________________
શ્રમણભગવ તા-૨
૩૦૫
સત્યનું દર્શન થતાં આપણા આત્મા મહાપુરુષોનાં જીવનને પથપ્રદર્શક માનીને આગળ ડુંગ માંડે છે. એટલે જ મહાપુરુષાનાં ચિત્રો જેમ જેમ વંચાય, લખાય, ચિંતન-મનનમય રહે તેટલા સ`સારીને લાભ થાય છે. સામાન્ય સ`સારીઓને ભવસાગર તરવા માટે મહાયાન સમાન અને છે. પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવન પણ એવા આદર્શરૂપ હતું.
સૌરાષ્ટ્રમાં અનેક દાનવીર, શીલવીર, તપવીર મહાનુભાવાથી શેાભતી અને ચરમ તીર્થ પતિ શ્રી વર્ધમાનસ્વામીના પુનિત નામથી પ્રસિદ્ધ વમાનપુર ( વઢવાણ નગરી )માં પૂજ્યશ્રીએ દેહ ધારણ કર્યાં હતા. આ નગરમાં વસતા જૈન અગ્રણી વીસા શ્રીમાળી શ્રી જેતશીભાઈ જીવરાજભાઈનાં ધર્મપત્ની જડાબેનની કુક્ષિએ સ. ૧૯૫૫ના કારતક સુદ પૂર્ણિમાએ જન્મ લીધે. કલિકાલસર્વજ્ઞ ભગવત શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના જન્મદિને જન્મ લઈને તેમણે જૈનશાસનની સેવાને એક સ`કેત રચી દીધા હતેા ! તેમનું સસ્પેંસારી નામ ચુનીલાલ પાડવામાં આવ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી ' એ ન્યાયે ખાલ્યકાળથી જ ચુનીલાલનુ મન સંસારમાં લાગવાને બદલે વૈરાગ્યભાવ તરફ વધુ હતુ. માનવજન્મ મળવા એ દુંભ છે, કારણ કે મેક્ષ મેળવવામાં એક માત્ર માનવજન્મ જ સાધનભૂત છે. એમાંયે ઉચ્ચ કુળમાં અવતાર મળવા એ એનાથી યે દુર્લભ છે, એનાથી આત્મા સહેલાઇથી મેાક્ષમાગે ગતિ કરી શકે છે. મહાજન અને સજ્જન પિરવારમાં ચુનીલાલ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણમાં રસ લેવા માંડે છે. ગુજરાતી પાંચ ધારણના અભ્યાસ કરીને અધ્યાત્મજીવન તરફ વળી જાય છે. એમાં માતાના અવસાનના આઘાત ચુનીભાઈ ને વૈરાગ્યભાવના તરફ વાળી દે છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૦ વષઁની હતી. તેા પણ તેમને દીક્ષા લેવાની ભાવના જાગી. આટલી કુમળી વયે દીક્ષા લેવાની વાતે સગાં-સ’બધીએ વિરોધ કરવા માંડયા. છતાં વૈરાગ્યવાસિત પુત્રને જોઇ પિતાએ અનુમતિ આપી. સ. ૧૯૬૫માં ધર્મરાજ્યની રાજધાની સમા રાજનગરમાં સ્થાનકવાસી દીક્ષા લીધી, અને મુનિશ્રી ચુનીલાલજી બન્યા. પુત્રને સયમમાગે આનદિત જોઈ ને પિતા છ મહિનામાં સ્વગે` સિધાવ્યા. નાની વયે દીક્ષા લીધી તેથી ઘણાં લોકો પૂજ્યશ્રીને પ્રશ્નો કરતા. પૂજ્યશ્રી તે સમયે પણ ઘણા જ તાત્ત્વિક અને સાત્ત્વિક જવાએ આપીને સૌને આશ્ચયમાં નાખી દેતા. તેઓશ્રી કહેતા કે ‘હુ' જેને ચાક્કસ જાણું છું તેને કયારે પામીશ તે જાણતા નથી; પણ એ આવશે અવશ્ય, તેની મને ખાતરી છે. એટલે જ ક્ષણજીવી સુખાને છોડીને આ શાશ્વત સુખના માગ સ્વીકાર્યો છે. સ'સારનાં સુખ ભોગવવાની ઇચ્છા હોત તે તે વિપુલ સુખસામગ્રી પડી છે. માતાપિતા અને કુટુંબની મમતા છે, સાધનસમ્પન્ન જીવન છે; પરંતુ સંસારી સુખની સ્થિતિ કાયમી હોતી નથી. એમાં સશક્ત કચારે અશક્ત બને, નિરેગી કચારે રાગી બને, ધનવાન કયારે દરિદ્ર બને તે કહેવાય નહીં. સંસારી સુખ કયારે આપણને ડી દે તે કહેવાય નહીં. એ પૌલિક હોય છે. એ સુખાને હું સુખ માનતા નથી. માટે જ આ શાશ્વત સુખને માગ સ્વીકાર્યો છે. ' અને આ ઉંમરે પણ અંતરાત્માના આનંદની–શાશ્વત આત્મસુખની શોધ કરનાર પૂર્વજન્મના અભ્યાસી શ્રી ચુનીલાલજી મહારાજ આત્મસ્વરૂપની
૨ ૩૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org