________________
૫૮૪
શાસનપ્રભાવક
રત્નકેશ, વિધિશતક, વિધિવિચાર-વગેરે ગ્રંથોમાં એમણે કરેલા ક્રિોદ્ધારની પાર્શ્વભૂમિકા જણાય છે. સાથે સાથે તેમના આગમપરિશીલનથી નિષ્પન્ન તથા અનેકાંતવાદરંજિત વિચારેની સ્પષ્ટતા અને તર્કબદ્ધતા છતી થાય છે. સંખ્યાબંધ પ્રકરણ, છત્રીશીઓ, બત્રીશીઓ, કુલકે, રાસે, સ્તવન, સાયે, સ્તુતિઓમાં એમની કવિત્વશક્તિ. વિદ્વતા, અધ્યાત્મનિષ્ઠા અને પ્રભુભક્તિના સુંદર દર્શન થાય છે. પ્રશ્નકરેના સમાધાન માટે એમણે લખેલા વિસ્તૃત ચર્ચાપ પણ મળે છે.
- આગવું અર્પણ: સાહિત્યક્ષેત્રે દાદાસાહેબનું આગવું અર્પણ છે – આગમન ટબ્બા. પવિત્ર જેનાગમને પ્રચલિત લેકભાષા ગુજરાતીમાં અનુવાદ કરવાની પહેલ એણે કરી. આ ટબાઓ પ્રાચીન ગુજરાતી ગદ્યસાહિત્યનું મુખ્ય અંગ છે, અને દાદાસાહેબે આ રીતે સામાન્ય જનતા માટે આગમનું અધ્યયન સુલભ કરી આપ્યું. આ તથ્યને સ્વીકારે ભારતીય ધર્મોના અભ્યાસી દેશ-પરદેશના વિદ્વાનોએ કર્યો છે. દાદાસાહેબના રચેલા આવા ૬-૭ ટમ્બાઓ ઉપલબ્ધ છે.
' અંતર્મુખ આરાધના : શ્રી પાર્ધચંદ્રસૂરિ કેવળ પ્રચારક ન હતા. આજનાં આંદોલનના નાયક જેવા વાણી અને વર્તનના સુમેળ વિનાના ન હતા. માત્ર સમાજ અને સંઘને સુધારવામાં જ અટવાઈ જઈ, અંતર્મુખતા-આત્મસાધનાથી દૂર રહેતા નીકળી ગયા, એ તથ્ય પણ એમના જીવનમાં નોંધવા જેવું છે. એમનાં રચેલાં સ્તુતિ, સ્તવન, કાવ્ય વગેરે સાહિત્યમાં ભક્તિનું તત્વ રસાયેલું જોવા મળે છે. વિવિધ પ્રકારનાં તપ એમના જીવનમાં અગ્રસ્થાન ભેગવે છે. જીવનના પાછલાં વર્ષોમાં તેઓશ્રી નાગેરમાં વિશેષ સ્થિરતા કરતા હતા. ત્યાં “સાત કેટડીને ઉપાશ્રય” હજી હમણાં સુધી હતું, તેની ઓરડીમાં દાદાસાહેબ એકાંતમાં ધ્યાન–સાધના માટે બેસતા. આમ, આંતર અને બાહ્ય–બંને પ્રકારની સંતુલિત આરાધના દાદાસાહેબની સ્વસ્થ વિચારશૈલીની દ્યોતક છે.
સ્વર્ગગમન : વિવિધ દેશના, વિવિધ ધર્મોના, વિવિધ ભૂમિકા પર ઊભેલા સંતના જીવનમાંથી “શિવમસ્તુ સર્વજગતઃ મને જ ધ્વનિ સંભળાય છે, ભલે તીવ્ર હોય કે મંદ હોય પણ સૂર એ જ હશે. શ્રી પાર્ધચંદ્રસૂરિ તે પરમ કારુણિક વીતરાગ ભગવંતના માર્ગે ચાલનારા એક મહામુનિ હતા. ૬૬ વર્ષ જેટલા દીક્ષા પર્યાય અને પરમ તત્વની સઘન સાધના કરી, જીવનના સંધ્યાટાણે, પ્રકૃતિના અફર નિયમને માન આપીને, દાદાસાહેબે જોધપુરમાં અનશન આદર્યું. સં. ૧૬૧રમાં માગશર સુદ ને દિવસે એમને દેહવિલય થયે. જૈનશાસનના
તિર્ધર મહાપુરુષની માળાના એક મૂલ્યવાન મણકા સમા દાદાસાહેબ શ્રી પાર્ધચંદ્રસૂરિજી મહારાજનું નામ, શ્રદ્ધાશુદ્ધિ, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિના પ્રખર પુરસ્કર્તા તરીકે સદા ચમકતું રહેશે. તેઓશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વ અને કૃતિત્વને કારણે નાગેરી તપાગચ્છને જનતાએ
પાર્ધચંદ્રગ૭” રૂપે ઓળખવા માંડ્યો. જોધપુરમાં એમના અગ્નિસંસ્કારસ્થળે સ્તૂપ બનાવ વામાં આવ્યું, જે આજે પણ મોજૂદ છે. અન્ય કેટલાંક શહેરો-ગામમાં પણ એમની પાદુકાઓ વિદ્યમાન છે. શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજના જીવન અને એમની કૃતિઓ વિશે વધુ સંશોધન થાય એ ઇચ્છનીય છે. એમાં સંશોધનને પણ પૂરતે અવકાશ છે. અંતમાં, નૈતિક મૂલ્યોને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org