________________
શ્રમણભગવંત-૨
૧૨૯ સં. ૧૯૭૨માં પૂજ્યશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ વિદ્વાન મુનિવરે સંસ્કૃત ભાષામાં વૈરાગ્યરસથી ભરપૂર ભીમસેનચરિત્ર, ચંદ્રરાજચરિત્ર, અજિતસેન– શીલવતી-ચરિત્ર, કલ્પસૂત્ર સુખદધિ વૃત્તિ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ચરિત્ર, શોભન સ્તુતિટીકા, આદિ અનેક પ્રાચીન સંસ્કૃત, પ્રાકૃત ચરિત્રગ્રંથનું ગુર્જર ભાષામાં ભાષાંતર કર્યું. કુમારપાલ ભૂપાલ ચરિત્ર, સુરસુંદરી ચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર, ગીતપ્રભાકર, ગીતરત્નાકર, કાવ્યસુધાકર વગેરે છે તેમ જ સંવેગ-છત્રીસી તાત્વિક આગમ દેહન ગ્રંથનું આલેખન કરી મહાન શાસનપ્રભાવના કરી. અમદાવાદ, સુરત, મુંબઈ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતિજ, વડાલી, ઈડર, પાલનપુર, મહેસાણા, ઊંઝા, પાલીતાણા, જામનગર, પેથાપુર, માણસા વગેરે અનેક સ્થળેએ પ્રાભાવિક ચાતુર્માસ કરી, અનેક પુણ્યાત્માઓને ધર્માભિમુખ કર્યા. સં. ૧૯૮ના મહા માસમાં પ્રાંતિજ મુકામે પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીયપદે, આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૧૯૮૫ના આ સુદ ૩ને દિવસે આ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી કાળધર્મ પામ્યા. એવા એ જૈનસાહિત્યના મહાન સર્જક મહાત્માને શતશઃ વંદન ! ))
(સંકલન : ચરણરજ “સુમન.” )
પરમ શાસનપ્રભાવક સૌમ્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી અદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને જન્મ વઢવાણ શહેરમાં સુશ્રાવક ટોકરશીભાઈના ગૃહે માતા અકલબેનની રત્નકુક્ષિએ થયેલ હતું. તેમનું સંસારી નામ લક્ષ્મીચંદ હતું. સંસ્કારી વિનમ્ર અને વૈરાગ્યવાસિત આમા બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. શ્રાદ્ધવર્ય કુટુંબ એટલે બાળપણથી ધાર્મિક સંસ્કાર પણ અટલ મળ્યા. દેવદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ નિયમિત ચાલતા હતા. એવામાં શ્રી ખાંતિવિજયજી મહારાજના શિષ્ય શ્રી મેહનવિજ્યજી મહારાજને સમાગમ થયે. તેઓશ્રીની વાણીના પ્રભાવે અંતરદષ્ટિ ખૂલી ગઈ. તેમનાં બહેન ગોધાવી રહેતાં હતાં. ત્યાં જવાનું થતાં પૂ. શ્રી રવિસાગરજી મહારાજ સાથે મિલન થયું. તેઓશ્રીના ઉપદેશથી ચારિત્ર લેવાની ભાવના જાગી. પૂ. શ્રી રવિસાગરજી મહારાજે તેમને ત્યાગપ્રવર શ્રી સુખસાગરજી મહારાજ પાસે મોકલ્યા. ત્યાં શ્રી સંધ સમક્ષ સં. ૧૯૬૪માં મહા વદ ૬ને દિવસે પ્રત્રજ્યા અંગીકાર કરી, મુનિશ્રી ઋદ્ધિસાગરજી બન્યા. ત્યાર બાદ ઊંઝામાં પૂ. શ્રી પ્રતાપવિજયજી પાસે ગોદ્ધહન કરી વૈશાખ વદ ૬ને દિવસે વડી દીક્ષા લઈ, પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના શિષ્ય તરીકે ઘોષિત થયા. પૂ. ગુરુદેવશ્રી તથા પૂ. દાદાગુરુ પાસે વિદ્યાભ્યાસ ચાલુ રાખ્યું અને વિપુલ જ્ઞાન સંપાદન કર્યું. જામનગર ચાતુર્માસ સમયે તેઓશ્રીને
શ્ર. ૧૭
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org