________________
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીને બે વિનીત શિખ્યો પૂ. મુનિરાજ શ્રી ભુવનભૂષણવિજ્યજી તથા પૂ. મુનિરાજ શ્રી વજીભૂષણવિજ્યજી મહારાજ પ્રગુરુદેવ તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે જ્ઞાનાભ્યાસાદિ પૂર્વક સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની યોગ્યતા જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ રના દિવસે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે અમદાવાદ – શ્રી શાંતિનાથની પળમાં ગણિપદે આરૂઢ કર્યા. ત્યાર બાદ સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પિતાગુરુદેવ સાથે જ તેઓશ્રીને પણ પંન્યાસપદે પ્રસ્થાપિત કર્યા અને એ જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંયમજીવનના ૩૬મા વર્ષના અંતિમ દિવસે ૩૬ ગુણેથી વિભૂષિત એવા આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી એ જ પુણ્યદિને પદપ્રદાતા પૂ. ગચ્છાધિપતિ પણ આચાર્યપદના પ૬મા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા હતા એ કે ભવ્યતમ યોગાનુગ !
આજે જ્યારે લેકહેરીને પ્રચંડ પવન ચારે બાજુ ફૂંકાઈ રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતા જોવા મળે છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્ત્રસંમત માર્ગને શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે પૂજ્યશ્રી એ શાશ્વસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાહજિક વરી છે. આવી આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે ભાવકોને સ્વ. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. જિનશાસનની આરાધના, રક્ષા અને પ્રભાવનામાં તત્પર પૂજ્યશ્રીની વાણી સાંભળવી એ જીવનને એક લ્હાવે છે. “વાત્સલ્યભર્યા વચન” અને “પ્રભાવક્તાસભર પ્રવચન” આ બંનેના સુભગ મિલને પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે ત્યાં ત્યાં ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય છે, અશાસ્ત્રીયતા દૂર થાય છે, કલેશોને શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લેકોત્તર મધુરતાને અનુભવ કરાવે છે. આવા પૂજ્ય આચાર્યશ્રીના પદારવિંદમાં શતશઃ વંદના !
લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને જાગૃત બનાવનારા પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ
સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂ. આચાર્ય પ્રવરશ્રી વિશ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ પ્રતિભાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સમૃતિ ન થાય એવું બને જ નહિ! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે સિંહગર્જનના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે, અને એમની યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને આચાર્યપદ સુધી પહોંચેલ પ્રશમરસપાનિધિ પૂ. આચાર્યશ્રી વિજયજ્યકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે, અને એમની યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org