________________
શાસનપ્રભાવક નિમિત્ત બન્યું મહારાષ્ટ્ર પ્રાંતનું “તળેગામ” નગર. મુનિજીવનની સંસારતારિણી દીક્ષા એ હતો જેઠ સુદ ૩, ગુરુવારને ધન્ય દિવસ ! વર્ષ સં. ૧૯૮૩ ! યતિવર્ય શ્રી લક્ષમીવિજયજીના આગમ્ય સ્વપ્નનો સંકેત જાણે હવે સ્પષ્ટ થયે હતો ! યતિસંપ્રદાયમાં એક દીપક તે પ્રગટ્યો હતો, પણ તે દીપક ત્યાંથી અલેપ થઈને જાણે મુનિજીવનમાં અજવાળાં પાથરવા સરજાયો હતો !
શ્રી મહાવીર પ્રભુની શ્રમણ પરંપરામાં જગતવિખ્યાત જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ થયા. તેમની શિષ્ય પરંપરામાં મુખ્યત્વે ત્રણ શાખાઓને વટવૃક્ષ જે વિસ્તાર છે. સાગરશાખા, વિજય શાખા અને વિમલશાખાના નામે ઓળખાતી આ ત્રણે શાખાઓએ જિનશાસનને ચરણે સમર્થ, પ્રભાવક, મહાન આચાર્યો અને સાધુઓની મહામૂલી ભેટ ધરી છે. આ ત્રણે શાખાઓ પૈકી વિમલશાખાને પણ એક અનોખો અને ગૌરવવંતે ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અનેક મુનિપુંગવે થયા છે. તેમાં એક નામ શ્રી જ્ઞાનવિમલસૂરિનું છે. તેમણે ગુજરાતી ગેયસાહિત્યને સમૃદ્ધ કરવામાં પિતાને ઘણું મટે ફળ આપે છે. તદુપરાંત, સંસ્કૃત આદિ ભાષાઓમાં પણ તેમણે અદ્ભુત સાહિત્યસર્જન કર્યું છે. આવા પ્રૌઢ પ્રતિભાસંપન્ન અને ઉજજવળ ચારિત્રના પાલક, નામ જેવા જ ગુણના ધારક શ્રી જ્ઞાનવિમલસૂરિએ માત્ર વિમલશાખાને જ નહીં, સમગ્ર જિનશાસનને દીપાવ્યું છે. પશ્રી મુક્તિવિમલ ગણિ એ વિમલશાખાના બીજા પ્રકાશમાન સિતારા છે, જેમણે કલ્પસૂત્રની વિખ્યાત સુબોધિકા ટીકાને સંક્ષેપ કર્યો છે. એ સિવાય પણ તેમણે અનેક પ્રૌઢ ગ્રંથની રચના કરી છે. આવું જ એક નામ પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજનું છે. જેના મહાન તીર્થ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાએ આવનાર પ્રત્યેક યાત્રિક યાત્રા કરીને ઊતર્યા પછી તલાટી પાસેના ભાતાખાતામાં આવીને ભાતું વાપરે છે. પરંતુ ઘણા ઓછા લેકોને આ ભાતાખાતાના ઇતિહાસનો ખ્યાલ હશે. આ ભાતાખાતા વિશે સૌ પ્રથમ વિચાર શ્રી કલ્યાણવિમલજી મહારાજને આવેલે. તેઓશ્રી એકવાર ગિરિરાજની યાત્રા કરીને ઊતરી રહ્યા હતા ત્યારે તલાટીએ આવતાં તેમણે જોયું કે ઉપરથી ઊતરેલા યાત્રિકે થાકના કારણે તરસ્યા થવાથી “સતીવાવ' નામની વાવ પાસે આવેલ એક પરબમાંથી પાણી પીતા હતા. આ રીતે પાણું પીતાં શ્રાવને જોઈને તેમના મનમાં થયું કે જે ગિરિરાજની યાત્રા કરીને આવનાર યાત્રિક માટે અહીં ભાતું આપવાની કે એવી કઈ વ્યવસ્થા થાય તે કેવું સારું! આમ વિચારી તેઓ પિતાના મુકામમાં પાછા ફર્યા. ગિરિરાજની યાત્રાળે આવેલ પિતાના ભક્ત રાયબાબુ ઉત્તમચંદજી નાહરને તેમણે એ વિચાર જણાવી ઘટતું કરવા પ્રેરણા આપી. એમના ઉપદેશને તરત જ સ્વીકાર કરીને બાબુ ઉત્તમચંદજીએ પિતાના વ્યક્તિગત ખર્ચે તલાટીમાં ભાતું આપવાને પ્રારંભ કર્યો. પ્રારંભમાં ભાતામાં પણ આપવામાં આવતા હતા. ત્યાર પછી સેવ-મમરા, દહીં-ઢેબરાં આપવાનું શરૂ થયું. ઉત્તરોત્તર વિકાસ થતાં લાડવા-ગાંઠિયા આપવાનું શરૂ થયું. પછીથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક આ ભાતાખાતાને વહીવટ આવતાં આજે તે તેને ખૂબ વિકાસ થયો છે. ભાતાની આ પ્રથાનું ત્યાર પછી ઘણાં તીર્થોમાં અનુકરણ થયું છે. આ ભાતાખાતાના આદ્યપ્રણેતા પં. શ્રી કલ્યાણવિમલજી ગણિ વિમલશાખાના એક દેદીપ્યમાન નક્ષત્ર છે. આવાં તે કેટલાયે શ્રમણરત્ન વિમલશાખાની રખાણમાં સમયે સમયે પાક્યાં છે. એ જ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org