસૂરિજી મહારાજ સમુદાયના નાયકપદે બિરાજી શાસનની શૈાભા વધારી રહ્યા છે. વંદન હજો એ સમસૂરિવરને !
શાંત – સૌમ્ય – સૌજન્યશીલ – શાસનપ્રભાવક
પૂ. આચાર્ય શ્રી વિવેકચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મહાપવિત્ર ભૂમિ સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરની પાસે ગૌતમગઢ ગામમાં દશા શ્રીમાળી સ્થાનકવાસી વેારા કુટુંબમાં શેઠશ્રી હરજીવનદાસને ત્યાં જડાવબેનની કુક્ષીએ પુત્રરત્નનો જન્મ થયા, જેનું નામ વાડીલાલ રાખ્યુ. વાડીલાલે ધેારણુ સાત સુધીનો અભ્યાસ કર્યો ત્યાં દુઃખની પર'પરા શરૂ થઈ : માતાપિતા પરલેાકવાસી બન્યાં. વાડીલાલને આ અસહ્ય આઘાતમાં કહે કે સાચી સમજ પ્રાપ્ત થતાં કહ્યુ, સ'સાર અસાર લાગતાં વૈરાગ્યની ભાવના જાગી. કુટુંબીઓની તીવ્ર મેાહ-મમતાના કારણે સંયમમા સહજ ન હતા. પણ મનને મક્કમ કરી સ્થાનકવાસી–
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org