________________
શ્રમણભગવત-૨
પપ એમનું સમૃદ્ધ જ્ઞાન અને અપ્રતિમ સર્જકતા જોવા મળે છે. એવી જ રીતે, તેઓશ્રી કાવ્ય. રચના કરવામાં પણ અગ્રેસર હતા. શ્રી શિવાદેવીનંદન”, “આદીશ્વર ', “દશાવતારી ”, “શ્રી ચરમ તીર્થંકર મહાવીર, “શ્રીમદ્ યતીન્દ્રસૂરિ' આદિ કાવ્યમાં એમની પ્રતિભાશક્તિ અને પ્રભુ-ગુરુ-ભક્તિનાં દર્શન થાય છે. સાહિત્યસર્જન સાથે એમના હસ્તે દીક્ષા પ્રદાનનાં કાર્યો પણ સમ્પન્ન થયાં. ભૂતિનગરમાં ભાઈ ચુનીલાલને અને ડ્રડસીમાં શ્રી સોનજીને દીક્ષા આપી મુનિ શ્રી ખીમાવિજયજી અને શ્રી ચેતનવિજયજી નામ આપ્યાં. શ્રીસંઘને પ્રેરણા આપી અને શત્રુંજય પધાર્યા. ત્યાં ચાતુર્માસ કરી શંખેશ્વર પ્રતિ પ્રયાણ કર્યું. તેમ જ ત્યાંથી થિરપુર જઈને દીક્ષા મહોત્સવ ઊજવ્યા. પુણ્યશાળી બાળાઓને દીક્ષા આપી. કનકપ્રભાશ્રી, કિરણપ્રભાશ્રી, કપલતાશ્રી, હેમલતાશ્રી, કુશલપ્રભાશ્રી નામ આપવામાં આવ્યાં. ગુડામાં ગુરુભક્ત શ્રી રાજમલજીને દીક્ષા આપીને શ્રી વિનયવિજ્યજી નામ આપ્યું. કુક્ષીમાં બાઈ સજ્જનને દીક્ષિત કરીને ચંદન શ્રી નામ આપ્યું. ભીનમાલમાં ત્રણ કુમારિકાઓને દીક્ષા આપીને સગુણાશ્રી, સુનંદાશ્રી તથા સુમંગલાશ્રી નામ આપ્યાં. બેરટામાં જિનપ્રતિષ્ઠા કરી. આહારમાં વસ્તીમલને દીક્ષા આપી મુનિશ્રી કીતિ વિજ્યજી નામ આપ્યું. ફરી સિયાણાની વિનંતીથી ત્યાં ચાતુર્માસ કર્યું. ત્યાં નયેમલને દીક્ષા આપીને મુનિશ્રી રવીન્દ્રવિજયજી નામ આપ્યું. આહેરવાસી છગનજી શેઠને સંયમ આપીને શ્રી હેમવિજયજી નામ આપ્યું. શ્રી મેહનખેડામાં ઉપધાનતપની આરાધના કરાવી. પછી અવંતીનગરીમાં ચાતુર્માસ કરીને દશપુર તથા આલેટમાં પ્રભુ-પ્રતિષ્ઠા કરી. ત્યાં સાધ્વીશ્રી કૈલાસશ્રી નામ આપ્યું. ત્યાર પછી થિરપુરમાં ચાતુર્માસ કરી ઉપધાનતપ માટે ભીનમાલ પધાર્યા. બાબરામાં દવજદંડ ઉત્સવ કર્યો અને કેસેલવમી ચાતુર્માસ કરીને ભૂતિ પાછા ગયા. પછી શ્રી ચંદ્રકલાશ્રીને દીક્ષા આપી. નેનાવામાં પ્રભુ-પ્રતિષ્ઠા કરી. ખાચરેદમાં ચાતુર્માસ કર્યું. જાવરામાં ગુરુદેવની પ્રતિષ્ઠા કરી અને શ્રી મેહનખેડાની તીર્થયાત્રા કરી. ત્યાંથી ગઢ સિવાના વિહાર કર્યો. ત્યાં પ્રતિષ્ઠા કરી પારલુ પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠા કરી અને વિમળાબહેનને દીક્ષા આપી શ્રી વિમલયશાશ્રીજી નામ આપ્યું. પછી રાજગઢ ચાતુર્માસ ગાળીને થરાદ (થિરપુર) પધાર્યા અને ૧૦૮ છેડના ઉંજમણને ભવ્ય ઉત્સવ કર્યો. ત્યાં શાંતાબેન અને શારદાબેનને દીક્ષા આપીને શ્રી શશીક્લાશ્રીજી તથા શ્રી શશીપ્રભાશ્રીજી નામ આપ્યાં. ત્યાર પછી ધાનેરામાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી ભીનમાલ આવીને અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી ભક્તજનોમાં આનંદ પ્રવર્તાવ્યું. મારવાડથી અમદાવાદ પધાર્યા, ત્યાં સંઘને પ્રેરણા આપી તીર્થયાત્રા આરંભી. ગુરુમંદિરના ઉદ્ધાર માટે માર્ગદર્શક બની રહ્યા. પછી આપશ્રી મેહનખેડા પધાર્યા. તીર્થપતિના મુખ્ય જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય વેગથી આરંભાયું હતું. જીર્ણોદ્ધાર થતાં ભવ્યતમ અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ. ઇતિહાસમાં સદાને માટે અમરતાનું પાનું ઉમેરી દીધું. ત્યાર પછી અસ્વસ્થતાને લીધે ત્યાં જ સ્થિરતા કરી. સં. ૨૦૩૭ના અષાઢ સુદ ૬ના રેજ પરમ ઇષ્ટના ધ્યાનમાં લીન રહીને પાર્થિવ દેહને ત્યાગ કરી એમને આત્મા પટેલેકના પંથે પ્રયાણ કરી ગયે. સકળ સંઘમાં શેકની લાગણી છવાઈ ગઈ. ભવ્ય પાલખીમાં પધરાવી, શ્રી મેહનખેડા તીર્થ પર તેઓશ્રીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. એવા મહાન શાસનપ્રભાવક ગુરુદેવને કટિ કેટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org