________________
શ્રમણભગવત-૨
૫૯૧
વાત્સલ્યમૂર્તિ સંઘહિતચિંતક મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ શ્રમણભગવંતેનું કાર્ય દ્વિવિધ હોય છે–આત્મસાધના કરવી અને અન્યને આત્મસાધનામાં સહાયક બનવું. આ બંને કાર્ય કરવામાં કષ્ટ પડવાનું જ. એ કષ્ટ સહન કરવું એ સાધુનું ત્રીજું કર્તવ્ય બની જાય છે. સંઘ-સમુદાયના નાયકપદે આવતા મુનિવરેને સંઘસંચાલનનું એક વધુ કાર્ય કરવું પડે છે. જેનશાસનને આવા અનેક સંઘનાયક આચાર્યાદિની સેવા મળી છે. પૂજ્યશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ એવા એક નેતૃત્વવાહક મુનિવર હતા. જન્મભૂમિ – નાના ભાડિયા (તા. માંડવી, કચ્છ ). જન્મ-સં. ૧૯૬૮. પિતા-શ્રી રતનશીભાઈ માતા-શ્રીમતી તેજબાઈ સંસારી નામ - વસનજીભાઈ સરલાત્મા ધર્મપ્રિય વસનજીભાઈ બાર વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવ્યા અને પૂર્વસંસ્કારબળે વૈરાગી બન્યા. ગુરુમહારાજ પાસે સંયમગ્રહણ કરવાની ભાવના જણાવી. પૂજય આચાર્યદેવ દીક્ષાથીની કેળવણી અને કટીના ખૂબ આગ્રહી હતા. ત્રણ વર્ષના અભ્યાસ અને તાલીમ બાદ સં. ૧૯૮૩માં ભાડિયામાં તેમની દીક્ષા ભારે ઠાઠથી થઈ. ગુરુમહારાજની કડક કેળવણી હેઠળ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજીએ જ્ઞાન અને અનુભવનું સારું એવું ભાથું મેળવ્યું. સં. ૧૯૯૫માં ગુરુદેવને સ્વર્ગવાસ થયા પછી સંઘ અને સમુદાયને સઘળે કાર્યભાર તેમણે કુશળતાથી વહન કર્યો. કાઠિયાવાડ, કરછ, મારવાડ અને મુંબઈ તેમનાં મુખ્ય વિહારક્ષેત્રે હતાં.
મુંબઈને તેમને વિહાર સંઘ માટે ઘણે ઉપકાર નીવડ્યો. મુંબઈમાં પાર્ધચંદ્રગચ્છની નવરચના તથા ઉપાશ્રયનું નિર્માણ એ તેઓશ્રીના દીર્ઘદ્રષ્ટિભર્યા માર્ગદર્શનની ફળશ્રતિ હતી. તેઓશ્રીના જીવનના ધ્યાનાકર્ષક ગુણ હતા-વાત્સલ્યભાવ અને સરળતા. સાધુ-સાધ્વીઓ તરફ તેઓશ્રી વિશેષ વાત્સલ્ય વહાવતા. સંઘ-સમુદાયના પ્રશ્નને ઉકેલ તેઓશ્રી હંમેશાં વાત્સલ્ય અને વ્યવહારું દૃષ્ટિકોણથી જ લાવતા. પ્રવૃત્તિઓમાં વ્યરત રહેતા હોવા છતાં આત્મજાગૃતિ ટકાવી રાખવાને પુરુષાર્થ ચાલુ જ રહેત, આધ્યાત્મિક શાસ્ત્રોનાં સ્વાધ્યાય અને વાચન-મનન તેમને સવિશેષ પ્રિય હતાં. તેમના સંસારી લઘુબંધુ પણ તેમના પગલે ચાલીને તેમના શિષ્ય બન્યા, જેમાં આજે પાર્ધચંદ્રગચ્છના સંઘસ્થવિરપદે વિરાજે છે, જેઓશ્રીનું નામ છે પૂજ્યશ્રી રામચંદ્રજી મહારાજ. તેઓશ્રી પણ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષે તત્વવિચાર અને સ્વાધ્યાયમાં વિશેષ લીન રહે છે. સં. ૨૦૨૫માં પિષ સુદ ૧૦ની રાતે, બીકાનેર મુકામે પૂ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા. સંધ માટે આ ઘટના વાઘાત સમી હતી. ૪૨ વર્ષના દીક્ષા પર્યાય અને પ૭ વર્ષની ઉંમરમાં પ. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે આત્મસાધના અને શાસનસેવાના આદર્શોને અમલી બનાવવા સાથે પુરુષાર્થપૂર્ણ સંયમયાત્રા ખેડી તેની સ્મૃતિસુવાસ આજે પણ એવી જ મહેકી રહી છે. કેટિ કોટિ વંદન હજો એ મુનિવરને!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org