________________
શ્રમણભગવત-૨
૫૫૩
હિતે. પૂ. દાદાગુરુશ્રી જિનકુશલસૂરિજીએ એમને સ્વહસ્તે ઉપાધ્યાય પદવી આપી હતી. સં. ૧૪૦૦ના અષાઢ સુદ ૧ના દિવસે પૂ. તરુણપ્રભાચાયે એમને આચાર્ય પદવી આપીને એમનું નામ “શ્રી જિનલબ્ધિસૂરિજી” રાખીને એમને સૂરિમંત્ર આપ્યું. જેનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરીને સં. ૧૪૦૬માં નાગપુરમાં તેઓશ્રી કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનચંદ્ર સૂરિજી આવ્યા. તેઓ સં. ૧૪૧૪માં ખંભાતમાં કાળધર્મ પામ્યા.
તેમની પાટે શ્રી જિનદયસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૪૩૨માં પાટણ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનરાજસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૪૬૧માં મેવાડદેલવાડામાં કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનભદ્રસૂરિજી આવ્યા. તેઓશ્રીએ જેસલમેર આદિ સાત શહેરમાં જ્ઞાનભંડાર સ્થાપન કર્યા. તેઓશ્રી સં. ૧૫૧૪માં કુંભલમેર મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૫૩૦ જેસલમેર મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનસમુદ્રસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૫૫૫માં અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનહિંસસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૫૮૨ માં પાટણ મુકામે કાળધર્મ પામ્યા. તેમની પાટે શ્રી જિનમાણિજ્યસૂરિજી આવ્યા. તેઓશ્રી સં. ૧૬૧રમાં કાળધર્મ પામ્યા. તેમની પાટે ચેથા દાદાજી શ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. તેમને દિલ્હી સમ્રાટ અકબરે “યુગપ્રધાન પદ આપ્યું હતું. તેઓશ્રી સં. ૧૯૭૦ માં બિલાડા મુકામે કાળધર્મ પામ્યા.
મારવાડમાં જોધપુર શહેરમાં ખેતસર ગામમાં ઓસવાલ કુલદીપક રીહડ ગેત્રીય શ્રી બન્ત શાહની ધર્મપત્ની શ્રીમતી શ્રીયાદેવીની કુક્ષીએ સં. ૧૫૯૫ માં એક પુત્રરત્નને જન્મ થયે. એમનું નામ સુલતાનકુમાર રાખવામાં આવ્યું. ૧૬૦૪ માં ખરતરગચ્છનાયક શ્રી જિનમાણિક્યસૂરિજી ખેતસર ગામમાં પધાર્યા. તેમનું પ્રવચન સાંભળી સુલતાનકુમારે ૯ વર્ષની વયે દીક્ષા લીધી અને તેમનું નામ મુનિ સુમતિ ધીર રાખવામાં આવ્યું. સં. ૧૯૧૨ માં અષાઢ સુદ પાંચમે આચાર્ય શ્રી જિનમાણિજ્યસૂરિજી કાળધર્મ પામ્યા તે વખતે સુમતિધર મુનિજી ૨૪ ઠાણાં સાથે જેસલમેર પધાર્યા. તે વખતે પૂજ્યશ્રી ગુણપ્રભસૂરિજી મહારાજની સંમતિથી એમને આચાર્યપદવી આપવામાં આવી, અને એમનું નામ શ્રી જિનચંદ્રસૂરિજી રાખી શ્રી જિનમાણિજ્યસૂરિજીની પાટ પર સ્થાપન કરવામાં આવ્યા. બિકાનેરના મંત્રી સંગ્રામસિંહ વચ્છાવતની વિનંતીથી પૂજ્યશ્રી બિકાનેર પધાર્યા. પણ ત્યાંને ઉપાશ્રય શિથિલાચારી યતિઓના કબજામાં હોવાથી મંત્રીએ તેઓને અશ્વશાળામાં ચાતુર્માસ કરાવ્યું. આ અધશાળા આજે પણ બિકાનેરમાં રાંગડી ચેકમાં “બડા ઉપાશ્રય” નામથી પ્રસિદ્ધ છે. તેમના સમયમાં તેમના ગચ્છમાં શિથિલાચાર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હતું, તેથી તેમના આત્માને ખૂબ ગ્લાનિ થતી હતી. સં. ૧૬૧૪ માં બિકાનેરમાં તેઓશ્રીએ ક્રિયેદ્ધાર કર્યો. ૩૦૦ યતિઓમાંથી ૧૬ યતિને સંવેગી દીક્ષા આપી. બાકીના ૨૮૪ યતિઓના સાધુવેષ ઉતારી ગૃહસ્થવેશ ધારણ કરાવી માથે પાઘડી બંધાવી. આજે પણ તેઓ મથુરણ ગૃહસ્થ તરીકે ઓળખાય છે અને તેઓ કુલગુરુ તરીકે વહીવંચા વાંચે છે. આ શુભ શ્ર. 9
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org