________________
શ્રમણભગવંતો-ર
૫૮૭
ભારતભૂષણ આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ
પર્ધચંદ્રગચ્છના અર્વાચીન ઇતિહાસમાં મહાન પ્રતાપી, “દ્ધિારક' સમર્થ ધુરંધર આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીથી ગચ્છની પટ્ટપરંપરા ફરીથી “સંગી” પક્ષમાં આવી. પૂજ્ય આચાર્યદેવનું વ્યક્તિત્વ જાજરમાન હતું. પ્રાચીન પદ્ધતિનું ઉત્કૃષ્ટ પાંડિત્ય, જિનાજ્ઞાનિષ્ઠા, પ્રતાપ, સુવિશુદ્ધ સંયમ, તબળ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય -- આવા વિરલ ગુણેને સુંદર સમન્વય એમના જીવનમાં જોવા મળે. આબુની પાસે આવેલું વાંકડિયા વડગામ એમની જન્મભૂમિ. ઔદિચ્ય બ્રાહ્મણ દાનમલ એમના પિતા. દાનમલજીએ પિતાના ત્રણ પુત્ર–લખું, ભલુ અને કલુને પાર્ધચંદ્રગચ્છના યતિશ્રી હરચંદ્રજીને અર્પણ કર્યા. ભલુને શ્રી મુક્તિચંદ્રજી ગણિને સેં. યોગ્ય અભ્યાસ કરાવ્યા બાદ મુક્તિચંદ્રજીએ ભલુને દીક્ષા આપી, ભાઈચંદનું નામ રાખ્યું ભ્રાતૃચંદ્રજી.
સં. ૧૯૨૦માં જન્મેલા અને સં. ૧૯૩૫માં વિરમગામમાં દીક્ષા પામેલા શ્રી બ્રાતૃચંદ્રજીને દીક્ષા પહેલાં વિદ્વાન યતિજી પાસે અધ્યયન કરવાને સારો લાભ મળે, પણ દીક્ષાના ૬ દિવસ પછી તુર્ત જ ગુરુને સ્વર્ગવાસ થયે. આ ઘટના શ્રી બ્રાતૃચંદ્રજીને ભારે અસર કરી ગઈ. પૂર્વના આરાધક એ યતિજીને યતિ જીવનની શિથિલતા ગમતી ન હતી. ગુરુના સ્વર્ગગમને વૈરાગ્ય અને સંવેગની ભાવના તીવ્ર બની. યતિપણાને ત્યાગ કરી “સંગી” સાધુજીવન અપનાવવાનો નિર્ણય કર્યો ને સંઘે તેમની એ ભાવનાને વધાવી લીધી. માંડલના શ્રીસંઘે શ્રી કુશલચંદ્રજી મહારાજને “ક્રિયા દ્વાર ની વિધિ કરાવવા માટે માંડલ પધારવા વિનંતી કરી. સં. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૨ના દિવસે શ્રી ભાઈચંદજીએ શ્રી કુશલચંદ્રજી મહારાજના વરદ હસ્તે “કિયા ઉદ્ધાર કરી સંવેગી દીક્ષા લીધી. માંડલના સુજ્ઞ સંઘે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં કોઈ કચાશ રાખી નહિ. પાર્ધચંદ્રગચ્છના તે સમયના શ્રીપૂજ્ય (ગચ્છાધિપતિ) શ્રી હેમચંદ્રસૂરિજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. દીવામાંથી દીવો પ્રગટે એમ, પાર્ધચંદ્રગચ્છમાં સંવેગી પરંપરાને શુભારંભ કરનાર શ્રી કુશલચંદ્રજી મહારાજના હસ્તે એવા જ એક મહાપુરુષ શ્રી ભ્રાતૃચંદ્રજી સંવેગમાર્ગે વળ્યા.
શ્રી ભ્રાતૃચંદ્રજી થોડાંક વર્ષ શ્રી કુશલચંદ્રજી મહારાજ સાથે જ વિચર્યા. પછી સ્વતંત્ર વિહાર આરંભ્યો. થોડા જ સમયમાં એમની પ્રતિભા પૂર્ણરૂપે પ્રકાશી ઊઠી. એજસ્વી અને પાંડિત્યસભર પ્રવચનશૈલીને પ્રભાવ જનતા પર ખૂબ સુંદર પતે. જ્યાં જ્યાં જતા ત્યાંના ઠાકરે, નવા વગેરે પણ વ્યાખ્યાનેને લાભ લેતા. જેસલમેર, ભુજ, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડીના રાજવર્ગ તેઓશ્રીના અનુરાગી હતા. કેટલાંક રજવાડાંઓએ તેમના ઉપદેશથી પિતાના રાજ્યમાં જીવદયાના હુકમો બહાર પાડ્યા હતા. તેઓશ્રી જ્યાં જ્યાં વિચરતા ત્યાં ધર્મારાધનાનું જાણે પૂર આવતું. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. નાના-મોટા સૌને માટે તેઓશ્રી પ્રેરણાસ્ત્રોત બની જતા. તેઓશ્રીનું પાંડિત્ય ઊંચી કક્ષાનું હતું, પણ નમ્રતા અને નિખાલસતા બાળક સમી હતી. ગુણાનુરાગ અને મૈત્રીભાવ સાથે શાસનનિષ્ઠા અને હદયની વિશાળતાના કારણે સ્વપર ગચ્છમાં આદરપાત્ર બન્યા હતા. તેમણે સાહિત્યસર્જન ખાસ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org