________________
શ્રમણભગવતે-૨
૪૭૯ બની ગયું છે. પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજના જીવન સંબંધી ખાસ કઈ વિગતે પ્રાપ્ત થઈ શકી નથી. હજુ હમણાં જ–સં. ૨૦૪૬ના ચૈત્ર માસમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેઓશ્રી દ્વારા ગુજરાતમાં બનાસકાંઠા અને રાજસ્થાનમાં જાહેર જિલ્લામાં જે શાસનપ્રભાવના થઈ છે, જે પ્રાચીન જિનાલયેના જીર્ણોદ્ધાર થયા છે અને જે નૂતન જિનમંદિરના ભવ્ય નિર્માણ થયાં છે તે તેઓશ્રીની પ્રભાવકતા, ઓજસ્વિતા અને પરમ ઉપકારિતાનાં દર્શન કરાવે છે. આવા મહાન સૂરિવરને શતશઃ વંદના !
પરમ શાસનપ્રભાવક મધુર વ્યાખ્યાતા પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ
પ્રત્યેક આચાર્યદેવ પિતાપિતાનાં શાસનપ્રભાવક કાર્યો દ્વારા અને ઇતિહાસ સજી જાય છે. પૂ. આ. શ્રી વિજ્યભુવનશેખરસૂરીશ્વરજી મહારાજ પણ એક મહાન પ્રભાવશાળી સૂરિવર છે. પૂજ્યશ્રીને જન્મ બનાસકાંઠાના ભાભર ગામે સં. ૧૯૭૭ના મહા સુદ પાંચમ-વસંતપંચમી-ને દિવસે થયે. કુટુંબના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યસંચયે તેઓશ્રીને બાળપણથી જ વૈરાગ્યભાવના જાગી હતી. દસ વર્ષની કુમળી વયે સં. ૧૯૮૭ના વૈશાખ સુદ ત્રીજ–અક્ષયતૃતીયાના શુભ દિને અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી ભુવનશેખરવિજયજી બન્યા.
તેઓશ્રીએ જ્ઞાન-ધ્યાન-તપ-આરાધના દ્વારા પિતાના સંયમજીવનને ઉત્કૃષ્ટ સ્થાને સ્થાપી આપ્યું તેમ ઉપધાન, ઉદ્યાપને દ્વારાપ્રભાવક પ્રવચન દ્વારા, મહેન્સ દ્વારા શ્રમણ સમુદાયમાં ભક્તિનું વાતાવરણ હંમેશાં ઝળહળતું રાખ્યું. પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠાએ, છ'રીપાલિત સંઘ આદિ મહાન કાર્યો થયાં. પાઠશાળાઓ, આયંબિલશાળાઓ આદિની સ્થાપના થઈ સાધર્મિક ભક્તિ માટે અમદાવાદ-કૃષ્ણનગરમાં “ગુરુભક્ત મંડળની સ્થાપના થઈ. અમદાવાદમાં મણિનગર, કેશવનગર, અમરાઈવાડી આદિ જિનાલમાં અંજનશલાકા–પ્રતિષ્ઠાના ઉત્સવ ઊજવાયા. રાજસ્થાનમાં ભારતીર્થ, જાબ, ચીતલવાના, શ્રી માં ડોલીનગરમાં પણ અંજનશલાકા–પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવો થયા. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને, અનેક શ્રીસંઘની વિનંતીઓ સ્વીકારીને સં. ૨૦૧૧માં રાજસ્થાનના જવાલ મુકામે ગણિપદ, સં. ૨૦૧૫માં ભાભર મુકામે પંન્યાસપદ અને સં. ૨૦૨૯માં ભાભર મુકામે મહોત્સવ પૂર્વક આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને પરિચય અનેક શ્રીસંઘને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેના કારણમાં તેઓશ્રીની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા જ્ઞાનની વિશાળતા, આચરણની દઢતા, સમતા આદિ ગુણેમાં રહેલું છે. જેનદર્શનનું વિશિષ્ટ તત્વજ્ઞાન ખૂબ જ નાની વયમાં પ્રાપ્ત કર્યું છે. પૂજ્યશ્રીના સ્વમુખેથી બેલાતા તેત્ર, મંત્રાક્ષ, સ્તવને સાંભળવા એ એક જીવનને લહાવે છે. તેઓશ્રીને ધીરગંભીર સ્વયુક્ત અને દરેક શબ્દને યેગ્ય રૂપમાં બેલવાપૂર્વક હૃદયને પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ પ્રગટ કરીને સ્વમુખે બેલાતા શુદ્ધ ઉચ્ચાર સાથે પાઠ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org