________________
શ્રમણભગવત-૨
પપ૯ સીમંધરસ્વામી દાદાના ભવ્ય જિનાલય સહિત ગુરુમંદિર આદિની પ્રતિષ્ઠા સં. ૨૦૪૪ના મહા વદ ૧૨ના પૂ. અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ.આ. શ્રી કલાપ્રભસાગર સૂરિજી મહારાજની નિશ્રામાં થઈ. પૂ. દાદાશ્રી આચાર્ય આર્ય રક્ષિતસૂરિજીની સુવિહિત શાસ્ત્રીય વિચારધારાને તેઓશ્રીના પ્રશિષ્ય પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી, પૂ. આ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજીએ પ્રાકૃત-સંસ્કૃતબદ્ધ શતપદી અપનામ પ્રશ્નોત્તરપદ્ધતિ નામના ગ્રંથમાં અક્ષરદેહ આપેલ છે, જેની તાડપત્રીય કાગળની હસ્તપ્રત ખંભાત, વડોદરા, છાણી, પાટણ આદિના પ્રાચીન જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. પ્રો. રવજી દેવરાજે ૫૦ વર્ષ પહેલાં “શતપદી સારાંશ ” તરીકે પ્રકાશિત કરેલ છે. પૂ. આ. શ્રી મેરૂતુંગસૂરિજી મહારાજે પણ શતપદી સમુદ્વાર ગ્રંથ રચેલ છે. શતાબ્દીઓ વહી જવા છતાં પૂ. આર્ય રક્ષિતસૂરિજીએ પ્રવર્તાવેલ વિધિપક્ષ-અચલગચ્છ આજે પ૧ સંગીન સ્થિતિમાં છે, આથી તેમની સમાચારની મહત્તા અંકિત થાય છે.
૨. શ્રી જયસિંહસૂરિ : પૂ. આ. શ્રી આર્યરક્ષિતસૂરિના પટ્ટધર શ્રી જયસિંહસૂરિ મહાપ્રભાવક હતા રાજા સિદ્ધરાજની પ્રેરણાથી જેસંગે આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા લીધી હતી. જેસંગ ગુરુ પાસે ગયેલ ત્યારે દેવદર્શને ગયેલા ગુરુ આવ્યા તે દરમિયાનમાં, ત્યાં પડેલું દશવૈકાલિકસૂત્ર' વાંચ્યું અને તે અલ્પ સમયમાં કઠસ્થ કરી લીધું. શ્રી જયસિંહસૂરિને શાસ્ત્રના સાડા ત્રણ કરોડ કલેકે કંઠસ્થ હતા. સં. ૧૨૧૭માં મહારાજા કુમારપાળના આગ્રહથી છત્ર હર્ષભટ્ટારિક દિગંબરાચાર્યને શ્રી સિંહસૂરિએ વાદમાં પરાજિત કરેલા. તે વરસે જ રાજા કુમારપાલે આગ્રહપૂર્વક તેમનું માસું પાટણમાં કરાવ્યું. આ રાજાએ કરાવેલા ઉદ્ધાર બાદ તારંગા તીર્થની શ્રી જયસિંહસૂરિજીએ સર્વ પ્રથમ યાત્રા કરી હતી. કચ્છના ભદ્રેશ્વર તીર્થની પ્રતિષ્ઠા શ્રી આર્યરક્ષિતસૂરિ અને શ્રી જયસિંહસૂરિએ કરાવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. શ્રી જયસિંહસૂરિએ લાખ ક્ષત્રિયોને પ્રતિબંધેલા અને તેમને એશવાલ જ્ઞાતિમાં ભળવા પ્રેરણા કરેલી. તેમણે પ્રતિબોધેલા રાજાઓમાં હલ્યુડીના રાજા અનંતસિંહ, યદુવંશીય સેમચંદ, શઠેડ ફણધર, રવજી ઠાકોર, લાલન ચૌધરી, બિહારીદાસ, ઉમરકેટના મોહનસિંહ, દેવડ ચાવડા, રાઉત વરદત્ત ઇત્યાદિ હતા. આચાર્ય શ્રી જયસિંહસૂરિએ લાલન, ગાલા, દેટીઆ, કટારીયા, સાવલા, લિડિયા, સંઘઈ, હલ્યુડીઆ, લેલાડીયા, રાકેડ, મીઠડીયા, ગુટકા, પડાઈઆ, નીશર, છાજેડ ઇત્યાદિ ગોત્રને પ્રતિબંધેલા. પયુંષણ સંવત્સરી ભાદરવા સુદ પાંચમની સમાચારી બાબતમાં શ્રી જયસિંહસૂરિ અચલ રહ્યા, તેથી ત્યારથી “અચલગચ્છ” એવું નામ પ્રસિદ્ધ થયું. શ્રી જયસિંહ સૂરિજીનું નામ અને પ્રદાન જૈન ઇતિહાસમાં કદી પણ ભૂંસાશે નહીં. તેઓશ્રી સં. ૧૨૫૮માં સ્વર્ગસ્થ થયા.
૩. શ્રી ધર્મઘોષસૂરિ : તેઓશ્રીએ શાકંભરીના પ્રથમ રાજા રાઉત્ત બાહડી, નાગર બ્રાહ્મણ, ચૌહાણ ભીમ, જાલેરને બીલ્ડ, પરમાર ક્ષત્રિય રણમલ, હરિયા ઈત્યાદિને પ્રતિબધે. પરિણામે બેહડા (ર), દેવાણંદ, ગેસર દાંતેવાડીયા, હીરાણી, વિસરીઆ, ભુલાણી, હરિયા અટકે પ્રસિદ્ધિમાં આવી. તેમની પ્રેરણાથી ઝાડપલ્લીગચ્છના જયપ્રભસૂરિ, વિદ્યાધરગચ્છના સોમપ્રભસૂરિ, દિગંબરાચાર્ય વીરચંદ્રસૂરિ પિતાના ગચ્છ અને પરિવાર સહિત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org