________________
૫૮૮
શાસનપ્રભાવક નથી કર્યું, પણ પિતાના પ્રૌઢ પાંડિત્યથી વિદ્વર્ગને પણ પ્રભાવિત કરતા. તેમની પાસે વિદૂમંડલ જામેલું રહેતું. તેઓશ્રી જોતિષના વિશિષ્ટ જ્ઞાતા હતા. જોધપુરના મહામહોપાધ્યાય શ્રી મુરારિદાનજી, આશુકવિ શ્રી નિત્યાનંદજી, વિદ્યાભૂષણ શ્રી ભગવતીલાલજી જેવા ધુરંધર પંડિત તેમના પ્રશંસક અને પ્રેમી હતા. શત્રુંજય, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થોના છ'રી પાળતા સંઘ, પાઠશાળાઓની સ્થાપના, જ્ઞાનભંડારોનું નિર્માણ, જિનમંદિરના જીર્ણોદ્ધાર વગેરે શાસન્નતિનાં અનેક કાર્યો એમના ઉપદેશથી સારી એવી સંખ્યામાં થયા. સં. ૧૯૬૭માં શિવગંજમાં તેઓશ્રીને આચાર્યપદવી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ છ વર્ષમાં જ, સં. ૧૯૭૨માં અમદાવાદમાં તેમને સ્વર્ગવાસ થયે. પૂજ્યશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વથી અને સાધુત્વથી પ્રભાવિત થયેલા કચ્છના મહારાજા અને વિક્રમંડળે ભૂજમાં સં. ૧૯૪૨માં તેમને “ભારતભૂષણ” બિરુદથી બિરદાવ્યા હતા. પૂજ્ય આચાર્યશ્રીના ૬ શિષ્ય હતા, જેમાંથી શ્રી સાગરચંદ્રસૂરિજી તેમના પટ્ટધર બન્યા. એવા એ મહાપ્રભાવી મહામાને ભાવભીની વંદના!
વિદ્વદ્વર્ય શ્રી સાગરચંદ્રસૂરિજી મહારાજ
ભારતભૂષણ પૂ. આ. શ્રી. બ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના પટ્ટધર પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીધિરજીનું જીવન એકનિષ્ઠ શાસનસેવકનું જીવન કહી શકાય. તેઓશ્રી જૈનશાના વિશિષ્ટ જ્ઞાતા હેવા સાથે સ્પષ્ટવક્તા અને જિનાજ્ઞાના ચુસ્ત સમર્થક હતા. જન્મભૂમિ – નાના ભાડિયા (કચ્છ). પિતા ધારશીભાઈ. જ્ઞાતિ – વિશા ઓસવાળ જન્મ – સં. ૧૯૪૩. દીક્ષા – ૧૫ વર્ષની વયે ખંભાતમાં સં. ૧૯૫૮માં. દીક્ષા ગ્રહણ કરીને તીવ્ર મેધાવી શ્રી સાગરચંદ્રજીએ કેટલાંક વર્ષ અધ્યયનમાં ગાળી સુંદર વિદ્વત્તા પ્રાપ્ત કરી. તેઓશ્રી સુંદર વક્તા પણ હતા. સાહિત્ય અને ઇતિહાસના પ્રેમી આચાર્યશ્રીએ પાર્ધચંદ્રગચ્છના ઇતિહાસ અને સાહિત્યને લગતાં વિવિધ પુસ્તકો બહાર પાડડ્યાં હતાં. આ સં. ૧૯૦માં અમદાવાદમાં યોજાયેલ ઐતિહાસિક મુનિસંમેલનમાં તેમની વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાનને જૈનજગતને સારો પરિચય મળે. અંતિમ નિર્ણય લેનારી ૯ સભ્યની સમિતિમાં મુનિશ્રી સાગરચંદ્રજીને પણ સમાવેશ થયેલ હતું. એ સમિતિમાં ૮ આચાર્યા હતા,
જ્યારે શ્રી સાગરચંદ્રજી માત્ર મુનિ” હતા. આ તથ્ય તેમની વિદ્વત્તાને જાહેર કરે છે. સં. ૧૯૩ માં પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજીના પ્રશિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયઉમંગસૂરિજીના હસ્તે અમદાવાદમાં તેઓશ્રીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા તે પછી બે વર્ષની અંદર જ, ૧૯૯૫ માં, ધ્રાંગધ્રા મુકામે કાળધર્મ પામ્યા. સ્પષ્ટવક્તા, સંયમનિષ્ઠ, સાહિત્યપ્રેમી અને વિદ્વાન સૂરિજીના ઉપદેશથી વિવિધ ધર્મ કાર્યો વિવિધ સ્થળે થયાં. તેઓશ્રી પાર્ધચંદ્રગચ્છના છેલ્લા આચાર્ય છે. એટલે કે એમની પાટે આચાર્ય તરીકે કઈ આવ્યા નથી. એવા એ સમર્થ સૂરિવરને કેટિશઃ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org