________________
શ્રમણભગવંતો-૨
પપપ
પ થી અષાઢ સુદ ૧૫ સુધી અહિંસાનું પાલન કરવા માટે ૧૨ ગામોમાં ફરમાન મોકલ્યું. સમ્રાટના ફરમાનથી અન્ય રાજાઓએ પણ પિતાના દેશમાં જુદા જુદા દિવસે અહિંસાનું પાલન કરવા ફરમાન બહાર પાડયાં. એક વખત સમ્રાટની સભામાં “ખાસ સૂત્તક્ષ અનન્તો ગો” અર્થાત્ એક સૂત્રના અનતા અર્થની વાત સાંભળી કેઈએ મશ્કરી કરી, ત્યારે સૂરિજીના વિદ્વાન શિષ્યરત્ન ગણિ સમયસુંદરે “રાષાનો તે સૌક્ષ્ય ” એ એક વાક્ય ઉપર અષ્ટલમી ગ્રંથની રચના કરી. આનાથી પ્રસન્ન થઈ સમ્રાટે સં. ૧૬૪૬ના ફાગણ વદ ૧૦ના સૂરિજીને “યુગપ્રધાન” પદ અર્પણ કર્યું. શ્રી જિનચંદ્રસૂરિજીએ એક વખત અમાસની ઘેર અંધારી રાત્રિએ પૂનમના ચંદ્રમાની માફક ૧૨ ગાઉ સુધી પ્રકાશ દેખાડ્યા. આવા અનેક ચમત્કારે સમ્રાટને બતાવી જૈનધર્મને ડંકે વગાડયો. સૂરિજી જેટલા વિદ્વાન હતા તેટલા જ ચારિત્રવાન હતા. એમને પ્રભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા હતા અને ઘણાં લોકેએ સર્વવિરતિ અને દેશવિરતિ અંગીકાર કર્યા હતાં. અકબર બાદશાહ સં. ૧૬૬રના કારતક સુદ ૧૪ના સ્વર્ગવાસ પામ્યા. ત્યાર બાદ જહાંગીર પાદશાહ બન્ય. સં. ૧૬૬૮માં સૂરિજીનાં દર્શન કરવા જહાંગીર આગ્રા ગયો. અને તે ચાતુર્માસ સૂરિજીએ આગ્રામાં ક્યું.
એક વખત દશા પિરવાડ જ્ઞાતીય સદાજી અને સમજી નામના બે ભાઈઓને પ્રતિબધી જૈન બનાવ્યા. આ બે ભાઈઓએ શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ કાઢશે તેમ જ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ ઉપર ખરતરવસહી ટૂકને જીર્ણોદ્ધાર કર્યો અને ચૌમુખજીનું મંદિર નવું બંધાવ્યું. અન્ય અનેક સ્થળોએ પણ શ્રી જિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી અને લગભગ ૧૫૦૦ આત્માઓને દીક્ષા આપી. આગ્રાનું ચાતુર્માસ પૂર્ણ થતાં મેડતા પધાર્યા. અને સં. ૧૯૭૦નું ચાતુર્માસ બિલાડા ગામમાં કર્યું. પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના ઉત્તમ કરી ગુજરાતી ભાદરવા વદ ૨ ( શાસ્ત્રીય આસો વદ ૨)ના સૂરિજી કાળધર્મ પામ્યા. સમસ્ત ખરતરગચ્છ શોકાતુર બની ગયે.
એમની પાટે આચાર્યશ્રી જિનસિંહસૂરિજી આવ્યા. ચોપડા ગોત્રીય શ્રેષ્ઠી ચાંપશીની ધર્મપત્ની શ્રી ચાંપલદેવીની કક્ષાએ સં. ૧૯૧૫માં માગશર સુદ ૧પના એક પુત્રરત્નને જન્મ થયે. સં. ૧૯૨૩માં દીક્ષા લીધી અને તેમનું નામ મહિમરાજ મુનિ રાખવામાં આવ્યું. સં. ૧૬૪૦ના મહા સુદ ૪ ના દિવસે એમને ઉપાધ્યાયપદવી આપવામાં આવી. સમ્રાટ અકબર બાદશાહના આમંત્રણથી શ્રી જિનચંદ્રસૂરિજીએ ઉપાધ્યાય મહિમરાજની સાથે સમયસુંદર આદિ ૬ સાધુભગવંતને લાહોર મોકલ્યા. તેઓની વિદ્વત્તાથી સમ્રાટને ખૂબ આનંદ થયો હતો. સં. ૧૬૯ના ફાગણ વદ ૧૦ને એમને આચાર્યપદવી આપીને એમનું નામ આચાર્ય જિનસિંહસૂરિજી રાખવામાં આવ્યું. સં. ૧૯૭૪માં બિકાનેરથી વિહાર કરીને મેડતા પધાર્યા અને ત્યાં પિષ સુદ ૧૩ ના કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્ય જિનરાજસૂરિજી આવ્યા.
બિકાનેરનિવાસી બાબરા શેત્રીય શ્રેષ્ઠી ધર્મસીને ત્યાં સં. ૧૬૪૭ના વૈશાખ સુદ ૭ ને બુધવારે એક પુત્રરત્નને જન્મ થયો. સં. ૧૬૫૬ના માગશર સુદ ૩ના દિવસે આચાર્ય જિનસિંહસૂરિજી પાસે દીક્ષા લીધી, તેમનું નામ રાજસમુદ્ર રાખવામાં આવ્યું. આચાર્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org