________________
શ્રમણભગવંતો-૨
૫૩૧ પ૯મી પાટે પંન્યાસ શ્રી અદ્ધિવિમલજી ગણિ, ૬૦મી પાટે પંન્યાસ શ્રી દીતિ વિમલજી ગણિ, જેમનાં શિષ્યરત્ન સમ્યક્ત્વ, પરીક્ષાદિ ગ્રંથના કર્તા પૂ. આ. શ્રી વિબુધવિમલસૂરિજી મહારાજ, શ્રી અમૃતવિમલસૂરિજી મહારાજ, શ્રી લક્ષ્મીવિમલજી ગણિ, શ્રી દાનવિમલજી ગણિ આદિ બાવન શિષ્યો હતા.
૨૧મી પાટે પૂ. પંન્યાસશ્રી વીરવિમલજી ગણિવર્ય થયા. તેઓશ્રી લબડી મુકામે ધર્મદેશના આપતા હતા ત્યારે શ્રી સિદ્ધાચલજી ઉપર દીવાથી અગ્નિ ફેલા અને લીંબડીમાં પાટ પર બેઠાં બેઠાં પૂજ્યશ્રીએ પિતાના વસ્ત્રને છેડે મસળી નાખતાં સિદ્ધાચલજી ઉપરની આગ ઓલવાઈ ગઈ હતી. શ્રાવકે એ તરત તપાસ કરાવી તે વાત સાવ સાચી નીકળી. શ્રી વીરવિમલજી પછી ૬૨મી પાટે પંન્યાસ શ્રી મહોદયવિમલજી ગણિ, ૬૩મી પાટે પંન્યાસશ્રી પ્રદવિમલજી ગણિ અને ૬૪મી પાટે પંન્યાસશ્રી મણિવિમલજી ગણિ થયા. આ ત્રણે પંન્યાસજીએ ખૂબ જ જ્ઞાની અને શક્તિસંપન્ન હતા. તેઓશ્રીના શિષ્ય શ્રી ઉદ્યોતવિમલજી, શ્રી કલ્યાણવિમલજી અને શ્રી હર્ષવિમલજી પણ મહાન પંન્યાસપ્રવરે હતા. તેમાં પંન્યાસ શ્રી ઉદ્યોતવિમલજી ગણિ ૬૫મી પાટે થયા. જ્યારે ૨૬મી પાટે પંન્યાસશ્રી દાનવિમલજી ગણિ થયા. તેઓશ્રી ઊંઝામાં, ખોખર કુટુંબમાં, શેઠશ્રી મતીચંદનાં ધર્મપત્ની જુમાબાઈની રત્નકુક્ષિએ જમ્યા હતા. સંસારી નામ દીપચંદ હતું. તેમણે સં. ૧૮૯૪માં દીક્ષા લીધી. સં. ૧૯૧૭માં પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. સં. ૧૯૨૦ના વૈશાખ વદ પાંચમે અમદાવાદમાં સ્વર્ગવાસી થયા. ૨૭મી પાટે પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્ય થયા. (જેમનું ચરિત્ર આગળ ઉપર પ્રગટ કર્યું છે.) ૬૮મી પાટે પૂ. શ્રી અમૃતવિમલજી, દલ્મી પાટે પંન્યાસ શ્રી હિંમતવિમલજી ગણિ, ૭૦મી પાટે પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી અને ત્યાર પછી ચાલી આવતી પાટપરંપરામાં વર્તમાનમાં પૂ. શ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ આવે છે.
અહીં એક વાત નેંધવી જરૂરી છે કે પંન્યાસશ્રી હર્ષવિમલજી ગણિવર્યના એક શિષ્યરત્ન પંન્યાસશ્રી વિમલજી ગણિની પાટ પરંપરામાં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ ૬૩મી પાટે થઈ ગયા. તેઓશ્રી વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જક અને ગીતાર્થ મહાત્મા હતા. (તેઓશ્રીનું જીવનચરિત્ર “પૂર્વાચાર્યોમાં પ્રગટ છે.) એવી જ રીતે, પંન્યાસશ્રી દયાવિમલજી ગણિવર્યના એક શિષ્યરત્ન પંન્યાસશ્રી સૌભાગ્યવિમલજી ગણિ અને તેમની પાટપરંપરામાં સકલ સિદ્ધાંત વાચસ્પતિ પંન્યાસશ્રી મુક્તિવિમલજી ગણિ, પૂ. આ. શ્રી રંગવિમલસૂરિજી, પૂ. આ. શ્રી કનકવિમલસૂરિજી આદિ શાસનપ્રભાવક શ્રમણભગવંતે થઈ ગયા છે. આ રીતે વિમલશાખાના ધર્મ ધુરંધર શ્રમણભગવંતોએ અનેક રીતે સુંદર ધર્મકાર્યો દ્વારા શાસનરક્ષા, શાસનપ્રભાવના અને શાસન દ્યોતના કરી જેનધર્મની શોભામાં અને ગૌરવમાં અભિવૃદ્ધિ કરી છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org