________________
શ્રમણભગવા–ર
૫૮૧
આચાય પદ–સ. ૧૯૧૫. સ'. ૧૯૩૯માં વીરમગામમાં એક અંગ્રેજ અમલદારને તળાવ પર પક્ષીઓના શિકાર કરતા અટકાવેલા. છંછેડાયેલા અમલદારે ખૂનના પ્રયાસ કરવાના ખોટા આરોપ મૂકીને તેમને કોર્ટીમાં ઘસડચા. પણ અંગ્રેજ ન્યાયાધીશે નિર્દેષ ઠરાવી છેડી મૂકવા. આ મુકદ્માએ સમગ્ર હિંદમાં ભારે ચકચાર જગાવેલી. તે સમયના પ્રસિદ્ધ અખબારોએ જૈનાની જીવદયાની ભાવનાની નોંધ લઇ, અંગ્રેજોની જોહુકમીની કડક ટીકા કરી હતી. શ્રી ચંદ્રસૂરિના સવેગી શિષ્ય શ્રી કુશલચદ્ર ગણિએ પાર્શ્વચંદ્રગચ્છમાં સવેગી પર પરા પુનર્જીવિત કરી. ૭૩. શ્રી ભાતૃચંદ્રસૂરિ. સ’. ૧૯૩૭માં શ્રી કુશલચંદ્રજી ગણિની નિશ્રામાં ક્રિયાદ્વાર કર્યાં. આચાર્ય પદ્મ સ'. ૧૯૬૭. ૭૪. શ્રી સાગરચંદ્રસૂરિ, આચાય પદ–સ. ૧૯૯૩.
પરમ શાસનપ્રભાવક, પ્રૌઢ પ્રતાપી, મહાન ક્રિયાદ્વારક, યુગપ્રધાન પરમ પૂજ્ય આચાર્ય પુંગવશ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જૈન મુનિપર'પરામાં દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ એક મહાન ક્રિયાદ્ધારક તરીકે પ્રથમ હરોળમાં છે. વિક્રમના સેાળમા શતકમાં જૈનધર્મોની શ્રમણપર પરામાં સુવિહિત ( શાસ્ત્રાનુસારી ) આચાર્ય ધમની પુનઃ સ્થાપનાના ઉદ્દાત્ત અભિયાનના પ્રખર પુરસ્કર્તા તરીકે તેમનું નામ જૈન ઇતિહાસના મહાન શાસનપ્રભાવક આચાર્યની પ`ક્તિમાં સ્થાન પામી પ્રાતઃસ્મરણીય અને ચિરસ્મરણીય બની ગયું. શિથિલાચાર, અવ્યવસ્થા અને આલસ્યમાં ફસાયેલા શ્રમણસંઘને સક્રિય, સુવ્યવસ્થિત અને જાગૃત કરવામાં તેએશ્રીએ પેાતાની સમગ્ર શક્તિ સમર્પિત કરી અને આખા યુગને સાચા વળાંક આપ્યા. તેઓશ્રી યુગપ્રધાન હતા. યુગપ્રધાનમાં જોવા મળતી વિવિધ લાક્ષણિકતા તેઓશ્રીના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
અસામાન્ય પ્રતિભા : ગિરિરાજ આબુની સમીપમાં હમીરપુર નામનું નગર છે, જે આજે હમીરગઢ નામે નાના ગામડા રૂપે વિદ્યમાન છે, ત્યાંના પારવાડવ’શીય શ્રેષ્ઠી શ્રી વેલગશાહનાં પત્ની વિમલાદેએ ચંદ્રસ્વપ્નથી સૂચિત પુત્રને જન્મ આપ્યા. સ્વપ્ન અનુસાર માતા-પિતાએ બાળકનું નામ પાડ્યું. પાસચંદ્ર. સ. ૧૫૩૭ના ચૈત્ર સુદ ના શુભ દિને આ હોનહાર બાળકના જન્મ થયેા હતેા. કહેવાય છે કે કેટલાક આત્માએ જન્મીને મહાન બને છે, જ્યારે કેટલાક આત્માએ જન્મે જ મહાન હોય છે. શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જન્માત મહાનતાના સ્વામી હતા. કોઈ ઉચ્ચ જીવનકાય લઈ ને આવ્યા હાય એમ પ્રારભથી જ એક ચાક્કસ દિશામાં વણથંભી કૂચ કરતા ગયા. માત્ર નવ વર્ષોંની વયે પાસચંદે નાગેરી તપાગચ્છના પન્યાસ શ્રી સારત્ન પાસે દીક્ષા લીધી. ટૂંક સમયમાં જ્ઞાનની વિવિધ શાખાઓમાં પ્રાવીણ્ય મેળવી લીધુ. જૈનાગમાના અભ્યાસ ખૂબ ઊંડાણથી કર્યો. એમની વિદ્વત્તા તથા આગમજ્ઞાનને જોઈ ને પ્રસન્ન થયેલા નાગેરી તપાગચ્છના અધિપતિ શ્રી સેમરત્નસૂરિએ સ. ૧૫૫૪માં એમને ઉપાધ્યાયપદ આપ્યુ. એ વખતે એમના દીક્ષાપર્યાંય માત્ર નવ વર્ષના અને ઉંમર સત્તર વર્ષની હતી. આ હકીકત એમની અસામાન્ય પ્રતિભાની દ્યોતક છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org