________________
પર
શાસનપ્રભાવક શ્રી ગૌતમવિમલજી, શ્રી હરિભદ્રવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી તથા શ્રી પ્રદ્યુમ્નવિમલજીના શિષ્ય શ્રી વિજયવિમલજીને સમાવેશ થાય છે. તેઓ બંને આચાર્યશ્રીના વડીલ બંધુ શ્રી ઉમાશંકરજીના સુપુત્ર છે. મુનિશ્રી હરિભદ્રવિમલજી તથા શ્રી ગૌતમવિમલજીને સ્વર્ગવાસ આચાર્યશ્રીની વિદ્યમાનતામાં જ થયે હતે.
અંતરંગ અને બાહ્ય જીવનઃ પૂજ્ય આચાર્યશ્રી જે વિચારતા તે જ કહેતા અને જે કહેતા તે જ કરતા. એમના અંતરંગ અને બાહ્યજીવનમાં કઈ વિરોધાભાસ જોવા ન મળતે. મન-વચન-કાયાને એકરૂપ રાખવા એ જ જીવનની સાચી સિદ્ધિ છે. આ સિદ્ધિ તેઓશ્રીમાં જોવા મળતી. તેઓશ્રી અનેક માંત્રિક સિદ્ધિઓના સ્વામી હોવા છતાં તે વિષયના અહંકારથી હંમેશાં દૂર રહેતા. સાથે સાથે અંગત હિત માટે ક્યારે પણ તે સિદ્ધિઓનો ઉપયોગ કરતા નહી. જ્યારે જ્યારે સિદ્ધિને ઉપયોગ કરવો પડે ત્યારે ત્યારે “સવિજીવ કરું શાસનરસી ની ઉચ ભાવનાથી પ્રેરાઈને જ સિદ્ધિને ઉપગ કરતા. આ સંદર્ભમાં એમના જીવનને એક મહત્ત્વને પ્રસંગ યાદ આવે છે. આ પ્રસંગ સં. ૧૯૯૮ને છે. તે સમયે તેઓશ્રી પંન્યાસ હતા. પૂ. ગુરુદેવ પં. શ્રી હિંમતવિમલજી મહારાજની નિશ્રામાં વાડાસિનેરમાં પ્રભુપ્રતિષ્ઠા મહોત્સવને પ્રસંગ ઊજવાઈ રહ્યો હતો. આ પ્રસંગે શ્રીસંઘે “નવકારસી”નું આયોજન કર્યું હતું. કિન્તુ તે સમયે ભારતભરમાં રેશનિંગની કડક વ્યવસ્થા અમલમાં આવી હતી. તેથી વાડાસિનોરના દીવાન તરફથી “સંઘ જમી શકશે નહીં' એ આદેશ આવેલ. સંઘના આગેવાન શ્રાવકેએ દીવાનને સમજાવવા છતાં તેમના મન પર કંઈ અસર ન થઈ. પં. શ્રી હિંમતવિમલજી મહારાજ આથી ચિંતિત બન્યા. તેમણે પૂજ્યશ્રીને પૂછ્યું કે, “હવે આપણે શું કરવું ?” શ્રી શાંતિવિમલજીએ કહ્યું કે, “આપ ચિંતા કરશે નહીં, શાસનદેવ સૌ સારાં વાનાં કરશે. ત્યાર બાદ પૂજ્યશ્રી મુખ્ય શ્રાવકેને લઈને દીવાન પાસે ગયા. પરંતુ દીવાનને પિતાના પદનું અહં હતું. તેણે મળવાની જ ના પાડી. આથી મહારાજશ્રી ત્યાં જ બેઠા. લગભગ એકાદ કલાક સુધી બેઠા ત્યારે દીવાનને થયું: હું નહીં મળું ત્યાં સુધી આ મહાત્મા અહીંથી ખસશે નહીં. આથી કંટાળીને પૂજ્યશ્રીને મુલાકાત આપી. પૂજ્યશ્રીએ “નવકારસી ” માટે રજા આપવા દીવાનને ખૂબ સમજાવ્યા, પણ દીવાને એક જ કકકે પકડી રાખ્યું કે આ બાબતમાં હું રજા આપી શકું તેમ નથી. મહારાજશ્રીએ સૌમ્યતાથી સમજાવવા ખૂબ પ્રયત્ન કરવા છતાં જ્યારે દીવાન ન જ માન્યા, ત્યારે જતાં જતાં મહારાજશ્રીએ માત્ર આટલું જ કહ્યું કે, “તમને ખુરશીને ગર્વ છે, તેથી તમે આવા ધાર્મિક પ્રસંગનું મહત્ત્વ સમજી શકતા નથી. ખુશીથી તમે ખુરશીને વળગી રહેજે.” આટલું કહીને મહારાજશ્રી ત્યાંથી નીકળી ગયા. પણ સત્તાના મદમાં દીવાનને ખ્યાલ ન આવ્યો કે સાધુમહારાજની ભાષા પણ મંત્રનું કામ કરે છે. આથી કચેરીનું કાર્ય પત્યા પછી દીવાન જ્યારે ઘેર જવા નીકળ્યા ત્યારે ખુરશી પરથી ઊભા જ ન થઈ શક્યા. ખૂબ પ્રયત્ન કર્યો, પણ પિતે ખુરશી સાથે ચેટી જ ગયા હોય એવું મને લાગ્યું. તેઓ સમજી ગયા કે સંતપુરુષને નારાજ કરવાનું અને ધાર્મિક કાર્યમાં વિન નાખવાનું જ આ ફળ લાગે છે. તેમને ખૂબ પશ્ચાત્તાપ થયે. અને માફી માગતા સમાચાર મોકલવાની સાથે સાથ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org