________________
પર
શાસનપ્રભાવક
તેઓ ત્યાગમૂર્તિ હતા. તેમની પ્રેરણાથી લેતાગેત્રીય વાષભદાસ તથા પુત્ર કુંવરપાલનપાલ મંત્રીબાંધએ આગ્રામાં જિનાલયનું નિર્માણ, બે બજાર યાત્રિકે સાથે શિખરજી તીર્થને સંઘ ઇત્યાદિ અનેક ધર્મકાર્યો કર્યા. તેઓશ્રી સમ્રાટ અકબરની સભામાં માનવંતું સ્થાન ધરાવતા હતા. આ સૂરિજીની પ્રેરણાથી જામનગરમાં તેજશી નાગડાએ શાંતિનાથ પ્રભુ અને રાયશી શાહે સંભવનાથ પ્રભુનાં વિશાળ જિનાલયે બંધાવ્યાં. શિખરજી, રાજગૃહી આદિ તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા. આ સૂરિએ આગમાદિ અનેક ગ્રંથો લખાવ્યા.
૧૮. શ્રી કલ્યાણસાગરસૂરિ : તેઓશ્રી મહાપ્રભાવક હતા. શંખેશ્વર નજીકના લાડા નગરમાં સં. ૧૯૩૩ના વૈશાખ સુદ ૬ના દિવસે જન્મ્યા. સં. ૧૬૪૨માં દીક્ષા લીધી. ૧૬ વર્ષની નાની ઉંમરે તેઓશ્રી સૂરિ બન્યા હતા. ગુજ્ઞાથી સર્વપ્રથમ કચ્છ પધાર્યા. સં. ૧૬૫૦ માં કચ્છના ભદ્રેશ્વર તીર્થની સૂરિજીની નિશ્રામાં લાલનગોત્રીય વર્ધમાન–પદ્ધસિંહ મંત્રીબાંધએ પંદર હજાર યાત્રિકે સાથે શત્રુંજય તીર્થને છરીપાલિત સંઘ કાઢયો. સૂરિજીની પ્રેરણાથી આ મંત્રીએ જામનગરના ચાંદી ચેકમાં અર્ધ શત્રુંજય તુલ્ય વિશાળ તીર્થરૂપ જિનાલયે અને શત્રુંજય પર જિનાલયે નિર્મિત કર્યા. તેમણે ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. સૂરિજીની પ્રેરણાથી કચ્છના મહારાજા પ્રથમ ભારમલ પ્રતિબોધ પામતાં કચ્છભરમાં પર્યુષણને અનુલક્ષી ૧૫ દિવસ “અમારિ પાલન” થતું. રાજાએ ભૂજમાં “રાજવિહાર” જિનાલય બંધાવ્યું. રાજમહેલમાં જે પાટ પર સૂરિજી બેસતા તે પાટ આજે પણ ભુજના અચલગચ્છના ઉપાશ્રયમાં વિદ્યમાન છે. મેગલ બાદશાહ જહાંગીર, જામનગરના જામ લાખાજી ઇત્યાદિ રાજાઓ સૂરિજીથી પ્રભાવિત હતા. આ આચાર્યપ્રવર વિષે “જૈન” પત્ર તા. ૧૬-૪-૭૭ ના અંકમાં લખે છે કે, “શાસનના પ્રભાવક આચાર્યોની ઉજજવળ પરંપરાના પ્રકાશને વિસ્તારનાર તેજસ્વી નક્ષત્ર સમાં આવા જ એક શ્રમણ શ્રેષ્ઠ સમર્થ સંઘનાયક હતા. દર્શન, જ્ઞાન અને ચારિત્રની અખંડ અને નિર્મળ હૃદયની વ્યાપક ધર્મ પ્રભાવના દ્વારા જેમ એમનું જીવન ધન્ય બન્યું, તેમ શાસન પણ કલ્યાણકર બન્યું હતું. તેમના શિષ્ય ઉપાધ્યાય વિનયસાગરજીએ “ભેજ વ્યાકરણ”,
પદ્ય નામમાલા”, ઇત્યાદિ સંસ્કૃત ગ્રંથ રચ્યા. ઉપાધ્યાય દેવસાગરજીએ “અભિધાન ચિંતામણિ કેષ” પર દશ હજારી બૃહદ્ ટીકા સંસ્કૃતમાં રચી. કલ્યાણસાગરસૂરિજીએ અનેક સ્તોત્રે, “લિંગ નિર્ણય” ઈત્યાદિ ગ્રંથ રચ્યા. તેઓ સં. ૧૭૧૮ આસો સુદ ૧૩ ના કચ્છ-ભૂજમાં દિવંગત થયા.
૧૯ શ્રી અમરસાગરસૂરિ ઃ તેઓ પણ પ્રભાવક હતા. ૨૦. શ્રી વિદ્યાસાગરસૂરિ : તેઓ પ્રથમ કચ્છી પટ્ટધર હતા. દક્ષિણ ભારતમાં તેઓશ્રી ખૂબ વિચર્યા. કચ્છના રાજા ગોડજીની સભામાં કષિ મૂલચંદ સાથે પ્રતિમા અંગે શાસ્ત્રાર્થ કરી પરાજિત કર્યા. તેથી ઋષિ મૂલચંદને કરછથી ચાલ્યા જવું પડ્યું. આ સમયમાં અચલગચ્છને પ્રભાવ વિશેષ હિતે. ૨૧. શ્રી ઉદયસાગરસૂરિ : તેઓશ્રીની પ્રેરણાથી જામનગરનાં જિનાલયને જીર્ણોદ્ધાર થયે. સિદ્ધસેનકૃત દ્વાર્નાિશિકા” પર વૃત્તિ ઇત્યાદિ ગ્રંથ તેમણે રચ્યા.
૨૨. શ્રી કીતિસાગરસૂરિ, ૨૩. શ્રી પુણ્યસાગરસૂરિ, ૨૪. શ્રી રાજેન્દ્ર સાગરસૂરિ, ૨૫. શ્રી મુક્તિસાગરસૂરિ અને ૨૬. શ્રી રતનસાગરસૂરિ. તેમાં છેલ્લા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org