________________
પપ૪
શાસનપ્રભાવક
કાર્ય પ્રસંગે મંત્રી સંગ્રામસિંહે વિપુલ ધનને સદ્વ્યય કર્યો. સં. ૧૬૧૭ નું ચાતુર્માસ પાટણ કર્યું. ત્યાંથી વિહાર કરી ખંભાત, અમદાવાદ, વીસનગર, બિકાનેર, જેસલમેર આદિ શહેરમાં ધર્મપ્રચાર કરતાં કરતાં સં. ૧૯૨૬નું ચાતુર્માસ બિકાનેર કર્યું. સં. ૧૯૨૭નું ચાતુર્માસ મહામ કર્યું. ત્યાંથી આગ્રા ગયા. ત્યાં એક મહિને શાસન પ્રભાવના કરી શ્રી શૌરીપુરીજી તીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાંથી પાછા આગ્રા પધાર્યા. અને સં. ૧૬૨૮ નું ચાતુર્માસ આગ્રા કર્યું. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ બાદ આપે એક પત્ર સાંભલી નગરમાં શ્રીસંઘને આપ્યું હતું. એ પત્રમાં શૌરીપુરીજી તીર્થની યાત્રાનું વર્ણન અને સં. ૧૬૨૮ માં આગ્રામાં ચાતુર્માસ દરમિયાન શેઠ લક્ષ્મીદાસે પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં લક્ષ્મીને સદ્વ્યય કર્યો તેનું વર્ણન છે. આ પત્ર હજી પણ શ્રી અગરચંદ નાહટાના સંગ્રહસ્થાનમાં મોજૂદ છે. શેઠ લક્ષ્મીદાસના નામની એક ગલી આજે પણ આગ્રામાં છે. સં. ૧૬૪૪ નું ચાતુર્માસ ખંભાત ફ્યુ. ત્યાંથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી સંઘપતિ યોગીનાથ અને સમાજની સાથે પાલીતાણા પધારી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની યાત્રા કરી.
એક દિવસ લાહોરની રાજસભામાં સમ્રાટ અકબર બાદશાહે શ્રી જિનચંદ્રસૂરિજીના દર્શન માટે પૃચ્છા કરી. તે વખતે મંત્રી કર્મચંદે કહ્યું કે, “ગુરુદેવ ખંભાત બિરાજે છે, પણ આ ગ્રીષ્યકાળમાં આવવું મુશ્કેલ છે.” તેથી સમ્રાટ અકબર બાદશાહે બે રાજદ્વારી પુરુષને ગુરુમહારાજ પાસે વિનંતીપત્ર સાથે ખંભાત મોકલ્યા. વિનંતી પત્ર વાંચી ગુરુભગવંતે પિતાના વિદ્વાન શિષ્ય ઉપાધ્યાયશ્રી મહિમરાજજીને ૬ સાધુઓ સાથે લાહોર મોકલ્યા. એમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને સમ્રાટ અકબર બાદશાહને તેમના ગુરુદેવના દર્શન કરવાની ખૂબ જ ઉત્કંઠા જાગી, અને મંત્રી કર્મચંદ્ર માસ્કૃત ગુરુદેવને પધારવા માટે આમંત્રણપત્ર મોકલવામાં આવ્યું. સં. ૧૬૪૮ના ફાગણ સુદ ૧૨ના પૂ. ગુરુદેવ ૩૧ મુનિભગવંતે સાથે લાહેર પધાર્યા. પૂજ્ય ગુરુભગવંત પધાર્યા સાંભળી મંત્રી કર્મચંદ્ર સમ્રાટ અકબરને સમાચાર આપ્યાં, અને સમ્રાટ રાજપુરુષો સાથે દબદબાપૂર્વક સામે પધાર્યા. સમ્રાટના વિનયથી પ્રસન્ન થઈ ગુરુભગવંતે કહ્યું કે,
આપની ભાવના જાણે મને ખૂબ આનંદ થયો છે. એક વખત રાજસભામાં સોનાના થાળમાં ગીનીઓ મૂકી સમ્રાટે ગુરુજીને ભેટ ધરી. ગુરુજીએ કહ્યું કે, આપની ભક્તિ ખરેખર ખૂબ પ્રશંસનીય છે, પણ અમે જેનસાધુ કંચન અને કામિનીને અડકતા નથી. આ જાણ સમ્રાટ ખૂબ જ આશ્ચર્ય અને આનંદ પામ્યા. સૂરિજીનું પ્રવચન સાંભળી વધુ પ્રભાવિત થયા અને અહિંસા પ્રત્યે એમને પ્રીતિ ઉત્પન્ન થઈ.
એક દિવસ મંત્રી કર્મચંદ્રને સમાચાર મળ્યા કે નીરખખાન નામના અધિકારીએ દ્વારિકા નગરીમાં જૈન મંદિરોને નાશ કર્યો છે. આ જાણી સૂરિજીને લાગ્યું કે આને ઉપાય નહિ કરશું તે સમગ્ર તીર્થોને નાશ થઈ જશે. આથી સૂરિજીએ સમ્રાટને ધર્મોપદેશ અપ અને સમ્રાટે તીર્થરક્ષાનું ફરમાન કર્યું, અને તેની ઉપર મહોર લગાવી મંત્રી કર્મચંદ્રને અર્પણ કર્યું. આ ફરમાન ઈલાહી સન ૩૬ સહરપુર મહિનામાં બહાર પડયું અને તેની એક નકલ આજે બિકાનેરના જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. સૂરિજીની ધર્મવાનું પ્રતિવર્ષ અષાઢ સુદ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org