________________
શ્રમણભગવંતો-૨
આગળથી એખલ થયેલો આપણે પ્રાચીન ઇતિહાસ પુનઃ પ્રકાશમાં દીપી ઊઠે, એનાથી સંઘસમાજમાં જાગરણ પેદા થાય, એ આંદોલન જેનસંઘ પૂરતું જ સીમિત ન રહેતાં સમગ્ર માનવસમાજમાં વ્યાપી વળે એવી અપેક્ષા સાથે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુ પામે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણકમળમાં શત શત વંદના !
સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ, પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
અરિહંત પરમાત્માની ભક્તિ માટે જ્યાં પાંચ પાંચ ગગનચુંબી જિનાલયો શેભી રહ્યાં છે એવું પહાડી પ્રદેશની ગોદમાં સેડ તાણીને રહેલું પ્રાકૃતિક સૌંદર્યવંત, રાજસ્થાનના ભૂષણ સમું ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં શ્રાવકેની આરાધના માટે પાંચ પાંચ પૌષધશાળાઓ છે. આ ગામમાં સંસ્કારી કુટુંબોની પ્રથમ હરોળમાં આવતું જેઠાજી ભેરાજીનું કુટુંબ છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા ગુલાબબેનની કુક્ષિથી સં. ૧૯૭રના આસો સુદ ૧૪ના શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. નામ આપ્યું ચંદનમલ. ખરેખર, ચંદન જેવી સુવાસને ફેલાવતું એમનું જીવન હતું. પૂર્વજન્મના સંસ્કારવારસાને કારણે ધાર્મિક રુચિ જોરદાર હતી. એમાં માતાપિતાના સંસ્કારો પૂરક બન્યા. ચંદનમલજી ક્યારેય વડીલેને વિનય ચૂક્યા નથી. ચંદનમલજી
જ્યાં યૌવનાવસ્થાના ઉંબરે આવીને ઊભા ત્યાં જ લગ્નબંધનથી બંધાઈ ગયા. વ્યવસાયાર્થે વતન છોડી મુંબઈ-નળબજારમાં રહેવાનું થયું. સદ્ભાગ્યે આરાધના માટે ભૂલેશ્વર-લાલબાગમાં દેરાસર-ઉપાશ્રય આવતાં-જતાં પૂ. સાધુમહારાજાઓને સમાગમ અને જિનવાણી શ્રવણને લાભ મળતે. ઉપરાંત, વ્યાખ્યાન-વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનનું પ્રકાશિત પુસ્તક “જેનપ્રવચન” વાંચવામાં આવ્યું, જેના પરિણામે એમનામાં વૈરાગ્ય પલ્લવિત થયે. પ્રવજ્યાના પંથે પ્રયાણ કરવાની ભાવનાથી તાલીમાર્થે પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિશ્રી સાથે મુંબઈથી દહાણું સુધી વિહાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સહકુટુંબ પાલીતાણા, પાટણ, સૂરત, અમદાવાદ વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. પિતાનાં સંતાનોને પણ પરમાત્માના ત્યાગમાગે મોકલવાની ભાવનાથી શ્રમણભગવંતના સમાગમમાં જ રાખ્યા. આથી એમની પુત્રીઓ શાંતિકુમારી (ઉ. વ. ૧૧) તથા વાસંતીકુમારી (ઉ. વ. ) પણ દીક્ષા લેવા માટે તૈયાર થયાં. તેથી સપરિવાર સમેતશિખરજી આદિ કલ્યાણભૂમિઓની સ્પર્શનયાત્રા કરી. અમદાવાદમાં બીજા મુમુક્ષુઓ સાથે સં. ૨૦૦૦માં ચંદનમલજીની બે સુપુત્રીઓને દીક્ષાર્થી સન્માન સમારોહ ગેહવાયે. વર્ષીદાન વરઘેડો પણ નીકળી ગયે. પરંતુ “શ્રેયાંસ વદુ વિજ્ઞાન એ ઉક્તિ અનુસાર, પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી અને મહેને આધીન થઈ કુટુંબીઓએ કેર્ટ દ્વારા કામચલાઉ મનાઈહુકમ લાવી દીક્ષા અટકાવી. શુભભાવના ટકવી ખૂબ કઠિન છે. સમયને વિલંબ થવાથી મટી દીકરીની સંયમની ભાવના પડી જતાં ન છૂટકે એને પરણાવવા શ્ર ૫
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org