________________
શ્રમણભગવંતે-
૫૪૯ લીધા. એમથી વિદ્વત્તાને લીધે શ્રી દેવભદ્રસૂરિજીએ એમને સં. ૧૧૬૯ ના વૈશાખ વદ ૬ ના દિવસે ચિતોડમાં આચાર્ય પદવી અર્પણ કરી અને એમનું નામ શ્રી જિનદત્તસૂરિજી રાખવામાં આવ્યું. શ્રી જિનદત્તસૂરિજી મહાન પ્રભાવક આચાર્ય હતા, બાવન વીર, ચોસઠ જોગણી અને સિંધ દેશના પાંચ પીર એમની આજ્ઞામાં હતા. તેમણે પોતાની ચમત્કારી શક્તિ વડે બ્રાહ્મણ, ક્ષત્રિય, માહેશ્વરી આદિ એક લાખ ત્રીસ હજાર જેનેતરોને જેનધમી બનાવ્યા અને ઓસવાલ જ્ઞાતિમાં દાખલ કર્યા. શાકંભરીને અરુણરાજ રાણા, ત્રિભુવનગિરિના કુમારપાલ આદિ દેશના રાજવીઓ તેમની આજ્ઞા પાળતા. તેમણે પિતાની કુશાગ્ર બુદ્ધિથી જૈનસાહિત્યને ત્રણ ભાગમાં વહેંચી કાઢ્યું. (૧) સ્તુતિ, (૨) ઔપદેશિક અને (૩) પ્રકીર્ણ કતેમાં સ્તુતિઓમાં ગણધર સાઈ શતક ઉચ્ચતમ કટિને ગ્રંથ છે. આમાં ગુજરાતના ઇતિહાસ પર ખૂબ છણાવટ કરવામાં આવી છે અને સૌ પ્રથમ એમાં ગુર્જરભૂમિને ગુજરાત નામ આપવામાં આવ્યું છે. જ્યારે ઔપદેશિકમાં માનવસંસ્કૃતિ પર વિવેચન કર્યું છે અને આની પર શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સંબધ પ્રકરણની રચના કરી છે. તેઓશ્રીએ પ૭ ગોત્રની સ્થાપના કરી, એક લાખ ત્રીસ હજાર જેને એમાં વિભાજિત કરી દીધા. સં. ૧૨૧૧ માં અષાઢ સુદ ૧૧ ના દિવસે અજમેરમાં તેઓશ્રી નિર્વાણ પામ્યા. તેમના ઉપકારની સ્મૃતિ રૂપે ભારતમાં ઠેર ઠેર એમની ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી છે અને તે જગ્યા દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. શ્રી જિનદત્તસૂરિ કાળધર્મ પામ્યા અને તેમને અગ્નિસંસ્કાર અજમેરમાં કરવામાં આવ્યું, ત્યારે એક અદ્ભુત ચમત્કાર થયે : એમને નશ્વર દેહ અગ્નિમાં બળીને ખાખ થઈ ગયો, પણ એમને ચેળ અને મુહપત્તિ ભડભડતા અગ્નિમાં પણ બળી નહીં. એ ચીપટે અને મુહપત્તિ અત્યારે પણ જેસલમેરના જ્ઞાનભંડારમાં ગુરુભક્તોના દર્શન માટે કાચની પેટીમાં રાખેલ છે.
તેઓશ્રીની પાટ પરંપરાએ મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી આવ્યા. જેસલમેરની પાસે વિક્રમપુર નગરમાં રાસલ નામના શ્રેષ્ઠીના કુળમાં દેહુણદેવી નામની શેઠાણીની કુક્ષીએ સં. ૧૧૬૭ના ભાદરવા સુદ ૮ ના એક પુત્રરત્નને જન્મ થયો. વિક્રમપુરમાં શ્રી જિનદત્તસૂરિજીના ચાતુર્માસ દરમિયાન એમની વૈરાગ્યપૂર્ણ દેશનાથી પ્રભાવિત થઈને સંયમની ભાવના થઈ અને સં. ૧૨૦૩ના ફાગણ સુદ ૩ ને દિવસે એમને અજમેરમાં દીક્ષા આપવામાં આવી અને એમની અસાધારણ વિદ્વત્તાથી પ્રભાવિત થઈને સં. ૧૨૦૫ ના વૈશાખ સુદ ૬ને દિવસે વિક્રમપુરમાં આચાર્યપદવી અર્પણ કરવામાં આવી અને શ્રી જિનચંદ્રસૂરિજી નામ આપવામાં આવ્યું. ક્રમશઃ વિહાર કરતાં તેઓશ્રી દિલ્હી પહોંચ્યા. તે વખતે નગરના અગ્રગણ્ય શ્રાવકે ઠક્કર, લેહટ, પાલણ અને મહીચંદ્ર એમને સપરિવાર વંદન કરવા જતા હતા. ત્યારે દિલ્હીપતિ મદનપાલે એમને પૂછ્યું કે આપ સહુ ક્યાં જઈ રહ્યા છે? ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અમારા ગુરુભગવંતના દર્શન માટે જઈએ છીએ. ત્યાર બાદ રાજા મદનપાલ હાડમાડ સાથે દર્શન કરવા ગયા. પૂજ્યશ્રીની ધર્મદેશનાથી પ્રભાવિત થઈને દિલ્હીમાં ચાતુર્માસ કરવા પ્રાર્થના કરી. ગુરુજીએ પિતાની અમૃતમય વાણીથી મહરિયાણ (મંત્રિદલીય) જાતની સ્થાપના કરી અને અનેક જૈન તીર્થોનો ઉદ્ધાર કર્યો. પૂજ્યશ્રીએ ચૈત્યવાસીઓના આચાર્યશ્રી પદ્મચંદ્રાચાર્યને વાદવિવાદમાં પરાજિત કર્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org