________________
શ્રમણભગવત-૨
૫૮૫
પ્રતિદિન જેમાં હાસ થઈ રહ્યો છે એવા આજના ભૌતિક યુગમાં શ્રી પાર્ધચંદ્રસૂરિ સમા સ તેને શુદ્ધિને સંદેશ સાંભળી, આપણે યથાશકિત સમ્યફ આચાર અને સમ્યફ વિચારના આરાધક બનવું એ જ એ આત્મનિષ્ઠ મહામુનિને વાસ્તવિક હાદિક વંદના ગણાશે!
- શ્રી પાર્શ્વચંદ્રગછના પ્રભાવક શ્રમણુભગવંતો :
મંડલાચાર્યશ્રી કુશલચંદ્રજી ગણિવર વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મ વિશાળ પાયા પર કાયાપલટ કરી, સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈનસંઘ બહાર આવ્યું. એ સમયને “સંધિકાળ” કહી શકાય. જેનસંઘના દરેક ગચ્છમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર મુનિવર પાક્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી કરી. કરછ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું કાર્ય જાણે કે પૂ. શ્રી કુશલચંદ્રજી મહારાજને સેંધાયું હતું. કચ્છમાં ધર્મવિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને ફાળે જ જાય છે. શ્રી પાર્ધચંદ્રગચ્છના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે લુપ્ત થયેલી સુવિહિત મુનિપરંપરાને તેઓશ્રીએ સજીવન કરી, કચ્છકાઠિયાવાડ-હાલારના પ્રદેશમાં, ગચ્છના ભેદ વગર, તેઓશ્રીની નિમળ સાધુતાને એવો પ્રભાવ વિસ્તર્યો કે જુદા જુદા ગચ્છના યતિઓ પણ તેમને આદર કરતા. તેઓશ્રી પદવી ધારક ન હોવા છતાં પાર્ધચંદ્રગચ્છ અને કચ્છની જેની જનતાએ તેમને “મંડલાચાર્ય ', “ગણિવર' જેવી માનવાચક પદવીથી નવાજ્યા.
જન્મભૂમિઃ કોડાય (તા. માંડવી, કચ્છ). પિતા – શ્રી જેતસીભાઈ માતા – શ્રી ભમઈબાઈ જન્મ સં. ૧૮૮૩. સંસારીનામ – કેરશીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કેરશીભાઈને વૈરાગ્યને રંગ લાગ્યું. બીજા થોડાક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈએ ધર્મક્ષેત્રે ક્રાંતિ આણવાને સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દઢ કરવાની તેમની વાતને કેરશીભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. હેમરાજભાઈએ એવું પણ નકકી કરેલું કે પાંચમની સંવત્સરી કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય એવા ગુરુ પાસે જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલીતાણા પહોંચી. ત્યાં બિરાજમાન પાર્ધચંદ્રગચ્છના શ્રી પૂજ્ય શ્રી હર્ષચંદ્રસૂરિજી પાસે તેઓને દીક્ષા લેવી હતી, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેઓશ્રી વડીલેની રજા વિના દીક્ષા નહિ આપે. શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. સંઘના અગ્રણીઓને ખબર પડી. તેઓની દઢતા જોઈને તેને સ્વીકારી લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતી કરી. આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, શ્ર. ૭૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org