________________
શ્રમણભગવંતો-૨
પ૬પ
એમણે મુંબઈથી સમેતશિખરજીને સંઘ અને સમેતશિખરથી શત્રુંજયને છ રીપાલિત સંઘ કઢાવ્ય એ એમની વિરલ સિદ્ધિ લેખાય. એમણે સમેતશિખરમાં ૨૦ જિનાલયનું નિર્માણ ધર્મશાળા સહિત કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયનાં નિર્માણનું કાર્ય ઉપાશ્રયે, ધર્મશાળા વગેરે સહિત ચાલુ કરાવ્યું.
- જૈન–એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને પ્રચાર કર્યા. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશને અને સંમેલન યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ પદવીથી રાંધ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રાનાં બે અધિવેશનમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘ પધાર્યા હતા. ૭૨ જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં અક્ષયતૃતીયાના દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમાં વરસીતપનું પારાણું કરાવવા ઈશ્કરસ વહેરાવ્યો. એમની પ્રેરણા અને સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક યુવક અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧પથી વધુ સાધ્વીઓએ દીક્ષા લીધી, અને પચાસેક સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શિષ્ય પૂ. ગુણોદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય પદવી અપાઈ છે. આમ, એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છને સાધુ-સાધ્વીજીને વિશાળ સમુદાય ઊભું થયું છે.
પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનનાં જે વિવિધ કાર્યો કર્યા તેમાં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિમરણ ન થવું જોઈએ. તેઓશ્રી શ્રત સાહિત્યના અભ્યાસી હતા, સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાના પ્રખર પંડિત હતા, કવિ પણ હતા. ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરે છે. તેઓશ્રીએ આર્ય રક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સંસ્કૃત ભાષામાં રચેલાં છે. ઉપરાંત, સમરાદિત્ય ચરિત્ર (લઘુગદ્ય), ત્રિષષ્ટિ સારદ્વાર તેમ જ પર્વકથાસંગ્રહ, શ્રીપાલચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર વગેરે ગ્રંથ રચ્યા છે. તેમણે અનેક સ્તવને, મોટી પૂજાઓ, ચઢાળિયાં, સ્તુતિઓ, દુહાઓ, પ્રાર્થનાઓ વગેરેની પણ રચના કરી છે. એક લાખથી વધુ પ્રમાણ જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં, ગદ્યમાં અને પદ્યમાં, એમના હાથે રચાયું છે, જે તેઓશ્રીની મહાન સિદ્ધિ છે. એમનાં કેટલાંયે સ્તવનો રેજની ધાર્મિક વિધિમાં અનેક ભાવિકેને મુખે ગવાતાં સંભળાય છે. પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ અત્યંત સરળ હદયના અને વત્સલ સ્વભાવના હતા. પિતાના શિષ્યને પિતાતુલ્ય રહીને સંભાળતા, તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. વિક્રમની એકવીસમી સદીને ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૩૦ ને સોમવારે મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કેટ કેટિ વંદના !
(સંકલન : “પ્રબુદ્ધ જીવન માંના ડો. રમણલાલ ચી. શાહના લેખને આધારે)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org