________________
૫૫૮
શાસનપ્રભાવક
પ્રભુના શ્રીમુખથી વિજયચંદ્ર ઉપાધ્યાયજીની પ્રશંસા સાંભળી ચકેશ્વરી દેવી પાવાગઢ પર આવ્યાં અને ગુરુજીના દર્શનથી પ્રસન્ન થઈ કહ્યું : “પૂજ્ય ! આપ પુણ્યવાન છે, દીર્ઘદશી છો. આપ પર્ષદામાં સીમંધર પ્રભુ દ્વારા પ્રશંસિત છે. હે પૂજ્ય ! આવતી કાલે ભાલેજથી યશોધન શ્રાવક સંઘ સહિત આવશે. આપના ધર્મોપદેશથી પ્રતિબંધ પામશે અને શુદ્ધ અન્નજળ વહેરાવશે. આપ પારણું કરશો. આપ દ્વારા વિધિપક્ષનું પ્રવર્તન થશે. જિનશાસનને જ્યજયકાર થશે.” બીજા જ દિવસે સંઘપતિ યશોધન ભણશાળી સંઘ સહિત તીર્થયાત્રાએ આવ્યા. સંઘપતિની વિનંતીથી ગુરુદેવ તળેટીમાં સંઘના રસેડે પધાર્યા. ત્યાં સૂઝતે આહાર મળતાં તે વહેરીને સ્વસ્થાને આવી વિજયચંદ્રજીએ માસક્ષમણનું પારણું કર્યું. યશોધન શ્રાવક ગુરુ પાસે આવ્યા. ગુરુના ઉપદેશથી તેમણે શ્રાવકનાં વ્રતે સ્વીકાર્યા. ગુરુ સંઘ સહિત ભાલેજ પધાર્યા. અહીં ભાલેજમાં ઉપાધ્યાય વિજયચંદ્રજીને ગુરુએ સૂરિપદ આપી
આર્ય રક્ષિતસૂરિ' નામ આપ્યું. અહીંના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે પાખંડીઓએ વિરોધ કરતાં ચકકેશ્વરીદેવીએ પ્રગટ થઈને કહ્યું : “આર્ય રક્ષિતસૂરિ કહે છે તે જે વિધિમાર્ગ સર્વજ્ઞકથિત અને શાશ્વત છે. શ્રી આર્યરક્ષિતસૂરિએ પણ આગમનાં પ્રમાણો ટાંકી વિધિમાર્ગ સમજાવ્યું. પિતાની અજ્ઞાનતાથી વિરોધીઓ ઝાંખા પડ્યા. આમ, વિરાટે માનવમેદની વચ્ચે સં. ૧૧૬૯ના વૈશાખ સુદ ૩ ના દિવસે વિધિપક્ષ ગચ્છની જાહેરાત થઈ. તે વખતે અનેક સુવિહિત આચાર્યો તેમ જ ગચ્છો વિધિપક્ષ ગચ્છમાં ભળી ગયા. આમાં શંખેશ્વરગચ્છ, વલ્લભીગચ્છ, નાણકગચ્છ, નાડેલગચ્છ, ભિન્નમાલગચ્છ, મુખ્ય હતા તથા ઝાલેરી, આગમ, પૂર્ણિમા, સાર્ધ પૂનમિયા, ઝાડપલ્લી ઇત્યાદિ ગચ્છએ-તેના નાયકેએ-વિધિ પક્ષ ગચ્છની કેટલીક સમાચારી સ્વીકારી. ત્યારથી શ્રી આર્યરક્ષિતસૂરિજીને પ્રતાપ અધિક વૃદ્ધિ પામે.
- પૂજ્ય સૂરિજીની પ્રેરણાથી બેણપના કરોડપતિ મંત્રીશ્રી કપદીનાં પુત્રી સોમાઈ એ લાખનાં આભૂષણે તજ પિતાની ૨૫ સખીઓ સાથે દીક્ષા લીધી; અને તેઓ “સમયશ્રીજી ” નામે અચલગચ્છમાં પ્રથમ સાવી થયાં. એક વખત કપદી વરત્રાંચલથી શ્રી હેમચંદ્રસૂરિને વંદન કરતા હતા. તે વખતે રાજા કુમારપાલના પૂછવાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ કહ્યું :
આ વિધિ શાસ્ત્રોક્ત છે. તથા તેમણે આર્ય રક્ષિતસૂરિની પ્રશંસા પણ કરી. આથી રાજા કુમારપાળે કહ્યું: “વિધિપક્ષનું બીજું નામ અચલગચ્છ થશે.” શ્રી આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી પ્રતિબોધિત રાજાઓમાં સિંધના મહીપાલ, ધર્મદાસ, દિલ્હીના પૃથ્વીરાજ, હમીરજી, જેસંગ, મંત્રીઓ ખેતલ ભાટા, ધરણા ઇત્યાદિ છે. સૂરિજીની પ્રેરણાથી અનેક લેકે જૈનધર્મ પામ્યાં. રાજા સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ ઈત્યાદિ પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા.
આર્ય રક્ષિતસૂરિન પરિવાર : ૨૨૦૨ સાધુઓ અને ૧૩૧૧ સાધ્વીજીઓ મળી કુલ ૩૫૧૩ જેટલે હવે તેમાં ૧૨ આચાર્યો, ૨૦ ઉપાધ્યાયે, ૭૦ પંન્યાસો, ૩૦૦ મહત્તર સાધ્વીઓ, ૮૨ પ્રવર્તિની સાધ્વીઓ હતાં. તેઓ સં. ૧૨૩૬માં બેણપ (બનાસકાંઠા)માં દિવંગત થયા. અચલગચ્છનાં અધિષ્ઠાયિકા તરીકે ચકકેશ્વરી દેવી તથા મહાકાલી કેવી રહ્યાં. પૂ. આર્યરક્ષિતસૂરિજીની જન્મભૂમિ દંતાણીમાં ૯૦૦ વર્ષ પ્રાચીન જિનાલયને તાજેતરમાં જીર્ણોદ્ધાર કરાવી શ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org