________________
શ્રમણભગવંતો-૨
પપ૧
મેકલે તે ધર્મારાધના થઈ શકે. તે વખતે પૂજ્યશ્રીએ લાડનુનિવાસી શ્રીમાલવંશીય શ્રી જિનસિંહ ગણિને સં. ૧૨૮૦ માં પહપુરમાં આચાર્યપદવી આપી જિનસિંહસૂરિ નામાભિધાન કરી, સૂરિમંત્ર અને પદ્માવતીમંત્ર-સાધના આપવા પૂર્વક એમને કહ્યું કે, “આ શ્રીમાલસંઘ તમને સેંપવામાં આવે છે. શ્રીસંઘ સહિત ત્યાં દિલ્હી જાઓ અને ધર્મની ધ્વજ લહેરાવો.” આ પ્રમાણે ગુરુની આજ્ઞાનુસાર શ્રી જિનસિંહસૂરિજી શ્રીમાલ સંઘ સહિત દિલ્હીમાં આવ્યા. આમ, શ્રી જિનસિંહસૂરિજી દ્વારા “લઘુ ખરતરગચ્છને ઉદ્ભવ થયો. આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજીએ સં. ૧૩૩૧ માં ઓશવાલ વંશીય શ્રી જિનપ્રબોધસૂરિજીને પટ્ટધર બનાવ્યા. ફાગણ વદ ૮ ને રવિવારે જાવાલીપુરમાં શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય, શ્રી લક્ષમીતિલક ઉપાધ્યાય અને વામનાચાર્ય પદ્યદેવ ગણિ પણ ત્યાં બિરાજમાન હતા. તેઓએ ફાગણ સુદ પના સ્થિરકીર્તિ–ભુવનકીર્તિ, બે મુનિ ભગવંતે અને શ્રી કેવલપ્રભા, શ્રી જગપ્રભા, હર્ષ પ્રભા, યશપ્રભા – નામે ૪ સાધ્વીજી મહારાજને દીક્ષા આપી. સં. ૧૩૪૦ ના ફાગણ મહિને પૂજ્યશ્રી ભવ્ય સ્વાગતપૂર્વક જેસલમેર પધાર્યા. વૈશાખ સુદ ૩ ના ઉચ્ચાપુર, વિક્રમપુર, જાવાલિપુર આદિ સ્થાનેથી આવેલા સંઘની હાજરીમાં શ્રેષ્ઠિવર્ય નમકુમાર અને ગણદેવે ચોવીશ જિનમંદિર અને અષ્ટાપદજી તીર્થની સ્થાપના કરી. શ્રી કર્ણદેવની વિનંતીથી ત્યાં ચાતુર્માસ પધાર્યા. ત્યાંથી વિહાર કરી વિક્રમપુર ગયા. ત્યાં યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિજી પ્રસ્થાપિત શ્રી મહાવીર પરમાત્માના દર્શન કર્યા. સં. ૧ ૩૪૧ના વૈશાખ સુદ ૬ના દિને શ્રી જિનચંદ્રસૂરિજીને પટ્ટધર બનાવ્યા અને શ્રી રાજશેખર ગણિને વાચનાચાર્યની પદવી આપી. સં. ૧૩૪૧ ના વૈશાખ સુદ ૧૧ ના દિવસે તેઓશ્રી કાળધર્મ પામ્યા. શ્રી જિનચંદ્રસૂરિજીએ પિતાનું આયુષ્ય અલપ જાણીને વાચનાચાર્ય શ્રી કુશલકીર્તિજી ગણિને પટ્ટધર બનાવવા એક પત્ર શ્રી રાજેન્દ્રાચાર્ય મારફત શ્રી વિજયસિંહ શકુરને મોકલી આપ્યો. સં. ૧૩૭૬ ના અષાઢ સુદમાં ૬૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મેડતા નગર પાસે કેશવાણા ગામમાં કાળધર્મ પામ્યા.
સં. ૧૩૩૦ માં શ્રી નાકોડાજી તીર્થ પાસે સમિયાના ગામમાં એશવાલ કુલભૂષણ છાગેહડ ગોત્રીય મંત્રી જિલ્ડાગરજીની ધર્મપત્ની જયંતદેવીની કુક્ષીએ એક પુત્રરત્નનો જન્મ થયો. તેનું નામ કરમણ રાખવામાં આવ્યું. સં. ૧૩૪૭ના ફાગણ સુદ ૮ના મહાપ્રભાવક ખરતરગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી અને નામ શ્રી કુશલકીતિ રાખવામાં આવ્યું. ૩૦ વર્ષ સુધી ગુરુભગવંતની સેવા અને અભ્યાસ કર્યો. સં. ૧૩૭૫ના શ્રી જિનચંદ્રસૂરિજી ફલેધી પાર્શ્વનાથજીની યાત્રા કરી નાગર પધાર્યા. અને પંન્યાસ શ્રી જગચંદ્રજી અને શ્રી કુશલકીતિજીને વાચનાચાર્યની પદવી અર્પણ કરી. સં. ૧૩૭૭માં પૂજ્ય શ્રી જિનચંદ્રસૂરિજીની આજ્ઞાનુસાર શ્રી કુશલકીર્તિજીને શ્રી રાજેન્દ્રાચાર્યસૂરીશ્વરજીએ અણહિલપુર પાટણમાં જેઠ વદ ૧૧ના દિવસે આચાર્યપદવી આપી એમનું નામ શ્રી જિનકુશલસૂરિજી રાખવામાં આવ્યું. આચાર્ય પદવી પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ ચાતુર્માસ ભીમપલ્લી અને બીજું પાટણમાં કર્યું. વીજાપુર, તારંગા, આરાસણ આદિ તીર્થોની યાત્રા કરી. ત્રીજુ ચાતુર્માસ પણ પાટણમાં કરી સં. ૧૭૮૦માં તેજપાલે શ્રી શત્રુંજય તીર્થને સંઘ કાવ્યો તેમાં લાભ લીધે. ત્યાં એમના ઉપદેશથી ખરતરવાહી બનાવ્યું અને શ્રી માનતુંગપ્રાસાદ મંદિરમાં ૨૭ આંગુલ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
.
www.jainelibrary.org