________________
પર
પ્રમાણ શ્રી આદિનાથ પ્રભુના બિબની શલાકા કરી. તેમ જ ભીમપલ્લીમાં ભુવનપાલ શ્રાવકે બનાવેલા ૭૨ જિનાલયવાળા શ્રી મહાવીરસ્વામીજીના મંદિરની, જેસલમેરમાં જસધવલ શ્રાવકે બનાવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની અને જાલોરમાં શ્રી પાર્શ્વનાથજી ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરી. તેઓશ્રી આગ્રા શ્રીસ'ઘના આગ્રહથી શ્રી શત્રુંજય તીના સ ંધમાં પધાર્યાં. તે વખતે સિ ંધુદેશમાં મિથ્યાત્વના પ્રચાર ખૂબ હતા. ઉચ્ચાનગર અને દેવરાજપુરમાં શ્રાવકોએ પૂજ્યશ્રીને સિંધુદેશ પધારવા પ્રાથના કરી. શાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રી સિ'ધદેશમાં પધાર્યાં. એક માસની સ્થિરતા દરમિયાન શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી. ત્યાંથી ઉચ્ચાનગર પધારી ત્યાં પણ શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી. ત્યાંથી અહિરામપુર, કયાસપુર, ખાજ વાહન આદિ નગરોમાં શાસનની પ્રભાવના કરતાં કરતાં પુન: દેવરાજપુર પધાર્યાં અને સ. ૧૩૮૬ અને ૧૩૮૭ નાં બે ચાતુર્માંસ દેવરાજપુર કર્યાં. એમના ઉપદેશથી લાખાની સંખ્યામાં ભાઈ બહેનોએ માંસ મદિરાનો ત્યાગ કર્યો અને પચાસ હજાર લોકોએ જૈનધર્મનેા અંગીકાર કર્યાં.
શાસનપ્રભાવક
વિનયપદુઅએ શ્રી
શ્રી જિનકુશલસૂરિજીના શિષ્ય શ્રી ગૌતમસ્વામીને રાસ રચ્યા છે ( વીર જિનેશ્વર ચરણકમલ કમલ કયવાસા ) અને આજે ભારતભરના દરેક ઉપાશ્રયમાં નૂતન વર્ષના માંગલિકમાં શ્રીસંઘને સંભળાવવામાં આવે છે. સં. ૧૩૮૮ના માગશર સુદ ૧૦ના દિવસે વિદ્વાન શિષ્ય તરુણકીત ગણિને મહામહેત્સવપૂર્વક આચાય પદવી આપી એમનુ નામ શ્રી તરુણુપ્રભાચાય રાખવામાં આવ્યુ. સ. ૧૩૮૯નું ચાતુર્માસ દેવરાજપુરમાં કર્યું. 'તકાળ નજીક જાણીને શ્રી તરુણપ્રભાચાને આજ્ઞા આપી કે મારી પાર્ટ ઉપર ૧૫ વર્ષની ઉમરના મારા શિષ્ય પદ્મમુનિને સ્થાપન કરો. સં. ૧૩૮૯ના મહા સુદ ૧૩ના દિવસે દેવરાજપુર ( દેરાઉનગર )માં, ૧૨ વર્ષ ના આચાર્ય કાળ, ૪૨ વર્ષના સયમકાળ અને ૫૬ વનું આયુષ્ય ભાગવી કાળધમ પામ્યા. એમના સમુદાયમાં ૧૨૦૦ સાધુભગવંતેા અને ૧૫૦૦ સાધ્વીમહારાજો હતાં. પૂજ્ય ગુરુદેવના કાળધમના સમાચાર સાંભળી ગામેગામના સઘા દર્શનાથે આવ્યા. ૭૫ મપિકાવાળી પાલખીમાં પૂ. ગુરુદેવને પધરાવ્યા. ચંદનની ચિતામાં અગ્નિસ`સ્કાર કરવામાં આવ્યા. તે જગ્યાએ રીહડ ગેાત્રીય શેઠ પૂરનચંદના કુલદીપક શેઠ હરિલાલે સુંદર સ્તૂપ બનાવ્યેા. પૂજ્ય ભુવનપતિ નિકાયમાં ઉત્પન્ન થયા. આજ સુધી પૂજ્યશ્રીના ચમત્કારોની કથાઓ સાંભળવા મળે છે અને શ્રદ્ધાળુ ભાવક દર સોમવારે અને દર પૂનમે પૂ. ગુરુદેવની સમાધિ અને ચરણપાદુકાના દન–વંદનનેા લાભ લે છે.
સ. ૧૩૯૦માં જેઠ સુદ ૬ને સમવારે દેવરાજપુરમાં ભગવાન આદિનાથના મંદિરની છત્રછાયામાં ૩૦ સાધુભગવંતા, અનેક સાધ્વીમહારાજો અને અનેક ગ્રામ-નગરાના શ્રીસ`ઘની હાજરીમાં પૂ. ગુરુદેવશ્રી તરુણપ્રભાચાયે, ગુરુદેવની આજ્ઞાનુસાર, શ્રી પદ્મમૂતિ ને પાટ પર સ્થાપન કરી એમનું નામ શ્રી જિનપદ્મસૂરિજી રાખવામાં આવ્યું. આ શુભ પ્રસંગે રીહડકુલ ગોત્રીય શ્રેષ્ઠિવ શ્રી પૂર્ણ ચદ્રજીએ લક્ષ્મીના સદ્વ્યય કર્યાં. જૈનધર્મની ખૂબ ખૂબ પ્રભાવના કરી. પૂજ્યશ્રી સ’. ૧૪૦૪ના વૈશાખ સુદ ૧૪ના દિવસે કાળધર્મ પામ્યા. તેમની પાટે આચાર્ય શ્રી જિનલબ્ધિસૂરિજી આવ્યા. એમના જન્મ સં. ૧૩૭૮માં એસવાલજ્ઞાતીય સાલુ ગોત્રમાં થયે
www.jainelibrary.org
Jain Education International 2010_04
For Private & Personal Use Only