________________
૫૫૬
શાસનપ્રભાવક
જિનસિંહસૂરિજી કાળધર્મ પામ્યા બાદ સં. ૧૯૭૪ના ફાગણ સુદ ૭ના દિવસે મેડતામાં એમને આચાર્ય પદવી આપવામાં આવી અને શ્રી જિનરાજસૂરિજી નામ આપવામાં આવ્યું. તેઓશ્રીએ રચેલું સાહિત્ય આ પ્રમાણે છે: (૧) દર્શન સમુચ્ચય, (૨) મેરુતુંગ વ્યાકરણ, (૩) ધાતુ પરાયણ, (૪) રસાધ્યાયવૃત્તિ, (૫) સપ્તતિભાષ્ય ટીકા, (૬) લઘુશતપદી, અપર નામ શતપદી સારોદ્ધાર, (૭) કામદેવચરિત', (૮) કાતંત્ર વ્યાકરણ બાલાવબોધ વૃત્તિ, (૯) ઉપદેશ ચિંતામણિ લgવૃત્તિ, (૧૦) નાભાકનૃપ કથા, (૧૧) સુશ્રાદ્ધ કથા, (૧૨) ચતુષ્ક વૃત્તિ, (૧૩) અંગવિદ્યા ઉદ્ધાર, (૧૪) પદ્માવતીકલ્પ, (૧૫) શતકભાષ્ય, (૧૬) નમુ€ણું ટીકા, (૧૭) જીરાવલ્લી પાર્શ્વનાથ તેત્ર, (૧૮) સૂરિમંત્રકલ્પ તથા સારોદ્ધાર, (૧૯) જેન મેઘદૂત મહાકાવ્ય આદિ અનેક ગ્રંથની રચના કરી છે. તેઓશ્રી ઉગ્રવિહારી અને મહાતપસ્વી પણ હતા. નિત્ય રાગ, હઠગ અને પ્રાણાયમ કરતા. ગ્રંથકારોએ તેમને “પૂરવરિષિ” જેવાં વિશેષણ આપ્યાં છે, જે યથાર્થ છે. અમદાવાદનિવાસી સંઘવી સમજીએ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ખરતરવસી ટૂકને જીર્ણોદ્ધાર કરાવ્યું ત્યારે સં. ૧૬૭૫ના વૈશાખ સુદ ૧૩ ને શુક્રવારે ૭૦૦ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. જેસલમેરનિવાસી શેઠ બાહરૂછ ભણશાલીએ સં. ૧૬૭૫ના માગશર સુદ ૧૨ ના દિવસે સૂરિજી પાસે લેદ્રવ તીર્થમાં અનેક પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૯ ના અષાઢ સુદ ૯ ના દિવસે સૂરિજી કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનરત્નસૂરિજી આવ્યા. તેઓ સં. ૧૭૧૧ માં આગ્રામાં કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. તેઓ સં. ૧૭૬૩ માં સુરતમાં કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનસુખસૂરિજી આવ્યા, તેઓ સં. ૧૭૮૦માં રણ ગામે કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનભક્તિસૂરિજી આવ્યા. તેઓ સં. ૧૮૦૪ માં માંડવી (સુરત) માં કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્યશ્રી જિનલાભસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૮૩૪ માં ગુઢા મુકામે કાળધર્મ પામ્યા. આ રીતે ખરતરગચ્છની પાટ પરંપરાએ આવતા એક પછી એક આચાર્યભગવંતે દ્વારા શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો સુસમ્પન્ન બનતાં રહ્યાં. છેલ્લા દસકામાં આ પાટ-પરંપરામાં પૂ. આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજી અને પૂ. આ. શ્રી જિનદિયસાગરસૂરિજી થયા. તેઓ બંનેની આચાર્યપદવી સં. ૨૦૩૯ માં થઈ. તેમાં પૂ. આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજી મહારાજ સં. ૨૦૪૧ માં કાળધર્મ પામ્યા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૬૮ માં અને દીક્ષા પૂ. આ. શ્રી જિનહરિસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૮૬ માં થયેલ. તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ અને છેક જમ્મુ-કાશ્મીરમાં અપૂર્વ, અનુપમ અને અવિસ્મરણીય એવાં અનેકવિધ ધર્મકાર્યો સુસંપન્ન થયાં હતાં. પૂજ્યશ્રી પ્રખર વક્તા, વિદ્વાન, એજસ્વી અને તેજસ્વી સૂરિવર હતા. વર્તમાનમાં ખરતરગચ્છનાં ગણાધીશ પૂ. આ. શ્રી જિનદિયસાગરસૂરિજી મહારાજની પાવન નિશ્રા અને પ્રભાવક પ્રેરણાથી ગચ્છના તેમ જ જૈનશાસનનાં અનેકવિધ કાર્યો ખૂબ સુંદર અને સરસ રીતે સુસમ્પન્ન બની રહ્યાં છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org