________________
શ્રમણભગવંતો-૨
પ૬૧ વરદ હસ્તે દિક્ષા અંગીકાર કરી હતી. આબુ પાસેના જીરાવલી તીર્થ અને પારકરના ગેડીજી તીર્થના ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. શ્રી મેરૂતુંગસૂરિજીએ લાડાના રાઉત મેઘરાજ, સાચોરના રાઉત પાતા, રાઉત મદનપાલ, ઈડરપતિ સુરદાસ, જંબુનરેશ ગજમલ ગદુઆ, જીવનરાય, યવનપતિ ઇત્યાદિ રાજાઓને પ્રતિબોધ આપે. એક વખત શત્રુંજય તીર્થના મૂળ જિનાલયને ચંદરે બળતાં સૂરિજી ખંભાતમાં વ્યાખ્યાનની પાટ પર મુહપત્તિ ચળવા લાગ્યા. શ્રાવકે એ પૂછયું : “આ શું કરે છે ?” ત્યારે સૂરિજીએ તીર્થમાં ચંદ બળી રહ્યો છે એ વાત કરી. શ્રાવકે એ માણસે દોડાવી શત્રુંજ્ય પર તપાસ કરાવી, તે બળતે ચંદરે ઓલવાઈ ગયાનું જાણવા મળ્યું. બીજા એક પ્રસંગે વડનગરના બ્રાહ્મણ નગરશેઠના પુત્રને સર્પદંશ થતાં ઝેર ઉતારવા સૂરિજીએ તરત જ “ૐ નમે દેવદેવાય” નામના પ્રભાવક “જિરાવલી તેત્ર”ની રચના કરી હતી. તેમણે શંખેશ્વર પાસેના લેલાડી તીર્થમાં પ્રભાવક ચાતુર્માસ કરેલ. તેમના શિષ્ય માણિક્યસુંદરસૂરિ પણ પ્રકાંડ વિદ્વાન હતા. તેમના બીજા શિષ્ય માણિજ્યશેખરસૂરિએ આગમગ્ર પર દીપિકાઓ રચી હતી. મેરૂતુંગસૂરિ રચિત “જેન મેઘદૂત મહાકાવ્ય ', મેરતુંગ વ્યાકરણ”, “સપ્તતિ ભાગ્ય ટીકા ”, “ષદર્શન નિર્ણય ”, ધાતુપારાયણ', રસાધ્યાયવૃત્તિ', “સૂરિ મુખ્યમંત્ર કલ્પ, “સૂરિમંત્ર સારોદ્ધાર” ઇત્યાદિ અનેક ગ્રંથ પ્રાપ્ત થાય છે. પટ્ટાવલિમાં તેમને “પૂરવ રષિ” જેવા કહ્યા છે.
૧૨. શ્રી જયકીતિસૂરિ : તેઓશ્રીની પ્રેરણાથી વિષાપહાર ગોત્રના વંશ જૈનધર્મ પામ્યા. અરવલ્લી તીર્થને જીર્ણોદ્ધાર અને અનેક જિનાલની પ્રતિષ્ઠાઓ તેમની પ્રેરણાથી સંપન્ન થઈ. તેમણે પિતાના દસ શિષ્યને આચાર્યપદવીથી અલંકૃત કર્યા હતા. ૧૩. શ્રી જયકેશરસૂરિ : તેઓશ્રીના મંત્રપ્રભાવથી અમદાવાદના બાદશાહ મહિમુદશાહને હકીલે તાવ દૂર થયું હતું. તેથી આ બાદશાહે અમદાવાદમાં અચલગચ્છને ઉપાશ્રય બંધાવી આપે. તે હજીયે ઝવેરીવાડમાં પાર્શ્વનાથ દેરાસર નજીક છે. પાવાગઢ (ચાંપાનેર)ને રાજા ગંગરાજ, રાજપુત્ર જયસિંહ તથા મંત્રીઓ આ સૂરિજીના સમાગમથી પ્રભાવિત થયા હતા. પાવાગઢનાં અધિષ્ઠાયિકા મહાકાળી દેવી અચલગચ્છનાં અધિષ્ઠાયિકા છે, તે પણ સૂચક માની શકાય. આ ગચ્છના આચાર્યોમાં સૌથી વધારે જિનબિંબના પ્રતિષ્ઠાયક તરીકે આચાર્યશ્રી જયકેશરસૂરિ મોખરે રહ્યા છે. ૧૪. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ : માંડવગઢ તીર્થની ઉન્નતિમાં આ સૂરિજીને ફળો ઉલ્લેખનીય છે. તીર્થના પ્રાચીન મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ સમેત પ્રતિમાજીઓ પર તેમના પ્રતિષ્ઠાના લેખે છે. ૧૫. શ્રી ભાવસાગરસૂરિ : તેઓશ્રી પ્રાકૃતના વિદ્વાન હતા. તેમણે “વીરવંશાનુક્રમ”, “અચલગચ્છ ગુર્વાવલિ” (પ્રાકૃત) વગેરે ગ્રંથ રહ્યા છે. ૧૬. શ્રી ગુણનિધાનસૂરિ : એમના સમયમાં આ. શ્રી હર્ષનિધાનસૂરિએ રત્નસંચય” ગ્રંથ ઉદ્ધર્યો.
૧૭. શ્રી ધર્મભૂતિસૂરિ : આ સૂરિજીની બ્રહ્મચર્ય અંગેની પરીક્ષાથી અબુદાદેવી પ્રસન્ન થયાં. તેમણે સં. ૧૬૦૨ માં ૯૨ સાધુ-સાધ્વીઓ સહ ઉગ્ર તપપૂર્વક ક્રિયેદ્ધાર કર્યો.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org